જો તમારી પાસે આધારકાર્ડ નહિં હોય તો આ સેવાઓનો નહિં મળે લાભ, જાણી લો જલદી તમે પણ

ભારતમાં ડિજિટલ ઇન્ડિયાને સારો એવો પ્રતિસાદ મળતો રહ્યો છે અને અનેક પ્રકારની સરકારી સેવાઓ હવે આંગળીઓના ટેરવે થવા લાગી છે અને લોકોને પણ જે તે કાર્યાલયમાં જઈ ત્યાં લાંબો સમય લાઈનમાં ઉભા રહીને કામ પૂર્ણ કરવામાંથી છૂટકારો મળવા પામ્યો છે.

image source

પરંતુ જો તમે લાયસન્સ અથવા વાહન સાથે જોડાયેલા કામો ઓનલાઇન કરતા હોવ તો આ સમાચાર વાંચવા તમારા માટે જરૂરી છે કારણ કે ભારત સરકાર અમુક નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. હવે ડ્રાઇવિંગ લાયસન્સ ધારકો અને વાહન માલિકોને 16 પ્રકારના ઓનલાઇન કામ કરવા માટે આધાર કાર્ડની જરૂર પડશે.

image source

આ કામોમાં લર્નિંગ લાયસન્સ, ડીએલનું નવીનીકરણ, એડ્રેસ બદલવું, રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર, ઈન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા, સ્થાનાંતરણની નોટિસ અને વાહનને એક માલિકના નામેથી અન્ય માલિકના નામે ચડાવવા માટેની અરજી વગેરેનો સમાવેશ થાય છે.

સડક પરિવહન મંત્રાલયના ડ્રાફ્ટ અનુસાર પોર્ટલના માધ્યમથી વિવિધ ઓનલાઈન સેવાનો લાભ મેળવવા ઇચ્છુક કોઈપણ વ્યક્તિએ આધાર પ્રમાણીકરણમાંથી પસાર થવું પડશે. આધાર પ્રમાણીકરણ થવાના કારણે નકલી ડોક્યુમેન્ટ પર લગામ આવી શકશે.

image source

એક અધિકારીએ જણાવ્યું હતું કે લોકો કોરોના મહામારી બાદથી ઓનલાઇન સેવાનો લાભ ઉઠાવી રહ્યા છે અને વધુ પડતા આ જ વિકલ્પ પસંદ કરે છે. જ્યારે સરકાર પણ આને લોકપ્રિય બનાવવા ઈચ્છે છે અને તેના માટે કેન્દ્ર રાજ્ય સરકારને આ પહેલ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને પ્રોત્સાહન આપવા માટે કહેશે.

image source

સરકારે આ સંદર્ભે લોકો પાસેથી સૂચનો પણ માંગ્યા છે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે જે લોકો આધાર પ્રમાણીકરણ નથી જવા માંગતા એવા લોકોએ ઉપરોક્ત સેવાઓનો લાભ લેવા માટે વ્યક્તિગત રીતે કાર્યાલયની મુલાકાત લેવી પડશે. ઓનલાઇન સેવાઓ માટે આધાર જરૂરી છે.

image source

સરકાર પહેલા પણ આ અંગે સૂચન માંગી ચુકી છે. ઓનલાઇન પ્રક્રિયા દરમિયાન નકલી કામ થવાની શકયતા પણ રહે છે. તેના પર અંકુશ મેળવવા માટે સરકાર ઉપરોક્ત કામગીરી માટે આધાર ફરજીયાત કરી રહી છે જેથી નકલી કામો ન થાય.

સરકારનું એવું માનવું છે કે આધાર પ્રમાણીકરણ નકલી દસ્તાવેજો અને વ્યક્તીઓની ઓળખ કરવા માટે સહાયક બની શકશે જે ભારતમાં સડક સુરક્ષા માટે ભારે અવરોધજનક છે. હવે સરકાર આધાર પ્રમાણીકરણને પ્રોત્સાહન આપશે જેથી વધુમાં વધુ લોકો તેનો લાભ લઇ શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!