ગર્ભવતી મહિલાઓએ ઉનાળામાં આ વાતનું રાખવું જોઈએ ખાસ ધ્યાન, નહીં તો થશે નુકશાન

ઉનાળાની ઋતુમાં તમે તેટલું ધ્યાન રાખો ત્વચા ટેન થઈ જ જાય છે. ગરમીમા અથવા બહાર ટ્રિપ પર જતા હોય ત્યારે ત્વચાની ટેન થવી નક્કી છે. ગર્ભાવસ્થા દરમિયાન તાણ અને મોર્નિંગ સિકનેસના ત્વચા પીળી થવા લાગે છે અને ઉનાળામાં ટેનિંગના કારણે તમારી ત્વચા વધુ ખરાબ થઈ શકે છે. ટેનિંગ આપણી ત્વચા માટે સારી નથી હોતી અને ગર્ભાવસ્થામાં ત્વચા પર ટેનનું હોવુ હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે ઉનાળાની ઋતુમાં ગર્ભવતી છો અથવા બહાર ફરવા જઇ રહ્યા છો, તો પહેલા જાણો કે ટેનિંગ તમારા માટે કેટલું જોખમી છે અને તેનાથી ત્વચા પર શું અસર પડે છે.

સનબાથ લેવાનું ટાળવું જોઈએ

image source

સગર્ભાવસ્થા દરમિયાન તડકામાં જવુ અથવા સનબાથ લેવાનું ટાળવું જોઈએ. જો તમારી સેંસેટિવ ત્વચા છે, તો તમારે તડકામાં બિલકુલ બહાર ન આવવું જોઈએ. સૂર્યની અલ્ટ્રાવાયોલેટ રેડિએશન ત્વચાના કેન્સરનું જોખમ વધારે છે અને ત્વચા પર અકાળ કરચલીઓ અને વૃદ્ધત્વના નિશાન લાવી શકે છે. ગર્ભાવસ્થામાં ત્વચા પહેલા કરતાં વધુ સંવેદનશીલ બને છે, તેથી આ સમયે ટેનિંગ થવા પર ત્વચાને થતું નુકસાન બમણું થઈ જાય છે.

ગર્ભાવસ્થા ટેનિંગથી થતા નુકશાન

image source

સૂર્યની યુવી કિરણોથી ત્વચા ટેન થાય છે. તેના વધુ સંપર્કમાં આવવાના કારણે કેટલાક ગેરફાયદા થઈ શકે છે, જેમ કે,

સૂર્યની કિરણોના સંપર્કમાં વધુ રહેવાથી ત્વચાના કેન્સરનું જોખમ વધી જાય છે. યુવી કિરણો ઇલાસ્ટિન અને કોલાજન ફાઈબર્સને તોડી નાખે છે, જેનાથી કરચલીઓ થાય છે. વારંવાર ટેનિંગને લીધે, સ્કિન પર પિગમેંટેશન અને ઘાટા ફોલ્લીઓ ત્વચા પર દેખાવા લાગે છે.

image source

પિંગમેટેશનના કારણે ત્વચા પર ભૂરા રંગના પેચેજ પડવા લાગે છે. ગર્ભાવસ્થા હોર્મોન્સના કારણે પણ આ દેખાવાનું શરૂ થઈ જાય છે અને તકડામાં વધારે રહેવા પર આ સમસ્યા વધી શકે છે. જો તમને મેલાસ્મા છે, તો ટેનિંગથી તમારી સમસ્યા વધી શકે છે.

ટેનિંગથી ગર્ભાવસ્થામાં નુકશાન

image source

ગર્ભાવસ્થા હોર્મોન્સને કારણે ત્વચા સંવેદનશીલ બને છે. સૂર્ય કિરણો ત્વચાને વધુ સંવેદનશીલ બનાવીને ફોટોસેન્સિટિવ રિએક્શન પેદા કરી શકે છે. યુવી કિરણો ફોલિક એસિડને તોડી શકે છે, જે ગર્ભના નર્વસ સિસ્ટમના વિકાસ માટે જરૂરી છે. ગર્ભાવસ્થાના પ્રથમ 6 મહિનામાં સ્કિનના ટેન હોવાના કારણે બાળકમાં ન્યુરલ ટ્યુબ વિકારોની સમસ્યા વધી શકે છે. ઉનાળામાં ટેનિંગને કારણે વધુ પડતો પરસેવો આવે છે અને ડિહાઇડ્રેશનનું જોખમ વધી શકે છે. બીજી બાજુ જો તમે ગર્ભાવસ્થામાં પૂરતું પાણી પીતા નથી, તો પછી શરીરમાં પાણીનો અભાવ થવાનું જોખમ વધુ વધે છે.

સંશોધન શું કહે છે

image source

હવામાન અને વિટામિન ડી જેવા પરિબળો કોઈને કોઈ રીતે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સંબંધિત છે અને ગર્ભાવસ્થા પર તેની અસર થઈ શકે છે. મેડલાઇન, એમ્બ્સ, પ્રોક્યૂસ્ટે, ગ્લોબલ હેલ્થ, ગૂગલ સ્કોલર અને સ્કોપસ જેવી વેબસાઇટ્સ દ્વારા ગર્ભાવસ્થામાં સૂર્ય કિરણોની અસર શોધવા માટે સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.

image source

તેમાં 1985 થી 2017ની વચ્ચે 430 પેપર્સ જોવામા આવ્યા અને તેનાથી સંબંધિત 17 લેખોનો ઉપયોગ કર્યો. આ દર્શાવે છે કે ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિનામાં યુવી કિરણોના સંપર્કમાં આવવાથી ગર્ભના વિકાસને અસર થાય છે અને હાઈ બ્લડ પ્રેશર પણ થઈ શકે છે. જો કે, સંશોધનકારોનું માનવું છે કે યુવી કિરણો ગર્ભના વિકાસમાં ફાયદો કરે છે. પરંતુ હજુ આ મુદ્દા પર મોટા પાયે સંશોધન કરવાની જરૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત