UIDAIએ જાહેર કર્યા ટોલ ફ્રી નંબર, ફટાફટ ફોનમાં કરી લો સેવ, આધાર કાર્ડને લગતી તમામ સમસ્યાઓ ચપટીમાં થઇ જશે દૂર

Aadhaar Card : UIDAI એ ટ્વિટ કરીને માહિતી આપી છે કે આધાર કાર્ડ સાથે જોડાયેલી બધી સમસ્યાઓ એક ફોન કોલથી જ દૂર થઈ શકશે. આ સુવિધા 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ માટે તમારે ફોન કોલ કરવાનો રહેશે.

image source

જો તમને પણ આધાર કાર્ડ સાથે જોડાયેલી કોઈ સમસ્યા હોય તો હવે તમે તમારી સમસ્યાને થોડી વારમાં જ એક ફોન દ્વારા હલ કરી શકશો. UIDAI એ ટ્વિટ કરીને આ બાબતે માહિતી આપી હતી. આ હેલ્પલાઇન નંબર 1947 છે. આ નંબરને યાદ રાખવો પણ સરળ છે કારણ કે આ એ જ વર્ષ છે જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો હતો. આ 1947 નંબર ટોલ ફ્રી છે જે આખું વર્ષ IVRS મોડ પર 24 કલાક ઉપલબ્ધ છે.

આ હેલ્પલાઇન લોકોના આધાર નોંધણી કેન્દ્રો, નોંધણી કરાવ્યા બાદ આધાર નંબરની સ્થિતિ અને અન્ય આધાર કાર્ડ સંબંધિત માહિતી પૂરી પાડશે. એ સિવાય જો કોઈનું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય કે ટપાલ મારફત હજુ સુધી મળ્યું ન હોય તો પણ આ નંબર પર ફોન કરીને પૂછપરછ કરી શકાય છે.

UIDAI એ કર્યું ટ્વિટ

image source

UIDAI ટ્વિટ કરીને આ બાબતે માહિતી આપી હતી. આધાર ઓથોરિટીએ જણાવ્યું કે આધાર હેલ્પલાઇન સપ્તાહના સાતેય દિવસના ચોવીસે કલાક ઉપલબ્ધ રહેશે. 1947 પર કોલ કરવા પર આ સુવિધા IVRS દ્વારા 24×7 ઉપલબ્ધ થઈ શકશે. એજન્ટ સાથે વાત કરવા માટે સોમવારથી શનિવાર સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી તથા રવિવારે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી રાષ્ટ્રીય રજાઓ સિવાય ઉપલબ્ધ રહેશે.

12 ભાષાઓમાં મળશે સુવિધા

આધાર કાર્ડ સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન કરવા માટે UIDAI એ 1947 હેલ્પલાઇન નંબર આપ્યો છે. આ નંબર પર કોલ કરીને તમે તમારી આધાર કાર્ડની સમસ્યા જણાવી શકો છો. આધારની આ સર્વિસ 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ 12 ભાષાઓમાં હિન્દી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડીયા, બંગાળી, આસામી અને ઉર્દુ ભાષાઓનો સમાવેશ થાય છે.

ઈમેલ કરીને પણ કરી શકાય છે ફરિયાદ

image source

તમને જણાવી દઈએ કે તમે ઈમેલ દ્વારા પણ તમારી આધાર કાર્ડની સમસ્યા જણાવી શકો છો. આ માટે તમારે [email protected] પર ઈમેલ કરવાનો રહેશે.

UIDAI ના અધિકારીઓએ આપી માહિતી

નોંધનીય છે કે UIDAI ના અધિકારી આ ઈમેલ આઈડીને સમયાંતરે ચેક કરતા હોય છે અને લોકોની ફરિયાદનું નિવારણ લાવતા હોય છે. ફરિયાદ સેલ ઈમેલ પર જ યુઝરને જવાબ આપી સમસ્યાનું સમાધાન કરે છે.

વેબસાઈટ દ્વારા પણ કરી શકાય છે ફરિયાદ

image source

– આ માટે તમારે સૌ પ્રથમ UIDAI સત્તાવાર વેબસાઈટ https://resident.uidai.gov.in/ પર જવાનું રહે છે.

– અહીં તમને સંપર્ક અને સમર્થન માટે Ask Aadhar પર જવાનું રહેશે.

– અહીં તમે એક એક્ઝિક્યુટિવ સાથે લિંક થઈ જશો જેને તમે તમારી આધાર કાર્ડ સંબંધી સમસ્યા જણાવી શકશો અને તેઓ તમારી સમસ્યાને હલ કરવા મદદ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!