ચૈત્રી નવરાત્રિના ઉપવાસમાં ખાઈ લો આ ચીજો, નહીં થાય ડીહાઈડ્રેશનની સમસ્યા

એક તરફ ગરમી, એક તરફ કોરોનાનો કહેર એવામાં ચૈત્રી નવરાત્રિના 9 દિવસના ઉપવાસ કરવા એ કંઈ સરળ નથી. જો તમે ચૈત્રી નવરાત્રિના ઉપવાસ કરવા ઈચ્છો છો તો તમારે સાથે જ ડિહાઇડ્રેશનથી બચવું પણ જરૂરી છે. જો તમે વ્રતમાં કેટલીક ખાસ ચીજોનો ઉપયોગ કરો છો તો તમે સરળતાથી વ્રત કે ઉપવાસ કરી શકો છો. આમ કરવાથી શરીરમાં પાણીની ખામી રહેશે નહીં અને તમારા બીમાર થવાની શક્યતા પણ ઓછી રહેશે.

image source

ચૈત્રી નવરાત્રિનો તહેવાર 13 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યો છે. મંગળવારે શરૂ થતો આ ચૈત્રી નવરાત્રિનો તહેવાર મા દુર્ગાની આરાધનાનો તહેવાર છે. આ સમયે માતાના 9 રૂપની પૂજા કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિમાં માતાને ખુશ કરવા માટે તેમના ભક્તો 9 દિવસના વ્રત ઉપવાસ કરે છે. એવામાં જરૂરી રહે છે કે વ્રતમાં એવા ફળ અને શાકનું સેવન કરાય જેનાથી વ્રતના સમયે શરીરમાં પાણીની ખામી ન રહે. ગરમીની સીઝન શરૂ થઈ છે અને સાથે જ શરીરને ઠંડુ રાખવું પણ જરૂરી છે. 9 દિવસ સુધી વ્રત રાખવું એ કોઈ સરળ કામ નથી. વ્રત સમયે શરીરમાં પાણીની ખામી રહે છે. જેનાથી લોકો બીમાર રહે છે. એવામાં જરૂરી છે કે એવા શાકને સામેલ કરો જેને ખાવાથી ડિહાઇડ્રેશનની તકલીફથી બોડીને બચાવી શકાય. જાણો કયા ફળ અને શાકને તમે ચૈત્રી નવરાત્રિના વ્રતમાં ઉપયોગમાં લેશો તો તમને લાભ રહેશે.

કાચા કેળા

image source

કાચા કેળામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર રહેલું હોય છે. તે ઈમ્યુનિટી મજબૂત કરવાની સાથે જ વજન ઘટાડવામાં પમ મદદ કરે છે. ચૈત્રી નવરાત્રિમાં તમે સરળતાથી કાચા કેળાનો હલવો કે ટિક્કી બનાવીને ખાઈ શકો છો. આ ટેસ્ટી અને હેલ્ધી રહે છે. આ સાથે ગરમીમાં હાઈડ્રેટ રહેવા માટે ખીરા, કાકડી, ટેટી, તરબૂચ, ટામેટાને પણ સામેલ કરી શકો છો.

શક્કરિયા

फलहार में ऐसी सब्जियों को शामिल किया जाए जिसे खाने से डिहाइड्रेशन (Dehydration) से बॉडी को बचाया जा सके. Image-shutterstock.com
image source

શક્કરિયા ખાવાથી શરીરને ડિહાઈડ્રેશનથી બચાવી શકાય છે. તેમાં પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ હોય છે જે શરીરને ફાયદો કરે છે. તેને ઈમ્યુનિટી બૂસ્ટર કહેવામાં આવે છે. જો તમે શક્કરિયાનું શાક, હલવો બનાવીને ચૈત્રી નવરાત્રિના ઉપવાસ કરો છો તો તમારા માટે લાભદાયી રહે છે.

શિંગોડા

image source

આમ તો તેને એક ફળ માનવામાં આવે છે. અનેક લોકો તેનું શાક પણ બનાવે છે. તેમાં વિટામીન બી અને સી, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પ્રોટીન જેવા તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. આ શરીરમાંથી પાણીની ખામીને દૂર કરે છે. આ સાથે તે બોડીને એનર્જીથી ભરેલું રાખે છે. ડાયાબિટિસ જેવી બીમારીથી પણ તમને બચાવે છે.

દૂધી

image source

દૂધીમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે. આ કારણે તેને વ્રતમાં ખાવું જરૂરી છે. દૂધી તમને કબજિયાત અને ગેસની સમસ્યાથી દૂર રાખે છે. દૂધીનો જ્યૂસ બનાવીને પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. ડાયાબિટીસના દર્દીઓ માટે તે ફાયદો કરે છે. ચૈત્રી નવરાત્રિમાં તમે દૂધીનું શાક, કે પછી હલવો બનાવીને પણ ખાઈ શકો છો. તેનો જ્યૂસ પણ ઠંડકની સાથે શરીરને અનેક ફાયદા આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત