શું તમારું ખાતુ છે આ બેંકમાં? તો આજે જ થઇ જજો એલર્ટ, નહિં તો 1 એપ્રિલથી…

કઈ બેંકનું કઈ બેંકમાં કરવામાં આવ્યું છે વિલીનીકરણ.

image source

દેના બેંક અને વિજયા બેંકનું વિલીનીકરણ બેંક ઓફ બરોડામાં કરી દેવામાં આવ્યું છે. જયારે ઓરીએન્ટલ બેંક અને યુનાઈટેડ બેંકનું
વિલીનીકરણ પંજાબ નેશનલ બેંકમાં કરી દેવામાં આવ્યું છે. સીન્ડીકેટ બેંકનું કેનરા બેંકમાં વિલીનીકરણ કરી દેવામાં આવ્યું છે, જયારે આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકનું વિલીનીકરણ યુનિયન બેંકમાં કરી દેવામાં આવ્યું છે અને ઈલાહાબાદ બેંકનું વિલીનીકરણ ઇન્ડીયન બેંકમાં કરી દેવામાં આવ્યું છે.

PNB બેંક અને બેંક ઓફ બરોડા દ્વારા પહેલા જ આપી દેવામાં આવ્યું છે એલર્ટ.

image source

અન્ય બેંકમાં વિલીન થયેલ બેન્કોના ગ્રાહકોની સંખ્યા, IFSC, MICR કોડ, બ્રાંચ એડ્રેસ, ચેકબુક, પાસબુક વગેરે વસ્તુઓ બદલાઈ જાય છે.
પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા દ્વારા ગ્રાહકોને પહેલા જ કહી દેવામાં આવ્યું છે કે, OBC, યુનાઈટેડ બેંક, વિજયા બેંક અને દેના
બેંકની અત્યારની ચેકબુક ફક્ત તા. ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી જ બેંક દ્વારા માન્ય રાખવામાં આવશે. તા. ૧ એપ્રિલ, ૨૦૨૧થી નવી ચેકબુક
અને પાસબુકને જ બેંક દ્વારા માન્ય રાખવામાં આવશે.

સીન્ડીકેટ બેંકના ખાતાધારકો માટે રાહતના સમાચાર.

image source

સીન્ડીકેટ બેંકના ખાતાધારકોને આ કેસમાં કેનરા બેંક દ્વારા કહી દેવામાં આવ્યું છે કે, અત્યારના સમયમાં ચાલી રહેલ ચેકબુક અને પાસબુકને તા. ૩૦ જુન, ૨૦૨૧ સુધી બેંક દ્વારા માન્ય રાખવામાં આવશે જો આપ વિલીનીકરણ થયેલ બેંકના ખાતાધારક છો તો આપે આપનો મોબાઈલ નંબર, એડ્રેસ, નોમિની જેવી ડીટેઈલ્સને પણ અપડેટ કરાવી લેવી જોઈએ. જેથી કરીને આપને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે નહી.

આ કામ કરવા જરૂરી છે.

image source

આપે આપના નવા ખાતાની ચેકબુક અને પાસબુક મેળવી લીધા પછી અલગ અલગ ફાઈનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટમાં રહેલ આપની બેન્કિંગ
ડીટેઈલ્સને પણ અપડેટ કરાવી લેવી જરૂરી છે. જેમ કે, મ્યુચ્યુઅલ ફંડ, ટ્રેડીંગ એકાઉન્ટ, લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી, ઈન્કમ ટેક્સ એકાઉન્ટ, પીએફ એકાઉન્ટ વગેરે જગ્યાઓએ આપે આપના બેંક એકાઉન્ટની ડીટેઈલ્સ અપડેટ કરી દેવી જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!