Site icon News Gujarat

આ વેજીટેરીયન ડાયટ વજન ઉતારવા માટે છે સૌથી બેસ્ટ, જાણો અને તમે પણ કરો ફોલો

મિત્રો, પ્રવર્તમાન સમય એટલો વ્યસ્તતા ભરેલો બની ચુક્યો છે કે, લોકો પાસે પોતાના સ્વાસ્થ્યની સાર-સંભાળ રાખવા માટેનો સમય જ નથી અને આ કારણોસર જ લોકો અનેકવિધ બીમારીઓના શિકાર બનતા હોય છે. આ બીમારીઓમા જો સૌથી વધુ કોઈ બીમારી જોવા મળતી હોય તો તે બીમારી છે મોટાપાની બીમારી. આ એક એવી બીમારી છે કે, જેને સરળતાથી દૂર કરોઈ શકાતી નથી. તો ચાલો આજે આ અંગે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ.

image source

મોટાપાની સમસ્યાને નિયંત્રિત કરવા માટે લોકો પહેલા તો ડાયેટિંગ વિશે વિચારવાનુ શરૂ કરે છે. ઘણા લોકો ડાયેટ પ્લાનની ભલામણ પણ કરે છે. આજકાલ ટ્રેન્ડિંગમાં ઘણા પ્રકારના ડાયેટ પ્લાન જોવા મળી રહ્યા છે. નોનવેજ ખોરાકના કિસ્સામા મોટાભાગના ડોકટરો તેનાથી પરહેજી રાખવાનુ કહે છે.

image source

જોકે શાકાહારી લોકો માટે વધતા વજનને નિયંત્રિત કરવુ થોડુ વધારે પડતુ મુશ્કેલ બની જાય છે. આ માટે લોકોએ તેના ભોજન પર ખાસ ધ્યાન આપવું પડશે. જો તમે પણ શાકાહારી છો અને વજનને નિયંત્રિત કરવા માંગો છો, તો આ ખાસ શાકાહારી આહારનું પાલન કરો.

image source

શાકાહારી આહારમાં પોષકતત્વો ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તે હૃદયરોગ, ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરનુ જોખમ પણ ઘટાડે છે. આ ઉપરાંત તે વધતા વજનને નિયંત્રિત કરવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. શાકાહારી ભોજનમા આખા અનાજ, બદામ, ફળો અને સબ્જી ખાવાની ભલામણ પણ કરવામા આવી છે. આ ઉપરાંત તે પાચનતંત્રને પણ યોગ્ય રાખે છે. આ સિવાય તે તમારી ઈમ્યુન સીસ્ટમને પણ મજબૂત બનાવે છે.

image source

જે લોકો શુદ્ધ શાકાહારી છે અને પોતાનો વજન ઘટાડવા માટેનો પ્રયાસ કરતા હોય છે તેમણે ફાઇબરયુક્ત આખા અનાજ અને ઓટ્સનુ સેવન કરવુ જોઈએ. આ સિવાય નાસ્તામા બદામ અને બીજનુ સેવન પણ તમારુ વજન નિયંત્રણમા લાવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આ સિવાય આખા દિવસ દરમિયાન ભોજનમા તમે બ્રાઉન રાઇસ અને લેગિયમનુ સેવન કરી શકો છો. આ સિવાય જો તમે ઈચ્છો તો સફરજન, બેરી અને એવોકાડોને તમારા ભોજનમા સામેલ કરી શકો છો. ત્યારબાદ તમારે રાત્રિભોજન હંમેશા હળવુ કરવુ જોઈએ.

આ માટે તમે નૂડલ્સ અને સલાડનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય દહીનુ સેવન પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે, તે તમારા પાચનતંત્રને યોગ્ય રાખવા અને ચયાપચયને સક્રિય રાખવા માટે ખુબ જ લાભદાયક સાબિત થઇ શકે છે. તો તમે તે પણ અજમાવી શકો છો.

કઈ-કઈ વસ્તુઓનુ ના કરવુ સેવન?

image source

આ ડાયટ દરમિયાન તમે બર્ગર, તળેલા રોસ્ટથી અંતર બનાવો તે તમારુ વજન ઘટાડવામાં અવરોધ રૂપ સાબિત થઈ શકે છે. તેથી, તેનાથી તમે શક્ય તેટલુ અંતર બનાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version