Site icon News Gujarat

તમે પણ ખરાબ ઈલેક્ટ્રોનિક્સને પસ્તીમાં વેચી દો છો તો થઈ જાઓ સાવધાન, થઈ શકે છે મોટું નુકસાન

ઘણી વાર એવું બને છે કે તમે તમારા ઘરના ખરાબ ઈલેક્ટ્રોનિક્સને નવી ઈલેક્ટ્રોનિક આઈટમ સાથે રિપ્લેસ કરાવવાના બદલે તેને પસ્તીમાં આપવાનું વિચારી દો છો. આ સમયે તમે તેને ફક્ત ભંગાર સમજો છો. અનેક લોકો આવી ભૂલો કરે છે. જો તમે પણ આવું કરવાનું વિચારી રહ્યા છો તો તમારે ખાસ સાવધાની રાખવાની જરૂર રહે છે. ઈલેક્ટ્રોનિક સ્ક્રેપ કારોબારી ગેરકાયદેસર રીતે ચીનને મોકલી દે છે. એવામાં તમારો જે ડેટા તે ડિવાઈસમાં રહેલો છે તે ચીન સુધી પહોંચી જાય છે. અહીં હેકર્સ તમારી જૂની સિસ્ટમમાંથી ડેટાને ચોરી કરી લેતા હોય છે. મોટાભાગના લોકો પોતાના ખરાબ મોબાઈલ ફોન, લેપટોપને પસ્તીમાં વેચી દેતા હોય છે. તો હવેથી તમે આ ભૂલ કરતા પહેલા ધ્યાન રાખી લો તે જરૂરી છે.

શું કહે છે જાણકાર

image source

જાણકારો કહે છે કે આ ખરાબ ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસમાં તમારો ડેટા સેવ રહે છે અને કોઈ પણ ટેકનિકના જાણકાર તમારા ખરાબ ડિવાઈસમાંથી તમારો ડેટા ચોરી લે છે. હાલમાં જ ગાઝિયાબાદના લોનીની પોલિસ અને ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ ટાવર્સથી મોડમ અને નેટવર્ક કાર્ડ ચોરી કરીને ચીન મોકલનારા કેસનો ખુલાસો કર્યો છો. અનેક કેસમાં પકડવામાં આવેલા આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે કબાડી દ્વારા ઈલેક્ટ્રોનિક સ્ક્રેપ ગેરકાયદેસર રીતે ચીન મોકલવામાં આવે છે.

અહીં શું સાવધાની રાખશો

image source

જ્યારે પણ તમે નક્કી કરો છો કે તમારું કોઈ પણ ડિવાઈસ તમારે વાપરવું નથી તો તમે સૌ પહેલા તો તેમાં રહેલો તમારો ડેટા કોઈ સેફ જગ્યાએ કોપી કરી લો અને ડિવાઈસ કામ કરતું બંધ થાય કે તમે તેને આપી દેવાનું નક્કી કરો તે પહેલા તેને યાદથી ફોર્મેટ કરી લો. જેથી કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં તેને વેચે છે તો પણ તમારો ડેટા ક્યાંય લીક થતો નથી. તે ફક્ત ને ફક્ત તમારી પાસે જ રહે છે.

ગંભીર હોઈ શકે છે ઈ વેસ્ટની સમસ્યા

image source

ઉલ્લેખનીય છે કે સૂચના ક્રાંતિના કારણે દુનિયાભરમાં મોટી સંખ્યામાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસનું ઉત્પાદન અને ઉપયોગ થઈ રહ્યો છે. તેના કારણે મોટી સંખ્યામાં ઈ કચરો ભેગા થવાથી પર્યાવરણને પણ નુકસાન થઈ શકે છે.સરકારી આંકડા કહે છે કે દુનિયામાં દર વર્ષે 25-50 મીટ્રિક ટન ઈ વેસ્ટ પેદા થાય છે. આટલી મોટી સંખ્યામાં ઈ કચરો ભેગો થવાના કારણે પર્યાવરણને ભારે નુકસાન થવાની શક્યતા છે. જ્યારે ડેટા ચોરીનો ખતરો વધે છે.

ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસ વેચચી સમયે રાખો ધ્યાન

image source

સૌ પહેલા તો ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસને કબાડીને વેચવાની આદત હોય તો તેને બદલી લો. ન તો તેને સામાન્ય રીતે કચરામાં ફેકો નહીં. જો સીપીયુ પણ વેચી રહ્યા છો તો તેની હાર્ડ ડિસ્કને તોડી લો તે ખાસ જરૂરી છે. કમ્પ્યુટર કે લેપટોપની હાર્ડ ડિસ્ક, રેમ, મધર બોર્ડને કાઢીને પછી તેને વેચો તે જરૂરી બન્યું છે. આમ કરવાથી તમારો ડેટા લીક થવાથી તમે બચાવી શકો છો. આ સિવાય જો તમે મોબાઈલ, ટેબ્લેટ વગેરે ચીજો વેચી રહ્યા છો તો તેને ફોર્મેટ કરીને તેને તોડીને પછી વેચો

Exit mobile version