જો તમારી પાસે કોરોના વેક્સિનનું સર્ટીફીકેટ છે તો ના કરતા આ ભૂલ, નહિં તો સરકાર તરફથી…

દેશમાં કોરોના વાયરસ સંક્રમણનો કહેર હજી પણ ચાલુ જ છે. એનાથી છુટકારો મેળવવા માટે વેક્સિનેશન પ્રક્રિયા પણ ચાલી રહી છે. વેક્સિનેશન કરાવ્યા પછી સરકાર તરફથી એને લઈને સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે. આ સર્ટીફીકેટ એવા નાગરિકોને આપવામાં આવે છે જે નાગરિકોને કોરોના વાયરસ વેક્સિનના બંને ડોઝ લઈ લેવામાં આવ્યા હોય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વેક્સિનેશન સર્ટીફીકેટને પોસ્ટ કરનાર નાગરિકોને સરકાર તરફથી ચેતવણી આપી દેવામાં આવી છે.

image source

કેટલાક નાગરિકોના કોરોના વાયરસની વેક્સિન લઈ લીધા બાદ સર્ટીફીકેટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી દેતા હોય છે. સરકારએ એને લઈને ચેતવણી લાગુ કરી દીધી છે. માઈક્રો- બ્લોગિંગ વેબસાઈટ Twitter પર સરકારનું કહેવું છે કે, Covid- 19 વેક્સિન સર્ટીફીકેટને ઓનલાઈન પોસ્ટ કરવું નહી.

image source

ટ્વીટર પોસ્ટમાં જણાવ્યા મુજબ, આ સર્ટીફીકેટમાં આપની પર્સનલ ડીટેલ્સ જેમ કે,નામ, ઉમર, જેન્ડર વગેરે માહિતી સામેલ હોય છે. આ માહિતીનો ઉપયોગ કરીને ફ્રોડસ્ટર્સ આપની સાથે છેતરપીંડી કરી શકે છે. આ ટ્વીટને ઓફીશીયલ ટ્વીટર હેન્ડલ Cyber Dost તરફથી ટ્વીટ કરવામાં આવી છે.

Cyber Dost ટ્વીટર હેન્ડલને ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સંચાલન કરવામાં આવે છે. આ ટ્વીટ મુજબ વેક્સિનેશન સર્ટીફીકેટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવાથી સાઈબર ફ્રોડસ્ટર્સ વેક્સિનેશન સર્ટીફીકેટનો દુરઉપયોગ કરી શકે છે. આપને જણાવી દઈએ કે, દેશમાં હજી પણ સાઈબર ક્રાઈમને સંબંધિત ઘણી બધી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આવી પરિસ્થિતિમાં ફક્ત વેક્સિનેશન સર્ટીફીકેટ જ નહી પરંતુ એવી કોઈ પણ વસ્તુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરશો નહી જેનાથી આપની પર્સનલ ડીટેલ્સ પબ્લિક થઈ જાય.

image source

કોરોના વાયરસની વેક્સિનના બંને ડોઝ લઈ લીધા બાદ જ સરકાર તરફથી વેક્સિનેશન સર્ટીફીકેટ આપી દેવામાં આવે છે. આ વેક્સિનેશન સર્ટીફીકેટમાં વેક્સિનના ડોઝ સિવાય અન્ય માહિતી પણ ઉપલબ્ધ હોય છે. આ કોરોના વાયરસનું વેક્સિનેશન સર્ટીફીકેટ આપને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ટ્રાવેલિંગ જેવી કેટલીક બાબતોમાં ઉપયોગી થઈ શકે છે. આપ કોરોના વાયરસના વેક્સિનેશન સર્ટીફીકેટને CoWin ની વેબસાઈટ કે પછી Aarogya Setu એપ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

image source

દેશમાં હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીની વિરુદ્ધ આ વખતે સૌથી મહત્વનું હથીયાર છે કોરોના વાયરસની વેક્સિન મુકાવવી. આવી પરિસ્થિતિ હાલમાં ચાલી રહેલ વેક્સિનેશન અભિયાન હેઠળ ભારતના કેટલાક નાગરિકોને વેક્સિનેશન સર્ટીફીકેટ આપી દેવામાં આવ્યા છે જેમાંથી ઘણા બધા લોકોએ પોતાનું વેક્સિનેશન સર્ટીફીકેટને ઓનલાઈન પોસ્ટ કરી દે છે. જેનો દુર ઉપયોગ સાઈબર ફ્રોડસ્ટર્સ દ્વારા કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!