જલદી કરો! આ સરકારી નોકરીમાં પડી છે બમ્પર ભરતી, જેમાં 10 પાસ હશો તો પણ ચાલશે, આ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

કોરોના મહામારી બાદ લગાવામાં આવેલા લોકડાઉનમાં કારણે વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો છે. એવામાં નવી નોકરી તકો તો દૂર પરંતુ લાખો લોકોને ચાલુ નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો છે. બેરોજગારીનો દર દિવસેને દિવસે વધી રહ્યો છે. એવામાં બેરોજગાર યુવાનો માટે એક સારા સમચાર આવ્યા છે. ભારતીય રેલ્વેમાં મોટી સંખ્યામાં નોકરીની તકો સામે આવી છે. સેન્ટ્રલ રેલ્વે ભરતી બોર્ડે અપરેંટિસના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મુંબઇ, ભુસાવલ, પુના, નાગપુર અને સોલપુર સહિત અન્ય પ્રદેશ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે અંકર્ગત કુલ 2500 પદ પર ભરતી કરવામાં આવશે.

image source

તો સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદાવારોએ 5 માર્ચ સુધી અરજી કરવાની રહેશે. આ પદ પર અરજી કરવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ પોર્ટલ https://www.rrccr.com/Home પર જઈ ઓનલાઇન પોતાનું આવેદન કરી શકે છે. તમને જણાવી દઈએ કે, અરજી કરતા સમયે એ વાતનું ધ્યાન રાખો કે, ફોર્મને પહેલા સારી રીતે વાંચો. કારણ કે, જો ફોર્મમાં કોઈ ભૂલ રહી જશે તો એપ્લીકેશન ફોર્મ રિજેક્ટ કરી દેવામાં આવશે. જેથી ઉમેદવારોએ પહેલા વ્યવસ્થિત અભ્યાસ કર્યા બાદ જ ફોર્મ ભરવું જેથી પાછળનું કોઈ સમસ્યા ન આવે.

image source

તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડની તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ અપરેન્ટિસની પોસ્ટ પર અરજી કરનાર ઉમેદવારને કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાથી 10 પાસ સુધીની કે તેની સમકક્ષ ઓછામાં ઓછા 50 ટકા માર્ક સાથે પાસ આઉટ થયેલ હોવો જોઈએ. આ ઉપરાંત ઉમેદવારની ઉંમર 18થી 24ની વચ્ચે હોવી જોઈએ. તમને જણાવી દઈએ કે અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબ છૂટ આપવામાં આવશે. બીજુ કે આ પોસ્ટ પર આવેદન કરવા માટે ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચુકવવાની રહેશે.

કેવી રીતે પસંદગી ?

image source

જો આ ભરતી પ્રકિયાની વાત કરીએ તો આ પોસ્ટ પર ઓનલાઇન અરજી કરનારા ઉમેદવારોની પસંદગી દસમા ધોરણના મેરિટ- ગુણવત્તાના આધારે કરવામાં આવશે. તો બીજી મહત્વની વાત એ છે કે ઉમેદવારોએ આ વાતનું ધ્યાન રાખવાનું છે કે, તેઓએ હાયર એજ્યુકેશન -ઉચ્ચ શિક્ષણની ડિગ્રી પણ લીધી હોય તો પણ ફક્ત 10મા ધોરણના માર્ક્સને જ ધ્યાનમાં લેવામાં આવશે. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત સાથે જોડાયેલી વધુ માહિતીને ચકાસવા માટે ઉમેદવારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવુ.

ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ – 06 ફેબ્રુઆરી 2021 એ 11 સવારે

ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 05 માર્ચ 2021 સાંજના 5 વાગ્યા સુધી

પુણે માટે જગ્યા

 • કેરેજ અને વેગન ડેપો – 31 પોસ્ટ્સ
 • ડીઝલ લોકો શેડ – 121 પોસ્ટ્સ
image source

ભુસાવાલ માટે જગ્યા

 • ટીએમડબ્લ્યુ નાસિક રોડ – 49 પોસ્ટ્સ
 • કેરેજ અને વેગન ડેપો – 122 પોસ્ટ્સ
 • ઇલેક્ટ્રિક લોકો શેડ, ભુસાવાલ – 80 પોસ્ટ્સ
 • મનમાદ વર્કશોપ – 51 પોસ્ટ્સ
 • ઇલેક્ટ્રિક લોકમોટિવ વર્કશોપ – 118 પોસ્ટ્સ

મુંબઈ માટે જગ્યા

 • સીનિયર ડીઈઈ (ટી.આર.એસ.) કલ્યાણ – 179 પોસ્ટ્સ
 • કુર્લા ડીઝલ શેડ – 60 પોસ્ટ્સ

કેરેજ અને વેગન (કોચિંગ) વાડી બંદર – 258 પોસ્ટ્સ

 • મુંબઈ કલ્યાણ ડીઝલ શેડ – 53 પોસ્ટ્સ
 • માટુંગા વર્કશોપ – 547 પોસ્ટ્સ
 • સીનિયર ડીઈઈ (ટીઆરએસ) કુર્લા – 192 પોસ્ટ્સ
 • એસ એન્ડ ટી વર્કશોપ, બાયકુલા – 60 પોસ્ટ્સ

પરેલ વર્કશોપ – 418 પોસ્ટ્સ

image source

સોલાપુર માટે જગ્યા

 • કેરેજ અને વેગન ડેપો – 58 પોસ્ટ્સ
 • કુર્દુવાડી વર્કશોપ – 21 પોસ્ટ્સ

નાગપુર માટે જગ્યા

 • અજની કેરેજ અને વેગન ડેપો – 66 પોસ્ટ્સ
 • ઇલેક્ટ્રિક લોકો શેડ – 48 પોસ્ટ્સ

શૈક્ષણિક યોગ્યતા

ઉમેદવારે 10મા ધોરણની પરીક્ષા અથવા તેની સમકક્ષ (10 + 2 પરીક્ષા સિસ્ટમ હેઠળ) પાસ કરેલ હોવી જરૂરી છે
આ ઉપરાંત વ્યાવસાયિક તાલીમ માટે રાષ્ટ્રીય કાઉન્સિલ દ્વારા રજૂ કરાયેલ સૂચિત અથવા રાષ્ટ્રીય વ્યાવસાયિક તાલીમ માટે રાષ્ટ્રીય કાઉન્સિલ / વ્યવસાયિક તાલીમ માટે રાજ્ય કાઉન્સિલ દ્વારા પ્રોવિઝનલ સર્ટિફિકેટ

ઉમર મર્યાદા: 18થી 24 વર્ષ

image source

મધ્ય રેલ્વે એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટેની પસંદગી પ્રક્રિયા મેટ્રિકમાં માર્કસ ટકાવારીના આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે (ઓછામાં ઓછા 50 % ગુણ સાથે) + જે ITIના માર્કસ પણ મહત્વના છે,

કેવી રીતે કરશો અરજી ?

image source

ઈચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન ફેબ્રુઆરીથી 05 માર્ચ 2021 સુધી 5 વાગ્યા સુધી, ઓનલાઇન મોડ દ્વારા સેન્ટ્રલ રેલવે ભરતી 2021 માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત ઓનલાઇન અરજી સબમિટ કરતી વખતે, દરેક ઉમેદવારને નોંધણી નંબર આપવામાં આવશે. ઉમેદવારોને પ્રક્રિયાના વધુ તબક્કાઓ / RRC સાથે પત્રવ્યવહાર માટે તેમના નોંધણી નંબરને જાળવવા / નોંધવાની સલાહ આપવામાં આવે છે. આ અંગે અરજી ફી રૂપિયા 100 નક્કી કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!