તમારી કુંડળી જણાવે છે કે જન્મ પહેલા તમે કયા લોકમાં હતા, જાણો આ રીતે

ઘર્મ શાસ્ત્રોમાં કહેવાયું છે તે આત્માને માણસનું શરીર મુશ્કેલીથી મળે છે. 84 લાખ યોનિમાંથી તમામ યોનિમાંથી પસાર થયા બાદ આત્મા મનુષ્યનો જન્મ લેતી હોય છે. મનુષ્યના જન્મમાં જ તે પોતાને મોક્ષના માર્ગ પર અગ્રસર કરે છે. આ માટે મનુષ્ટને સંસારના દરેક પ્રાણીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.

image source

માનવ અન્ય પ્રાણીઓની જેમ નશ્વર હોય છે. તેને સમય આવે ત્યારે મૃત્યુનો સામનો કરવો પડે છે. મૃત્યુ બાદ પણ તેની આત્માને મોક્ષ મળતો નથી તો તે તમામ લોકનું ભ્રમણ કરતો રહે છે. આ પછી ફરી પૃથ્વી લોકમાં જન્મ લે છે અને પોતાના પહેલાના જન્મના કામને ભોગવે છે. જ્યોતિષનું કહેવું છે કે એક શરીરને છોડવાનું અને અન્ય શરીરને મેળવવાની વચ્ચે થોડો સમય હોય છે. આ સમયે આત્મા ક્યાં રહે છે તે જાણવાની ઈચ્છા પણ દરેકને હોય છે તો તમે તેને સરળતાથી જાણી શકો છો. આ માટે ગ્રહોની સ્થિતિ અસર કરે છે.

સૂર્ય અને ચંદ્રની સ્થિતિ બતાવે છે પહેલાના લોક વિશે

જ્યોતિષમાં કહેવાયું છે કે વ્યક્તિનો જન્મ થાય છે ત્યારે તેના નક્ષત્ર અને જન્મના સમયના આધારથી તેની કુંડળી બનાવવામાં આવે છે. આ કુંડળીમાં વ્યક્તિના પૂર્વ જન્મથી લઈને મડત્યુ બાદ સુધીની સ્થિતિનું વર્ણન હોય છે. આ વિશે જાણવા માટે વ્યક્તિની જન્મ કુંડળીમાં સૂર્ય અને ચંદ્રમાથી જે પણ મજબૂત હોય તેની સ્થિતિનું અધ્યયન કરાય છે. આ બંનેમાંથી જે બળવાન હશે એટલે કે પોતાની રાશિ કે મિત્ર રાશિમાં ચંદ્રમા કે શુક્રના દ્રેષ્કાણમાં હોય તો સમજી લેવું કે વ્યક્તિની આત્મા પિતૃલોકથી ધરતી પર આવી છે.

દ્રેષ્કાણનો સ્વામી નક્કી કરે છે સ્થિતિ

image source

જો દ્રેષ્કાણનો સ્વામી ઉચ્ચ રાશિમાં હોય તો વ્યક્તિ દિવ્ય પિતૃલોકમાં સુખ પ્રાપ્ત કરીને ધરતી પર આવેલો માનવાનું આવવામાં આવે છે પણ જો દ્રેષ્કાણનો સ્વામી નીચ રાશિમાં હશે તો તેનો અર્થ એ છે કે પહેલાના જન્મમાં મૃત્યુ બાદ વ્યક્તિના આત્માને કષ્ટમાં જીવનારા પિતૃના લોકમાં જઈને કષ્ટ ભોગવવું પડ્યું અને પછી તે ધરતી પર આવ્યો છે.

image source

તો આ રીતે તમે તમારી કુંડળીના ગ્રહની સ્થિતિના આધારે જાણી શકો છો કે તમે કયા લોકમાંથી ધરતી પર અવતાર લીધો છે.