સિંધવ મીઠું ત્વચા માટે વરદાન છે, ચેહરા પરના ડાઘ-ધબ્બા અને પિમ્પલ્સ જેવી સમસ્યા દૂર કરવા માટે આ રીતે તેનો ઉપયોગ કરો

શું તમે પણ તમારી ત્વચા પરના પિમ્પલ્સ પછી થતાં ડાઘથી પરેશાન છો અને તેને દૂર કરવા માટેના પ્રયાસો કરીને થાકી ગયા છો, તો પછી સિંધવ મીઠું તમારી આ સમસ્યાને ખુબ જ સરળતાથી દૂર કરી શકે છે. જી હા, હવે તમારે સુંદર ત્વચા મેળવવા માટે બજારમાં મોંઘા કોસ્મેટિક્સનો આશરો લેવાની જરૂર નથી. તમે સિંધવ મીઠાથી સ્ક્રબ બનાવીને સુંદર ત્વચા મેળવી શકો છો. સિંધવ મીઠું એક સુંદર સૌંદર્ય ઉત્પાદન છે. તેના ઉપયોગથી ડેડ ત્વચા અને બ્લેકહેડ્સ પણ દૂર થઈ જાય છે અને ચહેરાના ખાડા પણ ઝડપથી ભરાઈ જાય છે. તો ચાલો આપણે જાણીએ કે ત્વચાના દાગ દૂર કરવા માટે સિંધવ મીઠાનો ઉપયોગ કેવી રીતે કરવો.

સિંધવ મીઠું અને ઓટમીલ સ્ક્રબ

image source

ત્વચા માટે સિંધવ મીઠું અને ઓટમીલ સ્ક્રબ ખૂબ જ સારું છે. આ સ્ક્રબ બનાવવા માટે તમે ઓટમીલ અને સિંધવ મીઠું સારી રીતે મિક્સ કરો અને તેમાં લીંબુનો રસ અને બદામના તેલના થોડા ટીપાં મિક્સ કરો. પછી આ સ્ક્રબથી તમારા ચહેરા પર હળવા હાથ વડે સ્ક્રબ કરો. થોડી વાર સ્ક્રબ કર્યા પછી, ચેહરાને હળવા પાણીથી ધોઈ લો.

સિંધવ મીઠું અને ઓલિવ ઓઇલ સ્ક્રબ

image source

ઓલિવ તેલમાં સિંધવ મીઠું મિક્સ કરો અને તેને ચહેરા પર લગાવો આ મિક્ષણ તમારા ચેહરાનો ગ્લો વધારે છે. જો તમારી ત્વચા શુષ્ક છે, તો પછી સિંધવ મીઠું અને ઓલિવ ઓઇલ સ્ક્રબની પેસ્ટ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સ્ક્રબ તમારા ચેહરાનો ભેજ પૂરો પાડે છે.

સિંધવ મીઠું અને લીંબુ સ્ક્રબ

image source

ત્વચાના દાગથી છુટકારો મેળવવા માટે, સિંધવ મીઠામાં લીંબુના થોડા ટીપાં મેળવીને પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટથી તમારા ચહેરાને સ્ક્રબ કરો. અઠવાડિયામાં બે વાર આ કરવાથી તમે સરળતાથી પિમ્પલ્સ, બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ દૂર કરી શકો છો અને તમારો ચેહરો બેદાગ બનાવી શકો છો.

સિંધવ મીઠું અને મધ સ્ક્રબ

image source

સિંધવ મીઠું અને મધનું સ્ક્રબ ત્વચાને બેદાગ અને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે. મધ ટેનિંગને દૂર કરવાનું કામ કરે છે અને ત્વચાને ભેજ પણ પૂરો પાડે છે. આ સ્ક્રબ બનાવવા માટે, એક બાઉલમાં સિંધવ મીઠું નાખો અને તેમાં મધના થોડા ટીપા નાખો. હવે તેને બરાબર મિક્ષ કરી ચહેરા પર લગાવો અને થોડી વાર માટે છોડી દો. જયારે આ પેસ્ટ સુકાય જાય પછી ત્વચાને પાણીથી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરો. તમારા ચેહરા પરની દરેક સમસ્યા દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત