તમારા PF અકાઉન્ટમાં કેટલું છે બેલેન્સ? જાણી લો ઘરે બેઠા આ 4 સરળ રીતે..

કોરોના કાળમાં આજકાલ લોકોને પૈસાની ભારે તંગી પડી રહી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં લોકો તેના સેવિંગ અને પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી રહ્યા છે. જો તમને પણ તમારા પીએફ અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની જરૂર પડી રહી હોય અને તમને એ ન ખબર હોય કે તમારા પીએફ અકાઉન્ટમાં કેટલા રૂપિયા છે ? તો તમારે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે તમે ઘર બેઠા જ એક સરળ પ્રક્રિયા દ્વારા એ જાણી શકો છો કે તમારા પીએફ અકાઉન્ટમાં હાલ કેટલા રૂપિયા છે.

ઇપીએફઓ ની વેબસાઈટ પર UAN નંબર દ્વારા જાણકારી મેળવો

image source

પીએફ એકાઉન્ટમાં બેલેન્સ ચેક કરવા માટે યુનિવર્સલ અકાઉન્ટ નંબર એટલે કે UAN એક્ટિવેટ હોવું જરૂરી છે. આ પ્રક્રિયા પુરી થયા બાદ તમારે ઇપીએફઓ ની વેબસાઈટ epfindia.gov.in પર વિઝીટ કરવાની રહેશે.

અહીં યુનિવર્સલ અકાઉન્ટ નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ ભરી લોગ ઇન કરવું. ત્યારબાદ ઇપીએફ અકાઉન્ટ ખુલી જશે અને અહીં મેમ્બર આઈડી પર અને પાસબુક પેજ પર જવું. ત્યાં તમે તમારા પીએફ અકાઉન્ટની બેલેન્સ ચેક કરી શકશો.

મિસ્ડ કોલ દ્વારા પીએફ અકાઉન્ટનું બેલેન્સ ચેક કરો

image source

પીએફ ખાતાનું બેલેન્સ ચેક કરવા માટે ઇપીએફઓમાં તમારા રજીસ્ટર્ડ હોય તે મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરવો. આમ કરવાથી ઇપીએફઓ તરફથી તમારા મોબાઈલમાં એક મેસેજ આવશે જેમાં PF નંબર, નામ, જન્મ તારીખ અને પીએફ બેલેન્સની માહિતી હશે.

મેસેજ દ્વારા જાણી શકાય છે સ્ટેટ્સ

image source

પીએફ અકાઉન્ટમાં બેલેન્સનું સ્ટેટ્સ જાણવા માટે તમે એસએમએસ સુવિધાનો લાભ પણ લઈ શકો છો. આ માટે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ પરથી આ સુવિધા માટે ઇપીએફઓ દ્વારા જાહેર કરવામાં નંબર 7738299899 પર મેસેજ મોકલો. આ મેસેજમાં તમારે EPFOHO UAN ENG એમ લખવાનું રહેશે. જો તમે અંગ્રેજીના સ્થાને અન્ય સ્થાનિક ભાષા જેમ કે હિન્દી, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળી ભાષામાં આ માહિતી મેળવવા ઇચ્છતા હોય તો મેસેજના અંતે તે ભાષાના ત્રણ અક્ષરો કેપિટલમાં લખવા.

પીએફ અકાઉન્ટમાં રહેલ બેલેન્સ જાણવા માટે આ સરકારી એપ પણ કામ આવી શકે

image source

ડિજિટલાઈઝેશનના સમયમાં સરકારી કામને સરળ બનાવવા માટે વર્તમાન સરકારે અમુક સમય પહેલા ઉમંગ એપ લોન્ચ કરી હતી. આ એપ દ્વારા પણ તમે તમારું પીએફ અકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકો છો. આ માટે તમારે એમ્પ્લોઈ સેન્ટ્રીક સર્વિસ (employee-centric services) પર અને ત્યારબાદ વ્યુ પાસબુક પર જવાનું રહેશે. અહીં તમે તમારો UAN નંબર અને OTP નાખીને પીએફ અકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!