જો તમે આ પાણી પીશો તો વધેલું વજન ઉતરી જશે સડસડાટ, જાણો અને થોડા જ દિવસોમાં રિઝલ્ટ જોઇતું હોય તો આજથી જ પીવા લાગો આ પાણી

આમ તો ધાણાને આપણે બધા જ સારી રીતે જાણીએ છીએ. ભારતીય રસોડામાં તે ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ હોય છે. ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે લીલા ધાણાના પાંદડા એટલેકે કોથમીર વિવિધ પકવાનોના સ્વાદ અને સોડમમાં તો ઉમેરો કરે જ છે પણ સાથે સાથે તેને સુંદર પણ દેખાડે છે. આ ઉપરાંત શું તમે એ જાણો છો કે સુકાધાણાના દાણાનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામા આવે તો તે તમારા સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે. આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે ધાણાના દાણાનો ઉપયોગ કરીને તમે વજન ઘટાડી શકો છો.

સુકાધાણાના દાણાનું પાણી શું હોય છે ?

image source

ધાણા ઔષધીય ગુણોથી ભરેલો મસાલો છે. તે કોરિએન્ડ્રમ સેટિવમ નામના છોડમાંથી આવે છે. પરંપરાગત ઔષધિઓ તરીકે પણ તેનો ઉપયોગ સૈકાઓથી કરવામા આવે છે. ધાણાનું પાણી પાચન અને ભૂખ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. માત્ર એટલુ જ નહીં પણ ધાણાનું પાણી શરીરની સિસ્ટમને ડિટોક્સ કરે છે. તેના કારણે શરીરની બધી જ ગંદકી બહાર નીકળી જાય છે, અને તેનું સેવન કરતાં લોકોને હંમેશા પેટ હળવુ લાગે છે. અને તેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. ધાણાનું પાણી પીવાથી ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓમાં પણ રાહત મળે છે. અને સાથે સાથે તેનાથી ચહેરા પર નિખાર પણ આવે છે. વજન ઘટાડવામાં દાણાનું પાણી ઘણું લાભપ્રદ સાબિત થઈ શકે છે.

કેવી રીતે ધાણાનું પાણી વજન ઘટાડવા માટે લાભપ્રદ છે ?

image source

તમને આગળ જણાવ્યું તેમ ધાણાના બીજમાં કેટલાએ પ્રકારના ઔષધીય ગુણો સમાયેલા હોય છે. અને તેમાના જ ગુણોમાં વજન ઘટાડવાના ગુણનો પણ સમાવેશ થાય છે.

મેટાબોલિઝમ વધારે છે

image source

શાકભાજીઓ માં વાપરવામાં આવતા લીલા કે સૂકા ધાણાને આયુર્વેદમાં ગુણકારી ઔષધી માનવામા આવે છે. તે મેટાબોલિઝમ કાર્યપ્રણાલીને એક્ટિવ કરે છે અને પાચનતંત્રને યોગ્ય બનાવે છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તમને જણાવી દઈએ કે મેટાબોલિઝમ તમારા વજન વધવા તેમજ ઘટવામાં મોટો ભાગ ભજવે છે. જો તે ઝડપી રહેશે તો તે તમારા શરીરમાં ચરબી જમા થવા દેતુ નથી. આ ઉપરાંત ધાણાને એક સારું ડિટોક્સ એજન્ટ પણ માનવામા આવે છે. જે શરીરમાં જમા થયેલી ગંદકી દૂર કરે છે. શરીરના ડિટોક્સિફાઈ થવા અને મેટાબોલિઝમ સ્તરમાં સુધારો થવાથી વજન ઘટે છે.

પાચન ક્રિયા મજબૂત બનાવે છે

image source

ધાણાના પાણીથી વજન તો ઘટે જ છે પણ સાથે સાથે તે તમારી પાચન ક્રિયાને પણ મજબૂત બનાવે છે. ધણાના બીજનુ સેવન કરવાથી પેટમાં બાઇલ એસિડ બને છે જે પાચનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ધાણાના બીજમાં કાર્નેટિવ પ્રભાવ પણ હોય છે, જે ગેસની સમસ્યાથી પણ રાહત આપી શકે છે. આ ઉપરાંત, તે આંતરડામાં હાજર પ્રોટીનને તોડીને ભોજનને પચાવનારા એન્જાઈમને પણ પ્રોત્સાહન આપે છે.

ઓછી કેલોરી

ભારતમાં મસાલાનો ઉપયોગ મોટા પાયે કરવામાં આવે છે. વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે, મસાલા એન્ટીઓક્સીડન્ટથી ભરપૂર હોય છે. તેમાં કેલોરીની પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે. તમે એ જાણતા જ હશો કે વજન ઘટાડવા માટે નિષ્ણાતો હંમેશા ઓછી કેલોરી વાળો ખોરાક ખાવાની સલાહ આપે છે. તે આધાર પર કહી શકાય કે ધાણાના પાણીનું સેવન કરવાથી વજનમાં ઘટાડો થાય છે.

કોલેસ્ટ્રોલ ઓછું કરે છે

image source

ધાણાને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ગુણકારી માનવામાં આવે છે. જો ખોરાકનો સ્વાદ વધારનારા ધાણાનો ઉપયોગ જો ઉકાળા તરીકે કરવામા આવે તો તે શરીરમાં જઈ લોહીમાં લિપિડનું સ્તર સંતુલિત કરે છે. તે ખાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલના સ્તરને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલને વધારે છે. આ રીતે વજન ઘટાડવામાં ધાણાનું પાણી કોલેસ્ટ્રોલ ઘટાડીને તમને સ્વસ્થ રાખે છે.

મેદસ્વીતા ઘટાડે છે

ધાણાના પાણીના નિયમિત સેવનથી મેદસ્વીતા દૂર થાય છે. મેદસ્વીતાને દૂર કરવાનો આ ઘરગથ્થુ ઉપાય એક સારો વિકલ્પ છે. ધાણાનું પાણી પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. સંશોધનમાં માનવામાં આવ્યું છે કે કેટલાક મસાલામાં એન્ટિ-ઓબેસિટી પ્રભાવ હોય છે જેમાં ધાણાનો પણ સમાવેશ થાય છે. તે માત્ર વજનને ઘટાડતા જ નથી પણ તેને વધતું રોકવામાં પણ મદદ કરે છે. માટે એ માનવામા આવે છે કે વજન ઘટાડવા માટે ધાણાનુ પાણી એક ચોક્કસ નુસખો સાબિત થઈ શકે છે.

વજન ઘટાડવા માટે આ રીતે ધાણાના પાણીનો ઉપયોગ કરો

image source

તમે ધાણાના પાણીનુ સેવન બે રીતે કરી શકો છો. પહેલા પ્રકારમાં તમારે ત્રણ ચમચી ધાણાના બી અને એક ગ્લાસ પાણી લેવું. હવે તમારે તે ત્રણ ચમચી ધાણાના દાણાને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દેવા. ત્યાર બાદ સવારે ઉઠીને તેને ગાળીને તે પાણી પી જવું. તેનું તમારે ખાલી પેટે સેવન કરવું. રોજ સવારે આ પાણી પી શકાય છે.

image source

હવે તેનો બીજી રીતે ઉપયોગ કરવા માટે તમને 3-4 ચમચી કોથમીરના પાંદડાની જરૂર પડશે, તેની સાથે એક ગ્લાસ પાણી અને લીંબુના રસના 5-6 ટીપાં. હવે તમારે કોથમીરના પાંદડાને મિક્સરમાં નાખી તેને બ્લેન્ડ કરી લેવું. હવે તે પેસ્ટને તમારે હુંફાળા એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી લેવું ત્યાર બાદ તેમાં લીંબુના રસના ટીપાં ઉમેરવા. રેજ સવારે તેનુ સેવન કરવું.

આ વાતનું રાખો ધ્યાન

image source

સામાન્ય રીતે ધાણા ખૂબ જ લાભપ્રદ છે પણ કોઈ પણ વસ્તુનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો નુકસાન પહોંચાડી શકે છે. માટે ધાણાનો ઉપયોગ તમારે યોગ્ય પ્રમાણમાં કરવો જોઈએ. તેનો અતિરેક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

કેટલાક લોકોનું શરીર સેંસીટીવ હોય છે તેમને ધાણાની સુગંધથી પણ એલર્જી હોઈ શકે છે. તો આવા લોકોએ ડોક્ટરની સલાહ બાદ ધાણાને પોતાના ડાયેટમાં લેવા જોઈએ. ધાણાના બીજ બ્લડ શુગરને ઘટાડી શકે છે. તેવામાં જો તમે તેનું વધારે પ્રમાણમાં સેવન કરો તો તમારી બ્લડ શુગર ઘણી વધી શકે છે તેનું ધ્યાન રાખવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત