જો પોસ્ટ ઓફિસમાં તમારું ખાતું હોય તો ખાસ વાંચી લેજો આ સમાચાર, જાણી લો 1 એપ્રિલથી કયો લાગશે ચાર્જ

જો પોસ્ટ ઓફિસમાં આપનું એકાઉન્ટ છે તો આપે લેવા જોઈએ આ સમાચાર, તા. ૧ એપ્રિલ, ૨૦૨૧ના દિવસથી લાગુ કરવામાં આવશે આ ચાર્જ.

image source

જો આપનું એકાઉન્ટ પોસ્ટ ઓફિસમાં છે તો આ સમાચાર આપના માટે ઘણા મહત્વના છે. આજે જ જાણી લેજો નહિ તો આપને નુકસાન પણ થઈ શકે છે.

-પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે મહત્વના સમાચાર.

-તા. ૧ એપ્રિલ, ૨૦૨૧થી લાગુ કરવામાં આવશે નવા નિયમો.

-પોસ્ટ ઓફિસની આ સેવાઓ પર ચાર્જ લેવાના શરૂ થઈ શકે છે.

image source

આપને જણાવી દઈએ કે, તા. ૧ એપ્રિલ, ૨૦૨૧ના દિવસથી પોસ્ટ ઓફિસ પોતાના ગ્રાહકો માટે કેટલાક નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. India Post Payment Banks દ્વારા હવે પૈસા ઉપાડવા માટે, જમા કરાવવા માટે અને AEPS (આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ) પર ચાર્જ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે, પોસ્ટ ઓફિસના એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા માટે અને પૈસા ઉપાડવા માટે
ગ્રાહકે હવે ચાર્જ આપવાનો રહેશે.

બેજીક સેવિંગ એકાઉન્ટ પર કેટલા ચાર્જ લાગુ કરવામાં આવશે?

જો પોસ્ટ ઓફિસમાં આપનુ બેજીક સેવિંગ એકાઉન્ટ છે તો દર મહિને ચારવાર ખાતામાં રહેલ પૈસા ઉપાડી શકો છો જેની પણ કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહિ. પરંતુ જો આપ ચાર વાર કરતાં વધારે વખતલેવડ દેવડ કરવામાં આવશે તો આપે ૨૫ રૂપિયા કે પછી ૦.૫%ચાર્જ વસૂલવામાં આવશે. ત્યાં જ બીજી બાજુ આપ પોતાના એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહિ.

સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ પર કેટલો ચાર્જ વસૂલવામાં આવશે?

image source

જો પોસ્ટ ઓફિસમાં આપનુ સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ છે તો આપ દર મહિને ૨૫ હજાર રૂપિયા સુધીની રકમનો ઉપાડ કરી શકો છો. ૨૫ હજાર રૂપિયા કરતાં વધારે રકમનો ઉપાડ કરવામાં આવશે તો આપને ૨૫ રૂપિયા ચાર્જ લગાવવામાં આવશે ત્યાં જ બીજી બાજુ આપ ૧૦ હજાર રૂપિયા સુધીની રકમ કેશ ડિપોજિટ કરશો તો પોસ્ટ ઓફિસ તરફથી કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહિ. પણ જો
આપ ૧૦ હજાર રૂપિયા કરતાં વધારે પૈસા કેશ ડિપોજીટ કરો છો તો આપને દરેક ટ્રાંજેક્શન પર ઓછામાં ઓછા ૨૫ રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે.

ઈન્ડિયા પોસ્ટ AePS એકાઉન્ટ પર લાગુ કરવામાં આવેલ ચાર્જ

આઈબીબીપી નેટવર્ક પરથી અમર્યાદિત લેવડ- દેવડ કોઈપણ ચાર્જ વગર કરી શકાય છે. પણ નોન- આઈબીબીપી એકાઉન્ટ દ્વારા ફક્ત ત્રણ વાર એક મહિના દરમિયાન નિઃશુલ્ક કરી શકાશે. જો કે, પોસ્ટ ઓફીસ દ્વારા આ નિયમ મિની સ્ટેટમેન્ટ, કેશ ઉપાડવા માટે અને કેશ જમા કરાવવા પર ચાર્જ લાગુ કરવામાં આવ્યા છે. AePS એકાઉન્ટમાં આપ નિઃશુલ્ક મર્યાદા પૂર્ણ થઈ ગયા બાદ પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર
ચાર્જ આપવાનો રહેશે. સીમા પૂર્ણ થઈ ગયા પચી આપ કોઇપણ જમા રકમ પર ૨૦ રૂપિયા ચાર્જ વસુલવામાં આવશે.

મિની સ્ટેટમેન્ટ મેળવવા માટે પણ ચાર્જ વસુલવામાં આવશે.

image source

એટલું જ નહી, જો કોઈ ખાતાધારકને પોતાના એકાઉન્ટનું મિની સ્ટેટમેન્ટ મેળવવાની ઈચ્છા ધરાવે છે તો તેમને પણ મિની સ્ટેટમેન્ટ માટે ૫ રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેશે. જો આપ મર્યાદા સમાપ્ત થઈ ગયા બાદ નાણાકીય લેવડ દેવડ કરશો તો આપને પ્રત્યેક લેવડ દેવડની રકમનો ૧% ચાર્જ આપના એકાઉન્ટ માંથી પોસ્ટ ઓફીસ દ્વારા કાપી લેવામાં આવશે. આ ચાર્જ ઓછામાં ઓછો ૧ રૂપિયાથી લઈને
વધુમાં વધુ ૨૫ રૂપિયા વસુલવામાં આવશે. જો કે, આ ચાર્જ પર જીએસટી અને સેસ પણ લાગુ કરવામાં આવશે.

image source

આ સાથે જ ઈન્ડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, પોસ્ટ ઓફીસ જીડીએસ (ગ્રામીણ ડાક સેવા) શાખાઓ માંથી ઉપાડવામાં આવતી રકમની મર્યાદા વધારી દેવામાં આવી છે. ત્યારે પોસ્ટ ઓફીસ માંથી પહેલા ૫ હજાર રૂપિયાની મર્યાદા વધારીને ૨૦ હજાર કરી દેવામાં આવી છે. આ પગલું ભરવાનો ઉદ્દેશ સમયની સાથે પોસ્ટ ઓફિસમાં જમા રકમમાં વધારો કરવાનો છે. પોસ્ટ ઓફીસના સેવિંગ
એકાઉન્ટમાં ઓછામાં ઓછા ૫૦૦ રૂપિયા હોવા ફરજીયાત છે જો તેના કરતા ઓછી રકમ ખાતા હશે તો ૧૦૦ રૂપિયા ચાર્જ કાપી લેવામાં આવશે. તેમજ એકાઉન્ટમાં પૈસા નહી હોય તો તે એકાઉન્ટને પોસ્ટ ઓફીસ દ્વારા જ ટર્મીનેટ કરી દેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!