દુલ્હન બનવા જઇ રહ્યા છો અને ચહેરા પર ફેસિયલ કરતા પણ વધારે લાવવો છે ગ્લો? તો આ ઘરેલું નુસખા તમારા માટે છે બેસ્ટ

મિત્રો, શું તમે પણ ઠંડીની ઋતુમા લગ્નના પવિત્ર બંધને બંધાવવા જઈ રહ્યા છો તો તમે તમારા વિશેષ દિવસ દરમિયાન ચહેરા પર પ્રાકૃતિક ગ્લો મેળવવા ઈચ્છતા હોવ તો તે માટેની તૈયારી તમારે અત્યારથી જ કરી દેવી પડશે. પ્રવર્તમાન સમયમા બ્યુટી પાર્લરનો વિશેષ ક્રેઝ છે એટલે લગ્ન પહેલા ત્વચાની વિશેષ સાર-સંભાળ રાખવા માટેના વિવિધ પેકેજીસ રહેતા હોય છે, જેની તમે ટ્રીટમેન્ટ કરાવી શકો છો.

image source

ઘરે પણ તમે નીચે આપેલા નુસ્ખાઓનો ઉપયોગ કરીને કુદરતી ગ્લો તમારા ચહેરા પર લાવી શકો છો અને તમારી લાઈફના મહત્ત્વના દિવસને યાદગાર બનાવી શકશો. આ સિવાય લગ્નના ખાસ દિવસની તૈયારી કરતા પહેલા તમારે અમુક વાતો વિશે માહિતી મેળવી લેવી જોઈએ.

image source

આ સમય દરમિયાન તમારે તણાવની સમસ્યામાંથી મુક્તિ મેળવે છે. તણાવ એ તમારા ચહેરા પર ક્લિયર દેખાઈ જશે. આ સિવાય નાના-નાના ઉપાયો અજમાવીને પણ તમે તમારા દિવસને એકદમ ફ્રેશ અને સુંદર દેખાઈ શકો છો. અઠવાડિયામા કમ સે કમ પાંચ દિવસ ૨૦-૩૦ મિનિટ સુધીનુ વોકિંગ કરવુ જોઈએ.

image source

આમ, કરવાથી તમારો તણાવ ઘટી જશે અને બ્લડ સર્ક્યુલેશન ખુબ જ વધી જશે. તેનાથી તમારી ત્વચામા પણ એક અલગ જ પ્રકારનો નિખાર આવશે. આજથી તમારી બોડી શેપને બાય-બાય કહી દેજો અને એકદમ માઈલ્ડ બ્યૂટી ફેસવોશનો ઉપયોગ શરૂ કરી દેજો. રાત્રીના સૂતા પહેલા તમારા ચહેરાને ચોક્કસથી સાફ કરવો જોઈએ.

image source

રાત્રે સૂતા પહેલા એવા મોઈશ્ચરાઈઝરની પસંદગી કરવી જોઈએ, જે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય. જો તમારુ મોઈશ્ચરાઈઝર વિટામીન-એ,વિટામીન-સી, વિટામીન-ઈ અને વિટામીન-બી ૩ થી યુક્ત છે તો તે તમારી ત્વચાને પોષણ આપવાનુ કાર્ય કરશે. પ્રયત્ન કરો કે, કેમિકલવાળી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો.

image source

કોઈપણ વસ્તુને વાપરતા પહેલા તમારા સ્કીન સ્પેશિયાલીસ્ટની સલાહ અવશ્યપણે લેજો અને પૈસા બચાવવાની સહાયમા તમારી સ્કીન સાથે કોમ્પ્રોમાઈઝ સહેજ પણ કરવી જોઈએ નહી. જો તમને વાળમા ઘણો પરસેવો વળી રહ્યો છે અને તમારી ધૂળ-ગંદકીને તમારે ઓછી કરવી હોય તો નિયમિત વાળ ધોવા તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે.

image source

શેમ્પુ કર્યા પછી વાળને કન્ડીશનર કરવાનુ ભૂલવુ જોઈએ નહીં. આ સાથે જ વાળમા તેલ નાખવુ પણ અત્યંત આવશ્યક સાબિત થાય છે. તેનાથી વાળ ડ્રાય થતા નથી અને તેની સોફ્ટનેસ પણ જળવાઈ રહે છે માટે જો તમારા લગ્ન પણ આ મૌસમમા યોજાઈ રહ્યા છે તો બ્યુટી પાર્લરના મોંઘા ખર્ચા કરવાની જગ્યાએ તમારે અમુક ઘરગથ્થુ નુસખા અજમાવવા અને ચહેરાની પ્રાકૃતિક સુંદરતા કેળવવી જેથી, તમારા લગ્ન પણ યાદગાર બની રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત