રિસાયેલી GF, ફિયોન્સી કે પત્નીને મનાવવા લઇ જાવો આ Rose Gardenમાં, એક જ સેકન્ડમાં આવી જ રોમેન્ટિક મુડમાં

હરવા ફરવાના શોખીન લોકો જયારે ચંદીગઢ ફરવા જાય છે ત્યારે ત્યાંના ગુલાબના આ ગાર્ડનની મુલાકાત લીધા વિના પરત નથી ફરતા. અથવા એમ કહો કે ગુલાબના શોખીન લોકોને ચંદીગઢ ગયા વિના નથી ચાલતું તો પણ વાંધો નહિ. કારણ કે ચંડીગઢમાં એક બહુ જ મોટું ગુલાબનું ગાર્ડન છે. આ ગાર્ડનનું નામ છે જાકીર હુશેન રોઝ ગાર્ડન. લગભગ 30 એકર વિસ્તારમાં ફેલાયેલું આ ગાર્ડન પોતાની વિશેષતાની રીતે એશિયાનો એકમાત્ર સૌથી મોટું ગાર્ડન છે. અહીં ફૂલોની લગભગ 825 પ્રજાતિઓ, 32500 જાતના વૃક્ષો છે. અહીં આવીને લોકોનું મન એકદમ પ્રફુલ્લિત થઇ જાય છે. આ ગાર્ડન વિષે જાણીએ કે ગુલાબના આ સૌથી મોટા ગાર્ડનની ખાસિયત શું છે ? અને શા માટે અહીં ફૂલોના શોખીન લોકોએ આવવું જોઈએ ?

ઇતિહાસ

image source

ચંડીગઢમાં સ્થિત ગુલાબનું ગાર્ડન 1967 માં પ્રથમ મુખ્ય આયુક્ત એમએસ ડોક્ટર રંધાવાના માર્ગદર્શનમાં બનાવવામાં આવ્યું હતું. આ ગાર્ડનને ચંદીગઢની શાન પણ ગણવામાં આવે છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. આ ગાર્ડનમાં એકથી વધીને એક સુંદર અને આકર્ષક ગુલાબો ઉગેલા છે. એ સિવાય આ ગાર્ડનને એશિયાનું સૌથી મોટું ગુલાબનું ગાર્ડન પણ કહેવાય છે. ગાર્ડનમાં આવતા પર્યટકો ગાર્ડનના ઇતિહાસ વિષે જાણી શકે તે માટે ત્યાં ઐતિહાસિક માહિતી પણ આપવામાં આવી છે.

આવો દેખાય છે રોઝ ગાર્ડન

image source

ચંદીગઢમાં સ્થિત આ ગાર્ડન લગભગ 30 એકરના વિશાલ વિસ્તારમાં પથરાયેલો છે. ગાર્ડનમાં અલગ અલગ અનેક પ્રવેશદ્વારો આવેલા છે. મોટા મોટા ઘટાટોપ અને છાંયાદાર વૃક્ષોની નીચે આરામદાયક બેંચો પણ લગાવવામાં આવી છે. પર્યટકો ગાર્ડનમાં ફરી ફરીને થાકીને અહીં બેસીને આરામ કરતા જોવા મળે છે. કસરત અને જોગિંગ કરનારાઓ માટે પણ અહીં લાંબા અને વળાંક ધરાવતા રસ્તાઓ છે. પાર્કને સુંદર દેખાડવા માટે તેમાં રંગીન ફુવારા અને નાનું તળાવ પણ બનાવાયું છે જેમાં અનેક પ્રકારના અને પ્રજાતિના પક્ષીઓ પણ આવે છે.

આ સમયે રોઝ ગાર્ડનમાં આવવું છે બેસ્ટ

image source

રોઝ ગાર્ડનમાં સારી રીતે ફરવા માટે તમે પહેલા ગાર્ડનના ખુલવા અને બંધ થવાના સમય વિષે જાણી લો તો સારું રહેશે. રોઝ ગાર્ડન સવારે 6 વાગ્યે ખુલે છે અને રાત્રે 10 વાગ્યે બંધ થઇ જાય છે. જો તમે અહીં ફરવા માટે આવવાના હોય તો સવારે આવવું જ સારું રહેશે જેથી તમને અહીં ફરવા માટે પૂરતો સમય મળી રહે.

image source

જો તમને ગુલાબની પ્રજાતિઓ વિષે જાણવાનો શોખ છે તો તમારે ઓછામાં ઓછા એકથી બે દિવસ અહીંની પ્રજાતિઓ વિષે જાણવામાં લાગી જશે. અહીં આવતા પર્યટકો માટેની ફી 50 રૂપિયા પ્રતિ વ્યક્તિની છે.

આ વાતોનું રાખવું ધ્યાન

image source

જો તમે ગુલાબના આ ગાર્ડનમાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો અમુક બાબતો વિષે માહિતગાર હોવું તમારે માટે જરૂરી છે. ગાર્ડનની અંદર સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે એટલે ગાર્ડનમાં કચરો થાય તેવી વસ્તુઓ સાથે લઈને ન જવી નહિ તો તમારે દંડ ભરવો પડી શકે છે. એટલા માટે ખાસ કરીને બાળકો સાથે જતા હોવ તો તેમને પણ આ વાતનું ધ્યાન રાખવા સમજાવો. એ ઉપરાંત ગાર્ડનમાં કોઈપણ ફૂલ તોડવા પર પણ પ્રતિબંધ છે જેથી તે અંગે પણ સચેત રહેવું. ગાર્ડનમાં રહેલા ફૂલ પર્યટકો માટે ફક્ત જોવા સારું જ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત