આ જડીબુટ્ટીઓનો ખાસ કરો તમે પણ ઉપયોગ, કોરોના તમારાથી રહેશે દૂર અને ઇમ્યુનિટી વધશે જોરદાર

હાલના સમયમાં કોરોના વાયરસની બીજી લહેર આખા દેશમાં દોડી રહી છે. ત્યારે બધા જ વ્યક્તિઓ ફરીથી કોરોના વાયરસ સંક્રમણનો શિકાર થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ઈમ્યુન સિસ્ટમને મજબુત રાખવી ખુબ જ જરૂરી થઈ જાય છે. મોટાભાગના લોકો એના માટે પોતાના ખાન- પાનમાં અને આયુર્વેદિક જડીબુટ્ટીઓનો વિશ્વાસ કરે છે કેમ કે, આયુર્વેદમાં ઈમ્યુનીટી વધારવા માટે ઘણો મહત્વનો ભાગ માનવામાં આવ્યો છે.

image source

ઉકાળા તરીકે સૌથી વધારે પ્રયોગ અશ્વગંધા, મુલૈઠી અને ગળોનો ઉપયોગ કરવામાં આવે છે આ જડીબુટ્ટીઓ માંથી બનાવવામાં આવેલ
ઉકાળો સારા ઈમ્યુનટી બુસ્ટરનું કામ કરે છે અને આ ઉકાળાની પી લીધા પછી બધી જ વ્યક્તિઓનું ઘણો વધારે ફાયદો પણ થયો છે ચાલો
જાણીએ એના ફાયદાઓ વિષે.

અશ્વગંધાના ફાયદા:

અશ્વગંધાનો ઉપયોગ લાંબા સમયથી કેટલાક રોગોના ઉપચાર કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

image source

ઈમ્યુનીટી વધારવાની સાથે જ અશ્વગંધા બેક્ટેરીયલ ઇન્ફેકશનને અટકાવે છે. શારીરિક નબળાઈને દુર કરે છે અને ડાયાબીટીસ, હાઈ બ્લડપ્રેશરથી લઈને કેન્સર જેવી ગંભીર બીમારીમાં પણ અશ્વગંધાને અસરકારક જણાવવામાં આવે છે. આપ અશ્વગંધાનું સેવન નિયમિત રીતે રાતના સુતા સમયે દુધની સાથે કરી શકો છો.

ગળા અને છાતીના સંક્રમણને દુર કરે છે મુલૈઠી.

image source

શરદી, જુકામ, ખાંસી, ગળામાં ખારાશ જેવા લક્ષણો ને કોરોના વાયરસના લક્ષણો પણ માનવામાં આવી રહ્યા છે. મુલૈઠી આ બધી જ
મુશ્કેલીઓને દુર કરવામાં મદદગાર સાબિત થાય છે. મુલૈઠી એંટીબાયોટિક હોવાની સાથે એંટીઓક્સીડેન્ટથી ભરપુર હોય છે. સંક્રમણને
અટકાવવા સિવાય મુલૈઠી શ્વસન સંબંધી સમસ્યાઓને દુર કરવામાં મદદગાર સાબિત થાય છે. મુલૈઠી ફેફસામાં જકડાઈ ગયેલ કફને પણ
બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. આપે મુલૈઠીને એક ગ્લાસ પાણીમાં ઉકાળવું અને જયારે આ પાણી ઉકળીને અડધો ગ્લાસ રહી જાય ત્યારે તેને ગાળીને ચાની જેમ પી લેવું.

તાવમાં રાહત આપે છે ગળો.

image source

ગળોને આયુર્વેદમાં ચમત્કારિક ઔષધિ માનવામાં આવે છે. ઈમ્યુન સિસ્ટમને તંદુરસ્ત કરવાની સાથે જ ગળાનો પ્રયોગ તાવને ઉતારવા માટે
પણ કરવામાં આવે છે. ગળાનું સેવન ડાયાબીટીસ, કફ, એસીડીટી, સંધિવા, લિવર, હાર્ટ ડીસીઝથી લઈને કેન્સર સુધીના તમામ દર્દીઓ માટ લાભકારક સાબિત થાય છે. ગળાનો ઉકાળો બનાવવા માટે આપે એક ગ્લાસ પાણીમાં ગળાના ડાળખાંને પીસીને નાખવા જોઈએ. ત્યાર બાદ ગળાને ધીમા તાપે ઉકળવા દેવું. આપે આ ગળાના ઉકાળામાં ચપટી ભરીને હળદર પાઉડર પણ ઉમેરી શકો છો. જયારે આ ઉકાળાનું પાણી અડધું રહી જાય ત્યારે તેને ગાળી લઈને ગરમ ગરમ ચાની જેમ પી લેવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત