Site icon News Gujarat

જો તમે પણ LICના પોલિસી ધારક છો તો રહેજો સાવચેત, આ એક ભૂલ તમને કરાવી શકે છે નુકશાન

LIC પોલિસી એલર્ટ : જો તમારી પાસે જીવન વીમા નિગમ (લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન) ની પોલિસી હોય તો આજનો આ લેખ તમારા મહત્વનો સાબિત થઈ શકે છે. કારણ કે LIC એ તેના જુના પોલિસી ધારકો સહિત નવા પોલિસી લેનાર ગ્રાહકોને પણ સાવધાન કર્યા છે. થોડા સમય પહેલા જ LIC એ ટ્વિટ કરીને પોતાના પોલિસી હોલ્ડર્સને સચેત કર્યા હતા.

image source

LIC દ્વારા પોલિસી ધારકોને સચેત કરવા પાછળનું કારણ અસલમાં છેલ્લા કેટલાક સમયથી સામે આવેલા છેતરપીંડીના મામલાઓ છે. છેતરપીંડી કરનાર લોકો એલઆઇસી પોલિસી ધારકોને નકલી ફોન કોલ્સ કરે છે. અને તેમને પોલિસી બાબતે ખોટી સલાહ અને માહિતી આપે છે. દેશની સૌથી મોટી વીમા કંપનીએ તેના જુના અને નવા એમ બધા પોલિસી ધારકોને આવા ફોન કોલ્સ અને તેના દ્વારા કરવામાં આવતી છેતરપીંડીથી સાવચેત રહેવા જણાવ્યું છે.

LIC પોલિસી ધારકો માટે એલર્ટ

image source

ઉપર જણાવ્યું તેમ LIC એ થોડા સમય પહેલા જ ટ્વિટ કરી તેના જુના અને નવા પોલિસી ધારકોને સાવધાન કરતા જણાવ્યું હતું કે જો તમને કોઈ ફોન કોલ કરીને એવું કહે કે તે એલઆઇસી અધિકારી કે IRDAI ના અધિકારી અથવા ECI માંથી બોલી રહ્યા છે તો તમે તેના પર વિશ્વાસ ન કરતા. LIC એ એ પણ સ્પષ્ટતા કરી હતી કે LIC ક્યારેય તેના વીમા ધારકોને ફોન કોલ કરીને તેની માહિતી, વીમા સંબંધિત માહિતી કે વીમો બંધ કરવા માટેની માહિતી નથી માંગતી.

જો આવું થાય તો થઈ જવું સાવધાન

image source

LIC એ પોતાના વીમા ધારકોને જણાવ્યું છે કે છેતરપીંડી આચરનારા લોકોથી સાવધાન રહેવું જોઈએ. વીમા કંપનીએ લોકોને આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આવા લોકો વીમા ધારકોને પોતાની વાતો દ્વારા પ્રભાવિત કરી તેમની પોલિસીના પૈસા હડપ કરી લેતા હોય છે. વીમા કંપનીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે જે લોકો આવા નકલી ફોન કોલ્સના ઘેરામાં આવી જાય છે તેને આગળ મુશ્કેલીઓનો સામનો કરવાનો રહે છે. છેતરપીંડી કરનારા તત્વો લોકોને તેમની પોલિસીના પૈસા તરત કઢાવી આપવાની લાલચ આપી તેની પોલિસીના પૈસા પોતે જ હડપ કરી જાય છે.

આ રીતે રહો સુરક્ષિત

image source

LIC ના કહેવા મુજબ તમારે જો પોલિસી સંબંધિત કોઇ માહિતી જોઈતી હોય તો તેના માટે LIC ની સત્તાવાર વેબસાઈટ www.licindia.in ની મુલાકાત લેવી જોઈએ. કોઈપણ અજાણ્યા વ્યક્તિને ભૂલથી પણ તમારી પોલિસીનો નંબર ન આપવો જોઈએ. જો તમને કોઈ નકલી ફોન કોલ્સ આવે તો તેની જાણ પોલીસ અથવા spuriouscalls@licindia.com પર કરી શકાય.

Exit mobile version