Site icon News Gujarat

હજુ તમે આ જરૂરી કામ નથી કર્યા પૂરા? તો જલદી 31 માર્ચ પહેલા પૂરા કરી લો આ બધા જ કામ, નહિં તો થશે મોટી ઉપાધિ

જો તમારું ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહનનુ રજિસ્ટ્રેશન એક્સપાયર્ડ થઈ ચૂક્યું છે અને તમે તેને હજુ સુધી રિન્યુ કરાવી શક્યા નથી તો આ ન્યૂઝ તમારા માટે છે. ગયા વર્ષે કોરોના મહામારીના કારણે માર્ચથી દેશભરમાં લોકડાઉન હતું.

image source

આ કારણે સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહનના રજિસ્ટ્રેશનના ફિટનેસ પ્રમાણપત્ર જેવા ડોક્યુમેન્ટની વૈદ્યતા 31 માર્ચ સુધી વધારી હતી. હવે છેલ્લા 10 દિવસ બાકી છે તો તમે આ કામ કરાવી લો એ જરૂરી છે. જો તમે આ કાગળ રિન્યૂ નહીં કરાવ્યા હોય તો તમારે મોટો દંડ ભરવો પડી શકે છે.

આ કારણે સરકારે લીધો હતો આ નિર્ણય

image source

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના ફેલાવવાને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો હતો. કેમકે તે સમયે દેશમાં દરેક શહેરના આરટીઓ ઓફિસમાં ડ્રાઈવિંગ લાયસન્સ, વાહનનું રજિસ્ટ્રેશન અને ફિટનેસનું પ્રમાણપત્ર મોટા પાયે વિલંબમાં હતું. એવામાં રાજમાર્ગ મંત્રાલયે લોકોની મુશ્કેલી સમજી હતી. ડ્રાઈવિંગ લાયસન્સ, વાહન રજિસ્ટ્રેશન અને ફિટનેસ પ્રમાણપત્ર જેવા વાહનના દસ્તાવેજની તારીખ 31 માર્ચ 2021 સુધી વધારી હતી.

31 માર્ચ સુધી જ વેલિડ રહેશે આ ડોક્યુમેન્ટ્સ

image source

મંત્રાલયે વાહનોના ફિટનેસ, પરમિટ, લાયસન્સ, રજિસ્ટ્રેશન કે અન્ય દસ્તાવેજની વેલિડિટીની સમય સીમા 31 માર્ચ કર્યા બાદ હવે તેને વધારવા માટે કોઈ નિર્ણય લીધો નથી. એવામાં જે લોકોએ પોતાના દસ્તાવેજ રિન્યૂ કરાવ્યા નથી તેઓએ જલ્દી જ આ કામ કરી લેવાની જરૂર છે. જો તમે સમયસર આ કામ નથી કરી લેતા તો તમારે અનેક મોટી મુશ્કેલીની સાથે સાથે દંડ રૂપે રૂપિયાનું નુકસાન પણ સહન કરવું પડી શકે છે.

image source

હવે સરકારે અનેક સેવાઓ માટે ઓનલાઈન સુવિધા પણ આપી છે. તમે આ સુવિધાની મદદથી પણ લાયસન્સ કે રજિસ્ટ્રેશનને માટેની કાર્યવાહી કરી શકો છો. લાયસન્સ રિન્યૂ કરાવવા માટે તમારે આરટીઓની ઓફિસના ધક્કા ખાવાની જરૂર રહેતી નથી. તો લાયસન્સ રીન્યુ માટે એપોઇન્ટમેન્ટ લીધા પછી ઓનલાઈન ફી ભરીને ફોટો પડાવવા માટે આરટીઓ આવવું પડે છે. પરંતુ હવે લાયસન્સ રીન્યુનું કામ ઓનલાઈન થવાથી ૧૫ દિવસમાં એ નક્કી કરવામાં આવશે કે, લાયસન્સ કેવી રીતે રીન્યુ કરવામાં આવશે. સુભાષ બ્રીજ આવેલા આરટીઓમાં રોજ ૨૫૦ લોકો લાયસન્સ રીન્યુ કરાવવા માટે આવે છે. તેના માટે ૪૦૦ રૂપિયા ફી ઉપરાંત ૬૦૦ રૂપિયા બીજો ખર્ચ થાય છે.

image source

લાયસન્સ રીન્યુ કરાવવા માટે ઓનલાઈન અરજી આપવાની રહેશે. ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે. રીન્યુ થયા પછી આરટીઓ પોસ્ટથી લાયસન્સ મોકલશે. એક વખત અરજી સ્વીકાર થયા પછી અરજદારને મોબાઈલ ઉપર મેસેજ મોકલવામાં આવશે. જેમાં એ જાણકારી આપવામાં આવશે કે કેટલા દિવસોમાં લાયસન્સ બની જશે. બીજી તરફ જેમણે પોતાનું લાયસન્સ ૨૦૧૦ પહેલા બનાવરાવ્યું છે, તેને આ સેવાનો લાભ નહિ મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version