Chanakya Niti: આ 5 સંકેત ઘરમાં લાવે છે ગરીબી, દેખાય તો તરત જ થઇ જાવો સાવધાન, નહિં તો…

આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રની રચના કરી છે જેમાં જીવન સાથે સંબંધિત તમામ પાસાઓ વિષે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેટલાક નિષ્ણાતો એવું કહે છે કે, આચર્ય ચાણક્ય, આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક વિષયોમાં ગુઢ જ્ઞાન ધરાવતા હતા. આચાર્ય ચાણક્ય કેવી સ્થિતિમાં ફિલોસોફી અને મુત્સદ્દીગીરીનો કેવી રીતે ઉપયોગ કરવો તેના વિષે પણ જાણતા હતા. આચાર્ય ચાણક્યની ગણના મહાન બુદ્ધિજીવી વ્યક્તિઓમાં થાય છે.

image source

આચાર્ય ચાણક્ય પોતાના નીતિ શાસ્ત્રમાં એવું પણ જણાવ્યું છે કે, ઘરમાં ગરીબી પ્રવેશ કરે છે તેની પહેલા કેટલાક એવા સંકેતો પ્રાપ્ત થાય છે. આપ આ સંકેતોની મદદથી જાણી શકો છો કે, ભવિષ્યમાં આપના ઘરની નાણાકીય સ્થિતિ કેવી રહેવાની છે.?

ઝઘડા થવા:

image source

આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જણાવ્યું છે કે, પરિવારના સભ્યોની મધ્યે ઝઘડા થવા લાગવા ઘરની આર્થિક સ્થિતિ માટે નુકસાનકારક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જે વ્યક્તિઓના ઘરના સભ્યોની મધ્યે ઝઘડા થાય છે તેમના ઘરમાં ધીરે ધીરે દરિદ્રતા પ્રવેશ કરવા લાગે છે. આચાર્ય ચાણક્ય એના વિષે એવું કહે છે કે, પરિવારના દરેક સભ્યોએ ઘરમાં ઝઘડો- કંકાશ થાય તેવી પરિસ્થિતિને હંમેશા ટાળવી જોઈએ.

તુલસીનો છોડ:

image source

આચાર્ય ચાણક્ય જણાવે છે કે, ઘરના આંગણામાં રહેલ તુલસીનો છોડ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. જો આપના ઘરના આંગણામાં રોપવામાં આવેલ તુલસીનો છોડ સુકાઈ જાય છે તો તેનો અર્થ એવો થાય છે કે, આપના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવાની સંભાવના છે. એના ઉપાય વિષે જણાવતા આચાર્ય ચાણક્ય કહે છે કે, જયારે પણ આપના ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે તો આપે સુકાઈ ગયેલ તુલસીના છોડના સ્થાને લીલોછમ તુલસીના છોડને લગાવી દેવો જોઈએ.

કાચનું તૂટવું:

image source

ઘરમાં કાચનું તૂટવું અશુભ માનવામાં આવે છે. નીતિશાસ્ત્રમાં જણાવ્યા મુજબ કાચનું તૂટવું ઘરની આર્થિક સ્થિતિ માટે અશુભ સાબિત થઈ શકે છે. એવું કહેવાય છે કે, જે ઘરમાં કાચ તૂટે છે તે ઘરના સભ્યો પર આર્થિક સંકટ આવવાની શક્યતા વધી જાય છે. આચાર્ય ચાણક્યનું કહેવું છે કે, કાચ અને કાચની વસ્તુઓ ખુબ જ નાજુક હોય છે એટલા માટે આપે કાચનો અને કાચની વસ્તુઓનો ઉપયોગ ખુબ જ સંભાળીને કરવો જોઈએ.

પૂજાપાઠ:

image source

જે પરિવારના સભ્યો દરરોજ નિયમિતપણે પૂજાપાઠ કરતા રહે છે તેમના ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે છે. આચાર્ય ચાણક્ય એવું કહે છે કે, જો આપના ઘર સભ્યો એકાએક પૂજાપાઠ કે ધાર્મિક કાર્યોથી દુર રહેવા લાગે છે તો આપના ઘરમાં આર્થિક સંકટ આવે તેની શક્યતા ઘણી વધી જાય છે.

વડીલોનું સન્માન:

image source

આચાર્ય ચાણક્યએ નીતિશાસ્ત્રમાં જણાવ્યું છે કે, જે ઘરમાં વૃદ્ધો અને વડીલોનું સન્માન થાય છે ત્યાં લક્ષ્મી દેવી વાસ કરે છે. આચાર્ય ચાણક્ય એવું કહે છે કે, જે ઘરના સભ્યો વડીલોનું સન્માન નથી જાળવતા તેમના ઘરની આથિક સ્થિતિમાં ક્યારેય કોઈ સુધારો આવતો નથી એટલા માટે આપે હંમેશા આપનાથી મોટા હોય તેવી વ્યક્તિઓનું માન જાળવવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ