સાતમ-આઠમની રજાઓ આવી રહી છે નજીક તો ફટાફટ બનાવી લો આ જગ્યાઓ ફરવા જવાનો પ્લાન

મહાબળેશ્વર મહારાષ્ટ્રના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંથી એક છે. આ એક લોકપ્રિય અને સુંદર હિલ સ્ટેશન છે જે સમુદ્રની સપાટીથી 1372 મીટરની ઊંચાઈ પર આવેલું છે. તે પુણેથી લગભગ 123 કિમીના અંતરે આવે છે. મહાબળેશ્વર બ્રિટિશ કાળ દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સીની ઉનાળાની રાજધાની હતું. અહીં તમને ઇતિહાસ વિશે રસપ્રદ માહિતી સાથે નયનરમ્ય દ્રશ્યોનો આનંદ માણવાની તક પણ મળશે. જો તમે આ વખતની રજાઓમાં ફરવા જવાનું વિચારતા હોય તો મહાબળેશ્વરની મુલાકાત લેવાનું વિચારી શકો છો. અહીં તમે કઈ કઈ જોવા લાયક જગ્યાઓએ જઈ શકો છો ચાલો જણાવી દઈએ એ પણ.

મેપ્રો ગાર્ડન

image source

મહાબળેશ્વર-પંચગની માર્ગ પર મહાબળેશ્વરથી 11 કિમી દૂર છે મેપ્રો ગાર્ડન. આ એક લોકપ્રિય જગ્યા છે. જેની મુલાકાત તમારા માટે યાદગાર બની રહેશે. આ જગ્યા સ્ટ્રોબેરીની ઉપજ માટે પ્રખ્યાત છે. સાથે જ અહીં અનેક પ્રકારની ચોકલેટ, સ્ક્વાશ અને ફ્રુટ ક્રશ બધું જ અહીં મળે છે. અહીં ગાર્ડનમાં ચોકલેટ ફેક્ટરી પણ છે અને નર્સરી પણ છે.

લિંગમાલા વોટરફોલ

image source

મહાબળેશ્વરના બસ સ્ટેંડથી 6 કિમી દૂર આવેલું છે આ વોટરફોલ પોઈંટ. તે સમુદ્રની સપાટીી 1278 મીટરની ઊંચાઈ પર છે. અહીં મેન ગેટથી 1.5 કિમી ચાલીને જવું પડે છે. ત્યારબાદ તમને શાનદાર વોટરફોલનો નજારો જોવા મળે છે. આ વોટરફોલ પોઈંટ મહાબળેશ્વર જતા પ્રવાસીઓ માટે પ્રિય જગ્યા છે.

વેન્ના તળાવ

image source

મહાબળેશ્વરના બસ સ્ટેંડથી 3 કિલોમીટર દૂર આવેલું છે માનવ નિર્મિત આ તળાવ અંદાજે 28 એકરના વિસ્તારમાં પથરાયેલું છે. તેનો પરિધ લગભગ 7થી 8 કિલોમીટરનો છે. અહીં ચારે તરફ હરિયાળી અને પ્રાકૃતિક સુંદરતાના કારણે આ સ્થાન શાંતિ અને આનંદનો અનુભવ કરાવે છે. આ જગ્યાએ પ્રવાસીઓ માટે બોટિંગ, ઘોડેસવારી જેવી એક્ટિવીટી કરવાની પણ વ્યવસ્થા છે. અહીં બાળકો માટે પણ ટોય ટ્રેન સહિતની રાઈડ્સ ઉપલબ્ધ છે.

પંચગની

image source

મહાબળેશ્વરથી 18 કિમી દૂર છે પંચગની. મહારાષ્ટ્રના સતારા જિલ્લાનું આ હિલ સ્ટેશન ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય પર્યટન સ્થળ છે. આ શાનદાર હિલ સ્ટેશન પર તમે કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકો છો. અહીં તમે આસપાસ આવેલા નાના નાના ગામોની યાત્રા પણ કરી શકો છો. પૌરાણિક મહત્વ ધરાવતા આ સ્થળ પર જઈ તમે ચોક્કસથી રિલેક્સ થઈ જશો.

સનસેટ પોઈંટ

image source

મુંબઈ પોઈંટ તરીકે જાણીતી આ જગ્યાએ સાંજના સમયમે પ્રવાસીઓ એકત્ર થાય છે. આ સ્થાન મહાબળેશ્વરથી 3 કિમી દૂર છે. આ મહાબળેશ્વરની લોકપ્રિય જગ્યાઓમાંથી એક છે.