વિઝા વગર, એ પણ સાવ ઓછા ખર્ચામાં ફરી લો આ 5 દેશ, જ્યાં આવશે શોપિંગથી લઇને આટલી બધી મજા

જો તમે આપણા દેશમાંથી બહાર બીજા દેશમાં ફરવા જવા માંગતા હોય તો એ માટે તમને વિઝાની જરૂર પડે છે. ઘણીવાર એવું પણ બને છે કે સમય પર વિઝા ન મળવાના કારણે તમારે તમારી વિદેશયાત્રા કેન્સલ પણ કરવી પડે છે. એટલે આજે અમે તમને અમુક એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યાં જવા માટે વિઝાની જરૂર નથી પડતી.

image source

થાઈલેન્ડ.

image source

અહીંયા પ્રવાસીઓને વિઝા ઓન અરાઈવલ આપવામા આવે છે. હરવા ફરવાની દ્રષ્ટિએ પણ આ દેશ ટુરિસ્ટ્સમાં ખૂબ જ લોકપ્રિય છે અહીંયાના ટ્રોપિકલ બીચ, રોયલ પેલેસ અને ભગવાન બુદ્ધનું મંદિર ખૂબ જ સુંદર અને વિશ્વ પ્રસિદ્ધ છે. થાઈલેન્ડ એક ખૂબ જ સુંદર ડેસ્ટિનેશન છે. ભારતના લોકો મોટી સંખ્યામાં અહીંયા આવે છે.

જમૈકા.

image source

આ દેશમાં જવા માટે ભારતીયોને પહેલેથી વિઝા લેવાની કોઈ જરૂરત નથી હોતી. અહીંયા તમે વિઝા વગર 30 દિવસ સુધી રહી શકો છો. આ સાથે જ આ દેશ ખૂબ જ સસ્તો છે. તમે ખૂબ જ ઓછા પૈસામાં અહીંયા આવીને તમારા વેકેશનનો આનંદ માણી શકો છો. આ કેરેબિયન દેશમાં પહાડ, રેનફોરેસ્ટ અંર રીફ લાઇન્ડ બીચ છે. અહીંયા આવીને તમે ખૂબ જ ઓછી કિંમતમાં નેચરલ બ્યુટીને એક્સપલોર કરી શકો છો.

ફીજી.

image source

તમે વિઝા વગર ફિજીમાં પોતાનું વેકેશન માણી શકો છો. અહીંયા 333 ટ્રોપિકલ આઇલેન્ડ છે. અહીંયાના બીચ અને સ્પાની ચર્ચા આખી દુનિયામાં છે. ફિજીને એક પરફેક્ટ હોલીડે ડેસ્ટિનેશન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયાના બીચ તમારું મન મોહી લેવા માટે કાફી છે. બીચ સિવાય અહીંયા 300થી વધુ આઇલેન્ડ છે. જે તમારા વેકેશનને શાનદાર બનાવવા માટે પૂરતા છે. જો તમે સ્પાના શોખીન હોય તો આનાથી વધુ સારી સગવડ તમને બીજે ક્યાંય નહીં મળે.

માલદીવ.

image source

માલદીવ ભારતીય નાગરિકોને વિઝા ઓન અરાઈવલની સુવિધા આપે છે. એ સરળતાથી મળી જાય છે. બૉલીવુડ સ્ટારનું તો આ ફેવરેટ હોલીડે ડેસ્ટિનેશન છે. ભારતીય પ્રવાસીઓના સૌથી વધુ ગમતા હોલીડે ડેસ્ટિનેશનમાંથી એક માલદીવ પણ છે. અહીંયાના બીચની સુંદરતા દુનિયાભરમાં જાણીતી છે.

જોર્ડન

image source

જોર્ડન ભારતીય નાગરિકોને વિઝા ઓન અરાઈવલની સુવિધા આપે છે. આ દેશ પશ્ચિમ એશિયાના અરબ સામ્રાજ્ય તરીકે જાણીતો છે. અહીંયા ફરવા માટે લગભગ 1 લાખથી વધુ પુરાતત્વ સંબંધિત અને પર્યટનની જગ્યાઓ છે. પેટ્રા અને જેરાશ, જોર્ડનના સૌથી જાણીતા ટુરિસ્ટ એટરેક્શન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત