જો તમે આ મોટા નુકસાનથી બચવા ઈચ્છો છો તો આ તારીખ પહેલા જ પાન કાર્ડને આધાર સાથે કરી દો લિંક, નહિં તો..જાણી લો નવો નિયમ

જો તમે નવા નિયમ અનુસાર પાન કાર્ડ અને આધાર કાર્ડને હજુ સુધી લિંક કરાવ્યું નથી તો તમે આ કામ ફટાફટ કરાવી લો તે જરૂરી છે. આ માટેની લાસ્ટ ડેટ 30 જૂન નક્કી કરવામાં આવી છે. જો તમે આ તારીખ ચૂકી જશો તો તમારી બેંક ડિપોઝિટ અને સાથે જ RDમાંથી મળતા રિટર્ન પર પણ અસર જોવા મળી શકે છે. આ બંને જગ્યાઓએ તમારે વધારે વ્યાજ અને ટીડીએસ ચૂકવવાનો રહે છે. તો જાણો કે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરી લો છો તો શું અસર થશે.

બમણો ટીડીએસ ભરવો પડી શકે છે

image source

એક્સપર્ટના જણાવ્યા અનુસાર જો કોઈ પણ વ્યક્તિ નક્કી ડેડલાઈન એટલે કે 30 જૂન સુધી પોતાના પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક નથી કરાવી લેતા તો તેઓએ બમણો ટીડીએસ ભરવો પડી શકે છે. આ માટે જરૂરી છે કે મોટા નુકસાનથી બચવા માટે તમે જલ્દી જ તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરી લો. જો નવા નિયમ અનુસાર કોઈ વ્યક્તિની પાસે એક્ટિવ પાન નંબર નથી તો બેંક એફડી અને આરડીમાંથી મળતા વ્યાજ પર 20 ટકાના આધારે ટીડીએસ કાપશે. જેમાં તમને એક વર્ષમાં એફડી અને આરડી પરથી થતી આવક 40000 ની હોય તો તેના પર ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં પણ તેનાથી વધારે આવક હશે તો તમારે 10 ટકા ટીડીએસ આપવો પડી શકે છે. આ રૂપિયા ખોવવાના બદલે યોગ્ય છે કે તમે સરળ ઓનલાઈન પ્રોસેસથી આજે જ તમારું પાન કાર્ડ આધાર સાથે ફટાફટ લિંક કરી લો.

નિયમ અનુસાર કેન્સલ થશે પાન કાર્ડ

image source

ઈન્કમ ટેક્સના નિયમ અનુસાર જો કોઈ પાન કાર્ડ ધારક પાન કાર્ડને નક્કી સમય સુધી એટલે કે 30 જૂન સુધી આધાર કાર્ડ સાથે લિંક કરાવતા નથી તો તેને કેન્સલ કે બિન ઓપરેટિવ જાહેર કરાય છે. આ સિવાય આ તારીખ સુધી તેને લિંક ન કરવા માટે તમારે પેનલ્ટી રૂપે 1000 રૂપિયા પણ ભરવા પડી શકે છે. સરકારે ફાઈનાન્સ બિલની મદદથી 1961માં નવા સેક્શન 234એચમાં આ નિયમ અને દંડની જોગવાઈ કરી હતી.

નહીં કરી શકો નાણાંકીય લેવડ દેવડ

image source

જો તમારું પાન કાર્ડ નક્કી ડેડલાઈન સુધી આધાર સાથે લિંક નહીં થાય તો તેને ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે. આ કારણે તમારે જ્યાં પાન કાર્ડની જરૂર હશે ત્યાં તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં. આ અસર દરેક પ્રકારના બેંકિંગ લેનદેન, મ્યુચ્યુઅલ ફંડ, ડીમેટ ખાતું ખોલવા, નવા બેંક ખાતા ખોલવાના કારણે તેની પર અસર થશે.

એક મેસેજની મદદથી પણ પાન કાર્ડને આધાર સાથે લિંક કરી શકાય છે

image source

જો તમે તમારા પાન કાર્ડથી આધારને લિંક કરવા માંગતા હોય તો તમારે તમારા મોબાઇલ નંબરથી UIDPAN <12-digit Aadhaar> <10-digit PAN> ટાઇપ કરીને 567678 કે 561561 પર મેસેજ મોકલવો પડશે. આ પછી તમારો પાન આધારથી લિંક થવાની સૂચના મળી જશે. અને તમારું કામ સેકંડ્સમાં થઈ જશે. આ માટે તમારે વધારે કોઈ પ્રોસેસ કરવાની પણ જરૂર રહેશે નહીં. ફ્કત 1 મેસેજ તમારું કામ કરી દેશે.

આ સરળ રીતે પાન કાર્ડને આધારથી ઓનલાઈન પ્રોસેસથી કરી લો ફટાફટ લિંક

સૌ પહેલા તો તમારે ઇનકમ ટેક્સની વેબસાઇટ https://incometaxindiaefiling.gov.in પર જવાનું રહેશે.

image source

અહીં તમારી સામે એક હૉમ પેજ ખુલશે.

હૉમ પેજ પર તમને Link Aadhaarનું ઓપ્શન દેખાશે.

તમે આના પર ક્લિક કરો.

આ પછી તમારે તમારો પાન નંબર, આધાર નંબર અને અન્ય જરૂરી જાણકારીઓ ભરવાનો ઓપ્શન દેખાશે.

પુરેપુરી ડિટેલ ભર્યા બાદ કેપ્ચા કૉડ નાંખો.

આ પછી તમારે લિંક આધાર પર ક્લિક કરવાનું રહે છે.

આમ કરતાં જ તમારી સામે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થવાની સૂચના આવી જશે.

બસ થઈ ગયું તમારું કામ.