જો તમારી પાસે આ ટિકિટ હશે તો પણ તમે કરી શકશો ટ્રેનની મુસાફરી, જાણી લો ભારતીય રેલ્વેના જરૂરી નિયમો

ટ્રેનથી મુસાફરી કરનારા યાત્રીઓ માટે હવે સારા સમાચાર આવ્યા છે. ભારતીય રેલ્વેએ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે અને તેના કારણે યાત્રીઓને માટે કેટલીક વાતો સરળ બની છે. થોડા સમય પહેલા ટ્રેનથી મુસાફરી કરવા માટે તમારે રિઝર્વેશન લેવાની જરૂર રહેતી હતી. રિઝર્વેશન 2 રીતે કરવામા આવતા હતા. પહેલું ટિકિટ રિઝર્વેશન ટિકિટ બારીથી અને બીજી રીતમાં ઓનલાઈન રીતે ટિકિટ બુકિંગ કરવામાં આવતું. પરંતુ લોકોને તકલીફ ત્યારે થતી કે અચાનક કોઈ કામથી યાત્રા કરવી હોય તો રિઝર્વેશન મળતું નહીં. એવામાં લોકો તત્કાલ ટિકિટ બુકિંગનો વિકલ્પ પસંદ કરતા. આજે અમે આપને જણાવી રહ્યા છીએ અન્ય વિકલ્પ જેમાં તમે પ્લેટફોર્મ ટિકિટ લઈને પણ મુસાફરી કરી શકો છો.

પ્લેટફોર્મ ટિકિટની મદદથી કરી શકાશે મુસાફરી

image source

જો તમારી પાસે ટ્રેનમાં જવા માટે રિઝર્વેશન ટિકિટ નથી અને તમે પ્લેટફોર્મ ટિકિટ લઈને જ ટ્રેનમાં બેસી ગયા છો તો હવે તમારે તેને માટે ચિંતા કરવાની જરૂર નથી. તમે ખૂબ જ સરળતાથી ટિકિટ ચેકર પાસે જઈને તમારી ટિકિટ બનાવડાવી શકો છો. આ નિયમ રેલ્વેએ બનાવ્યો છે. પ્લેટફોર્મ ટિકિટ લઈને ટ્રેનમાં ચઢી શકાશે અને મુસાફરી પણ કરી શકાશે. કરવાનું એટલું રહેશે કે ટ્રેનમાં બેઠા બાદ તમારે ટીટીને મળીને તમારી ટિકિટ લેવાની રહેશે.

યાત્રા પહેલા જાણી લો આ નિયમ પણ

image source

અનેક વાર સીટ ખાલી નહીં હોય તો ટીટી તમને રિઝર્વ સીટ આપવાની મનાઈ કરી શકે છે પરંતુ યાત્રા કરવાથી રોકી શકશે નહીં. જો તમારી પાસે રિઝર્વેશન નથી તો એવી સ્થિતિમાં યાત્રી પાસેથી 250 રૂપિયા પેનલ્ટી અને યાત્રાનું ભાડુ દંડ રૂપે વસૂલવામાં આવે છે. રેલ્વેના જરૂરી નિયમ જે તમારે યાત્રા કરતા પહેલા જાણી લેવા જરૂરી છે.

પ્લેટફોર્મ ટિકિટ

image source

પ્લેટફોર્મ ટિકિટ યાત્રીને ટ્રેનમાં ચઢવાની પરમિશન આપે છે. તેની સાથે યાત્રીને એ સ્ટેશનથી ભાડુ ચૂકવવાનું રહે છે જ્યાંથી તેણે પ્લેટફોર્મ ટિકિટ લીધી છે. ભાડુ વસૂલતી સમયે ડિપાર્ચર સ્ટેશન પણ તે જ સ્ટેશનને મનાશે જ્યાંની પ્લેટફોર્મ ટિકિટ હશે. આ સાથે સૌથી મોટી વાત એ છે કે યાત્રી પાસેથી ભાડુ પણ તે શ્રેણી માટે લેવામાં આવશે જેમાં તે મુસાફરી કરી રહ્યો છે.

સીટ ક્યાં સુધી તમારી રહેશે

image source

જો કોઈ કારણ સર તમારી ટ્રેન છૂટી ગઈ છે તો ટીટીઈ આવનારા 2 સ્ટેશન સુધી તમારી સીટને કોઈને આપી શકશે નહીં. એટલે કે આવનારા 2 સ્ટેશન પર તે ટ્રેનથી પહેલા પહોચીને તમારી ટિકિટ અને તમારી નક્કી સીટ પર મુસાફરી કરી શકો છો. આ માટે તમારે ધ્યાન રાખવાનું છે કે ફક્ત 2 સ્ટેશન. આ પછી તમારી સીટ ટીટીઈ અન્ય કોઈ વ્યક્તિને સંપૂર્ણ મુસાફરી માટે અલોટ કરી શકે છે. એની પર તમારી પાસે ટિકિટ હોવા છતાં કોઈ હક રહેશે નહીં.

ટિકિટ ખોવાઈ જાય તેવી સ્થિતિમાં શું કરશો

image source

જો તમે ઈ ટિકિટ લીધી છે અને ટ્રેનમાં બેઠા બાદ તમને ધ્યાન આવે છે કે તમારી ટિકિટ ખોવાઈ ગઈ છે તો તમે ટિકિટ ચેકરને 50 રૂપિયાની પેનલ્ટી આપીને ટિકિટ મેળવી શકો છો. ધ્યાન રાખો કે યાત્રા પહેલા તમે નક્કી નિયમોનું પાલન કરો. જેથી તમને, ટીટીને કે અન્ય કોઈ વ્યક્તિને તે માટેની અસુવિધા ન રહે.