તમારી રાશિ આ 4માંથી એક છે તો ભૂલથી પણ ના પહેરતા કાચબાની વીંટી, નહિં તો નાની ભૂલથી જીવન થઇ જશે બરબાદ

કાચબાને વિજયનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ અને ફેંગ શુઇ બંનેમાં કાચબાને ઘરમાં રાખવો તેને શુભ માનવામાં આવે છે. જો કે ધાર્મિક દ્રષ્ટિએ પણ કાચબાનું ખાસ મહત્વ છે. ધાર્મિક કથાઓ અનુસાર કાચબો ભગવાન વિષ્ણુનો અવતાર છે અને તે તમારા હોય તો ઘરમાં સુખ અને શાંતિ લાવે છે. આ જ કારણ છે કે ઘણા લોકો તેમના ઘરમાં અનેક પ્રકારની ધાતુના કાચબા રાખે છે. જ્યારે કેટલાક લોકો લાભ મેળવવા માટે કાચબાની બનેલી વીંટી પહેરે છે.

image source

એવું માનવામાં આવે છે કે કાચબાવાળીની વીંટી પહેરવાથી જીવનમાં શાંતિ, સમૃદ્ધિ આવે છે અને ભાગ્યોદય થાય છે. પરંતુ આ લાભ બધા લોકોને મળતો નથી. કેટલીક રાશિ જાતકો એવા હોય છે જેને કાચબાની વીંટી ભૂલથી પણ પહેરવી જોઈએ નહીં. આમ કરવાથી તેમનું ભાગ્ય કમનસીબીમાં બદલી જાય છે. તેથી તેને પહેરતા પહેલા એકવાર કોઈ નિષ્ણાંતની સલાહ લેવાનું રાખો.

image source

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાચબાની વીંટી પહેરવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થાય છે. વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે. પૌરાણિક કથામાં ભગવાન વિષ્ણુના કાચબાના અવતારનો ઉલ્લેખ છે તેથી કાચબાને ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલા માનવામાં આવે છે. તેમના કારણે કુટુંબમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે કાચબાવાળી વીંટી પહેરનારનું નસીબ પણ ખુલી જાય છે અને તે જીવનમાં ખૂબ ઝડપથી પ્રગતિ કરે છે. તેને ધનપ્રાપ્તિ થાય છે અને તે બધા દોષથી મુક્ત થાય છે.

image source

કાચબાવાળી વીંટી આટલા બધા લાભ કરે છે તે જાણી કોઈપણને તેને ધારણ કરી લેવાનું મન થાય. પરંતુ આમ કરવું જોઈએ નહીં. કારણ કે આ વીંટી બધા માટે શુભ નથી. 12 રાશિની જ વાત કરીએ તો 12 રાશિના જાતકો માટે આ વીંટી પહેરવી શુભ નથી. 12માંથી ચાર રાશિ એવી છે જેણે આ વીંટી પહેરવાનું વિચારવું પણ જોઈએ નહીં.

image source

આ ચાર રાશિઓમાં મેષ, વૃશ્ચિક, મીન અને કન્યાનો સમાવેશ થાય છે. આ ચાર રાશિના લોકોએ ક્યારેય આ વીંટી જ્યોતિષ શાસ્ત્રના કોઈ નિષ્ણાંતની સલાહ લીધા વિના ન પહેરવી જોઈએ. નહીં તો તેને પહેરવાથી કારકિર્દીમાં મુશ્કેલી આવી શકે છે, ધંધાને મોટું નુકસાન થઈ શકે છે, પરિવારમાં આર્થિક સંકટ આવી શકે છે અને પરિવારમાં અશાંતિની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!