1 માર્ચથી આ બેન્કમાં થઇ રહ્યા છે મોટા ફેરફારો, જો તમારું ખાતું આ બેન્કમાં હોય તો તરત જ કરી લેજો આ કામ, નહિં…

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે થોડાં સમય પહેલાં દેના બેંક અને વિજયા બેંકને બેન્ક ઓફ બરોડામાં મર્જ કરી દીધી હતી, અને એ પછી આ બંને બેંકોના ગ્રાહકો બેંક ઓફ બરોડાના ગ્રાહક બની ગયા છે. 1 માર્ચથી વિજયા બેંક અને દેના બેંકના આઈએફએસસી કોડનો ઉપયોગ કરો શકાશે નહીં. અને એ જ કારણે હવે ગ્રાહકોને નવા આઈએફએસસી કોડની જરૂર પડશે.

image source

એકવાર આઈએફએસસી કોડ બદલ્યા પછી ગ્રાહકો ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી શકશે નહીં. પોતાના ગ્રાહકોને આ અંગેની માહિતી બેંક ઓફ બરોડાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી છે અને કહ્યું છે કે ઈ-વિજયા અને ઈ-દેના આઈએફએસસી કોડ 1 માર્ચ 2021થી બંધ કરવામાં આવશે.

શુ અસર થશે ગ્રાહકો પર ?

image source

એકવાર આઈએફએસસી કોડમાં ફેરફાર થશે પછી ખાતા ધારકો પર અસર થશે. તમને જણાવી દઈએ કે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે તમારે બેંકના આઈએફએસસી કોડની સાથે બેંક ખાતા નંબર એડ કરવું પડશે.

image source

એટલે હવે તમે આજે જ નવો આઈએફએસસી કોડ જાણી લો નહીંતર 1 ફેબ્રુઆરીથી પૈસા ટ્રાન્સફર નહીં કરી શકો.
જો તમે બેંકમાં જવા ન માંગતા હોય, તો તમે ઘરે બેઠા પણ નવો આઈએફએસસી કોડ મેળવી શકો છો, જેના માટે ટોલ ફ્રી નંબર 1800 258 1700 પર ફોન કરીને આઈએફએસસી કોડ લઈ શકો છો.

આ સિવાય ખાતા ધારકો મેસેજ દ્વારા પણ નવો કોડ મેળવી શકે છે. આ માટે ગ્રાહકએ MIGR લખીને સ્પેસ આપી જૂના ખાતાના છેલ્લા 4 અંક લખીને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 8422009988 પર લખીને મોકલવાનો રહેશે.

image source

તમને જણાવી દઈએ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન આઈએફએસસી કોડનો ઉપયોગ થાય છે. આ કોડ 11 અંકનો હોય છે. જેમાં શરૂઆતના 4 અક્ષરો બેંકનું નામ સૂચવે છે. બેંકની શાખા આઈએફએસસી કોડ દ્વારા ટ્રેક કરવામાં આવે છે.

આઈએફએસસી કોડ ગ્રાહકની પાસબુક અને ચેકબુક પર લખેલો હોય છે.

image source

સોશિયલ મીડિયા પર આપેલી માહિતમાં બેંક ઓફ બરોડાએ એમ પણ કહ્યું છે કે ગ્રાહકો તેમની બેંક શાખામાંથી 31 માર્ચ 2021 સુધીમાં નવા એમઆઈસીઆર કોડ સાથે ચેક બુક મેળવી શકે છે. આ સિવાય તમે નેટ બેન્કિંગ / મોબાઇલ બેન્કિંગથી નવી ચેક બુક માટે પણ અરજી કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!