આ છે એક એવો વ્યવસાય જેમા ૫૦ હજારનુ રોકાણ કરીને મહીને કમાઈ શકો છો ૩૦-૪૦ હજારની આવક…

મિત્રો, હાલ કોરોનાની સમસ્યાના કારણે મોટાભાગના લોકો બેરોજગાર થઇ ચુક્યા છે. અનેકવિધ મોટા કારખાનાઓએ અને અનેકવિધ મોટી કમ્પનીઓએ પોતાના કર્મચારીઓને છુટા કરી દીધા હતા અને જે કર્મચારીઓ જોડાયેલા છે તેમના પગાર પર કપાત મૂકી દીધો હતો. હવે, આવી સ્થિતિમા કોઈપણ વ્યક્તિ કેવી રીતે પોતાના ઘરનુ ગુજરાન ચલાવી શકે?

image source

હાલ, આપણા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા કોરોનાની સ્થિતિને અનુલક્ષીને પોતાના દેશને સ્વાવલંબી બનાવવા માટેનો પ્રણ લીધો છે અને આ માટે તેમણે લોકો માટે અનેકવિધ ઉદ્યોગજગતના દ્વાર ખોલ્યા છે. તેમણે એવી અનેકવિધ યોજનાઓ ભાર પાડી છે કે, જેની સહાયતાથી દરેક વ્યક્તિ પોતાનો વ્યવસાય શરુ કરી અને પોતે સ્વાવલંબી બને એટલે કે તેણે આજીવિકા માટે કોઈ અન્ય વ્યક્તિ પર આધાર રાખવો પડે નહિ.

આજે આ લેખમા અમે તમને એવા જ એક વ્યવસાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેમા ઓછા રોકાણે વ્યક્તિ સારી એવી આવક મેળવી શકે. અમે આજે તમને જે વ્યવસાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેની હાલ બજારમા સૌથી વધુ માંગ છે. તો ચાલો જાણીએ કયો છે આ વ્યવસાય?

image source

જો તમે પોતાનો વ્યવસાય શરુ કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો તમે નાના પાયે ટી-શર્ટ પ્રિન્ટિંગનો વ્યવસાય શરુ કરી શકો છો. હાલ, પ્રવર્તમાન સમયમા બજારમા પ્રિન્ટેડ ટી-શર્ટની માંગ ખુબ જ વધારે પડતી જોવા મળી રહી છે. હાલ, કોઈપણ વ્યક્તિનો જન્મદિવસ હોય કે કોઈ વિશેષ શુભ પ્રસંગ હોય.

image source

લોકો આ વિશેષ પ્રસંગો દરમિયાન તેમના મિત્રો અને વિશેષ લોકોને આ પ્રકારની ભેટ આપવાનું પસંદ કરે છે. આ સિવાય શાળાઓ, કંપનીઓ અને વ્યવસાયિક સંગઠનોમા પણ ઘણા પ્રસંગો પર કસ્ટમાઇઝ્ડ ટી-શર્ટ પ્રિન્ટ કરવામાં આવે છે. એકંદરે આ વ્યવસાયમા યોગ્ય વળતર મેળવવાની અનેકવિધ સંભાવનાઓ છે. તો ચાલો આપણે તેના વિશે હજુ થોડી વધુ માહિતી મેળવીએ.

image source

આ વ્યવસાય અંગેની મુખ્ય બાબત તો એ છે કે, તમે આ વ્યવસાય ખુબ જ ઓછા મૂડી રોકાણની સાથે ઘરેબેઠા પણ શરૂ કરી શકો છો. જો તમે ઈચ્છો તો ૫૦ હજારથી લઈને ૭૦ હજાર રૂપિયાના રોકાણ સાથે ટી-શર્ટ પ્રિન્ટિંગનો વ્યવસાય શરૂ કરી શકો છો. આ રોકાણ દ્વારા તમે મહિને ૩૦-૪૦ હજાર રૂપિયાની કમાણી કરી શકો છો.

image source

આ સિવાય જો તમે ઈચ્છો તો તમે આ વ્યવસાયમા તમારુ રોકાણ વધારીને તમારા વ્યવસાયને આગળ ઘણો વિસ્તૃત કરી શકો છો અને ત્યારબાદ તમારી આવક દર મહિને લાખો રૂપિયાથી માંડીને કરોડો રૂપિયા સુધી પણ પહોંચી શકે છે. તો એકવાર અંગે જરૂર વિચારજો, ધન્યવાદ!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત