જો તમારું બેંક એકાઉન્ટ SBI બેંકમાં છે તો જાણી લો આ માહિતી, હવે આ નવી સુવિધાનો લાભ ઘરે બેઠા જ લઈ શકશો

દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)નાં ગ્રાહકો માટે મહત્વનાં સમાચાર આવ્યાં છે. બેંક આ કોરોનાકાળમાં ગ્રાહકોને ઘરે બેઠાં અનેક સુવિધાઓ આપી રહી છે. હાલમાં એક નવી સુવિધા વિશે બેંકે માહિતી આપી હતી. આ માહિતી મુજબ જો તમે તમારો રજિસ્ટર થયેલ મોબાઇલ નંબર બદલવા માંગતા હોવ તો હવે બેંકે જવાની જરૂર નથી. હવે તમે આ કામ ઘરે બેઠાં જ ખુબ સરળતાથી કરી શકશો. સ્ટેટ બેંક તેના ગ્રાહકોને ઓનલાઇન અને ઓફલાઇન બંને મોબાઇલ નંબર બદલવાની મંજૂરી આપે છે. અહી તમે ઘરે બેઠા બેઠા કેવી રીતે તમારો મોબાઇલ નંબર સરળતાથી બદલી શકો છો તે વિશે માહિતી આપવામાં આવી છે.

image source

મળતી માહિતી મુજબ મોબાઇલ નંબર અપડેટ કરવા માટે તમારે એટીએમ-ડેબિટ-કાર્ડની સાથે એક સક્રિય મોબાઇલ નંબરની મદદથી બદલી શકો છો. આ સિવાય તમે તમારો મોબાઇલ નંબર ઓટીપી દ્વારા પણ બદલી શકશો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલવા માટેની પ્રોસેસ તમને અહીં આપેલ છે. આ સ્ટેપ મુજબ તમે ઘરે બેઠાં જ મોબાઈલ નંબર બદલી શકશો.

>> તમારે પહેલા SBIની વેબસાઇટ પર લોગ ઇન કરવું પડશે.

>> ડાબી બાજુએ નેવિગેશન મેનૂમાંથી માય એકાઉન્ટ્સ એન્ડ પ્રોફાઇલ પર ક્લિક કરો.

>> હવે ડ્રોપ ડાઉન મેનુમાંથી પ્રોફાઇલ વિકલ્પ પર ક્લિક કરો.

image source

>> વ્યક્તિગત વિગતો / મોબાઇલ પર ક્લિક કરો.

>> આ પછી પ્રોફાઇલ પાસવર્ડ દાખલ કરો અને પછી સબમિટ બટન પર ક્લિક કરો.

>> ત્યારબાદ ફક્ત ચેન્જ મોબાઈલ નંબર-ડોમેસ્ટિક (ઓટીપી / એટીએમ / સંપર્ક કેન્દ્ર દ્વારા)ના વિકલ્પ પર ક્લિક કરો.

>> અહીં તમે તમારા પર્સનલ માહિતી-મોબાઇલ નંબર અપડેટ ઓપ્શન મળી જશે.

>> હવે તમારો મોબાઇલ નંબર દાખલ કરો. આ પછી ફરીથી તમારો મોબાઇલ નંબર દાખલ કરો. હવે સબમિટ બટન પર ક્લિક કરો.

image source

>> હવે એક પોપ મેસેજ આવશે. આ મેસેજ પર ક્લિક કરો અને પછી તમારા મોબાઇલ નંબર xxxxxxxxxxxની ખાતરી કરવામાં આવશે.

>> આ પછી ઓકે પર ક્લિક કરો.

>> હવે તમારી સ્ક્રીન પર ત્રણ વિકલ્પો હશે – બંને મોબાઇલ નંબરો પર ઓટીપી દ્વારા કે એટીએમ દ્વારા ઇન્ટરનેટ બેંકિંગ વિનંતી મંજૂરી અને સંપર્ક કેન્દ્ર દ્વારા મંજૂરી માંગવામાં આવશે તે આપો.

>>આ બાદ તમે બંને નંબર પર પ્રાપ્ત કરેલા ઓટીપી દ્વારા ઘરે બેઠા તમારો મોબાઇલ નંબર બદલી શકો છો.

image source

હવે વાત કરીએ ઓફલાઇન કઈ રીતે તમે મોબાઇલ નંબર બદલી શકશો તે અંગે. મળતી માહિતી મુજબ જો તમે બેંક શાખામાં જઈને તમારો મોબાઇલ નંબર બદલવા માંગતા હોવ તો આ માટે તમને ત્યાં એક એપ્લિકેશન ફોર્મ મળશે. આ સાથે તમારે તમારું ઓળખ પ્રમાણપત્ર આપવું પડશે. આ ફોર્મમાં તમારે બધી વિગતો ભરીને બેંકમાં સબમિટ કરવાની રહેશે જેના પછી તમારો મોબાઇલ નંબર થોડા દિવસોમાં રજિસ્ટર થઈ જશે. બેંક પોતાનાં ગ્રાહકોની સુવિધા માટે બંને રીતે મોબાઈલ નંબર બદલવાની સુવિધા આપવામાં આવી છે.