માત્ર ફરવા માટે જ નહિં, પણ ફોટા અને વિડીયોગ્રાફી માટે બેસ્ટ છે આ પ્લેસ, જાણશો તો અચુક કરાવશો બુક

આપણે જયારે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવીએ છીએ ત્યારે બે મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપીએ છીએ. પહેલો એ કે ફરવા માટે કઈ કઈ જગ્યાઓ બેસ્ટ છે અને આપણે ક્યાં ક્યાં ફરવા જઈ શકીએ છીએ. બીજો મુદ્દો એ કે ત્યાં ફોટો લઇ શકાય તેવા બેસ્ટ ફોટો પોઇન્ટ છે કે કેમ ? કારણ કે આજકાલ લોકોને સોશ્યલ મીડિયામાં પોતાની યાત્રા અને અન્ય ફોટાઓ શેયર કરવામાં આનંદ આવતો હોય છે. ખાસ કરીને યુવા પર્યટકો તો ફોટાઓ પાડવા માટે રીતસર પડાપડી કરતા હોય છે. ત્યારે લોકો એવી જગ્યાઓએ ફરવા જવાનું વધુ પસંદ કરે છે જ્યાં ફરવાની સાથે સાથે તેમનો ફોટા પાડવાનો શોખ પણ પૂરો થઇ જાય. તો ચાલો આજના આ ટ્રાવેલ સંબંધી આર્ટિકલમાં આપણે આવા જ જોરદાર લોકેશન ધરાવતા સ્થાનો વિષે જાણીએ.

નાહરગઢ કિલ્લો

image source

નાહરગઢ કિલ્લો ફરવાની સાથે સાથે ફોટો પડાવવા માટેનું પણ બેસ્ટ લોકેશન મનાય છે. આ કિલ્લો રાજસ્થાનમાં જયપુર શહેરના બહારના વિસ્તારમાં આવેલી અરવલ્લીની પહાડીઓના કિનારે સ્થિત છે. આ કિલ્લા પર કેટલીક હિન્દી ફિલ્મોના શૂટિંગ પણ થયા છે. આ કિલ્લાના પ્રવેશદ્વાર પાસે જ એક વેક્સ મ્યુઝિયમ પણ આવેલું છે જે એક પર્યટન સ્થાન પણ છે. શીશ મહેલ પણ કિલ્લામાં જોવાલાયક જગ્યાઓ પૈકી એક છે. આ એવી જોરદાર લોકેશન ધરાવતી જગ્યા છે કે ત્યાં તમે તમારા ફોટા પાડવાનો અને વિડીયો શૂટ કરવાનો શોખ પૂરો કરી શકો છો.

શિમલા

image source

જો તમને બેસ્ટ પ્લેસ પર તસવીરો ક્લિક કરવાનો શોખ છે અને ફરવા માટે આવી જ જગ્યા શોધી રહ્યા છો. તો તમારે માટે શિમલા એક સારો વિકલ્પ છે. અહીં તમે મોલ રોડ ચર્ચ પાસે તસવીરો ક્લિક કરી શકો છો કે પ્રોફેશનલ ફોટોગ્રાફર પાસે ક્લિક કરાવી પણ શકો છો. અહીંની સુંદર વાદીઓ પાસે લીધેલી તસ્વીર યાદગાર બની રહે છે. સાથે જ તમે શિમલા પાસેના કુફરી ખાતે પણ ફોટાઓ લેવા જઈ શકો છોએ. અહીં તમે ઘોડેસવારી, યાક અને જીપ પર બેસીને પણ તમારા ફોટાઓ લઇ શકો છો. એટલું જ નહિ પણ અહીં એડવેન્ચર દરમિયાન સારા વિડીયો પણ શૂટ કરી શકો છો.

ચંદીગઢ

image source

ચંદીગઢ એક એવું શહેર છે જેને એક યોજના મુજબ વ્યવસ્થિત રીતે વસાવવામાં આવ્યું છે. ખાસ કરીને આ શહેર તેની સફાઈને કારણે પણ પ્રસિદ્ધ છે. એ સિવાય અહીં તમે ફરવા માટે પણ જઈ શકો છો. અહીં સુખના તળાવ લોકપ્રિય છે જ્યાં પર્યટકો તળાવના કિનારે બેસીને તસવીરો પણ લઇ શકે છે અને પ્રકૃતિનો આનંદ પણ લઇ શકો છો. એટલું જ નહિ અહીં તમે બોટિંગનો પણ આનંદ લઇ શકો છો. ઉઉપરાંત તમે રોક ગાર્ડન અને રોજ ગાર્ડન ખાતે પણ ફરવા જઈ શકો છો અને ત્યાં સુંદર તસવીરો અને વિડીયો શૂટ કરી શકો છો.

દેવપ્રયાગ

image source

આમ તો આખું ઉત્તરાખંડ રાજ્ય સુંદર રાજ્ય છે પરંતુ તેનું દેવપ્રયાગ પણ પર્યટકો માટે સારું ફરવાલાયક સ્થાન છે. ઉત્તરાખંડનું આ નાનકડું શહેર તેની પ્રાકૃતિક સુંદરતાને કારણે પ્રસિદ્ધ છે. અહીં તમને ભાગીરથી અને અલકનંદા નદીનો સંગમ પણ જોવા મળે છે. અને આ સ્થાન ફોટો ક્લિક કરવા માટે બેસ્ટ લોકેશન પણ છ્હે. ઉપરાંત તમે અહીંની સુંદર વાદીઓ વચ્ચે જઈને રૂબરૂ અનુભવ કરીને નક્કી કરી શકશો કે ત્યાં ફોટો વિડીયો લેવા કેવા આનંદ કરનારા છે. અહીં તમે ટ્રેકિંગ, ક્લિફ જમ્પિંગ, કેમ્પીંગ, રિવર રાફ્ટિંગ અને રોક ક્લાઇબિંગ પણ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!