Site icon News Gujarat

આ 3 કામને ક્યારેય પણ છોડવા નહિં અધૂરા, નહિં તો ભવિષ્યમાં આવશે રોવાનો વારો, જાણો કેમ

મિત્રો, આપણા ધાર્મિક ગ્રંથોમા એવી અનેકવિધ બાબતોનો ઉલ્લેખ કરવામા આવેલો છે, જે આપણને જીવનનુ યોગ્ય રીતે મેનેજમેન્ટ કેવી રીતે કરવુ તે શીખવે છે. આપણા પૌરાણિક શાસ્ત્રોમા એવી અનેકવિધ બાબતોનો ઉલ્લેખ કરવામા આવેલો છે, જે આપણા જીવન માટે ખુબ જ ઉપયોગી છે.

image source

ભલે આપણા આ પૌરાણિક શાસ્ત્રો અને ગ્રંથો એ પુરાતન કાળમા લખવામા આવેલા છે પરંતુ, હાલ પ્રવતમાન સમયમા પણ જો કોઈ વ્યક્તિ આ શાસ્ત્રોમા દર્શાવેલી બાબતોને પોતાના જીવનમા ઉતારે અને તે મુજબ પોતાના જીવનમા વર્તે તો તેમના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે અને તેમનુ જીવન પણ સરળ બને છે.

image source

આજે આ લેખમા આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગરુડ પુરાણની. આ પુરાણ એ એક પ્રાચીન ગ્રંથ છે. આ ગ્રંથમા વિદ્વાનો દ્વારા અમુક એવી વિશેષ બાબતોનો ઉલ્લેખ કરવામા આવ્યો છે, જેને જાણવી આપણા માટે ખુબ જ અગત્યની છે. આ શાસ્ત્ર આપણને આપણા જીવન સાથે જોડાયેલી ઘણી ગુપ્ત બાબતો વિશે જાગૃત કરે છે અને આપણા માટે તે જાણવું ખૂબ જ જરૂરી છે.

image source

આ ગરુડ પુરાણમા ત્રણ એવા કાર્યો વિશે જણાવવામા આવ્યુ છે કે, જે અધૂરા રહી જાય તો તેના કારણે આપણે ભવિષ્યમા અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો હવે આપણે આગળના આ લેખમા એ જાણીએ કે, એવી તે કઈ ત્રણ બાબતો છે, જે આપણા માટે ખોલી શકે છે મુશ્કેલીઓના દ્વાર.

માંદગી :

image source

જો કોઈ વ્યક્તિ ખુબ જ લાંબા સમયથી બીમાર હોય તો તેણે દવાઓ સાથે આવશ્યક પરેજી પાળીને આ બીમારીને જડમૂળથી દૂર કરવી જોઈએ. આ ઉપરાંત જે લોકો સંપૂર્ણપણે તંદુરસ્ત ના હોય તો પણ દવાઓ લેવાનુ બંધ કરી દે છે અને તેના કારણે ભવિષ્યમા તે લોકો વધારે પડતા બીમાર પડી શકે છે કારણકે, જ્યારે તમે બીમાર હોવ અને તમે દવાનુ સેવન બંધ કરો તો તેના કારણે શરીરમાં અન્ય કોઈ બીમારી પણ જન્મ લે છે અને તે પણ શરીરને અસહ્ય પીડા આપે છે જેથી, તમારુ જીવન ખતરામા પડી શકે છે માટે આવી કોઈ બેદરકારી ના કરતા બીમાર પાડો ત્યારે યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં દવા લેવાનો આગ્રહ રાખો.

અગ્નિ :

image source

જો તમને ક્યારેય પણ કોઈપણ જગ્યાએ અગ્નિ દેખાય તો ત્યા જઈને તેને ઠારવાનો પ્રયાસ અવશ્યપણે કરવો કારણકે, આપણે સૌ આ વાતથી અવગત છીએ કે, અગ્નિની એક નાની એવી ચિનગારી પણ મહાવિનાશ સર્જી શકે છે અને વિકરાળ અગ્નિ લોકોના જીવ અને આસપાસના માલ-સમાનને પણ નુકશાની પહોંચાડી શકે છે.

ઋણ કે ઉધાર :

image source

જો તમે કોઈપણ વ્યક્તિ પાસેથી ઋણ કે ઉધાર લો છો તો તેને તમારે સમયસર ચૂકવી દેવો જોઈએ. જો તમે યોગ્ય સમયે ઋણ કે ઉધાર ચુકવતા નથી તો તેના કારણે વ્યાજ વધે છે અને ઘણીવાર તો ઉધારના કારણે તમારા અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધોમા પણ તિરાડ આવી શકે છે માટે શક્ય બને તેટલુ વહેલુ ઉધાર ચૂકતે કરી દેવુ જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version