જો તમે પ્રવાસ દરમિયાન રાખશો આ વાતોનું ખાસ ધ્યાન, તો ક્ચારે નહિં બગડે તબિયત

ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણે મુસાફરી કરવા ઘરેથી નીકળી તો જઈએ છીએ પણ આપણી તબિયત સહેજ નાજુક પણ હોય ખાસ કરીને જ્યારે ગ્રુપમાં યાત્રા કરતા હોઈએ છીએ ત્યારે મોટાભાગે આવી સમસ્યા સર્જાતી હોય છે. અમુક વખતે થોડી અમથી તબિયત ખરાબ હોય અને આપણે ગ્રૂપ યાત્રામાંથી ખસી જવાના બદલે અન્યની યાત્રાનો આનંદ ન બગડે તેવા હેતુથી યાત્રા કરી લેતા હોઈએ છીએ.

image source

વળી, ક્યારેક એવું પણ બનતું હોય છે કે યાત્રાની શરૂઆતમાં આપણી તબિયત ખરાબ હોય પણ યાત્રાના આનંદમાં આપણી તબિયત ક્યારે સુધરી જાય એ ખબર જ નથી પડતી. આનાથી વિપરીત ક્યારેક એવું પણ બને કે આપણી તબિયતને કારણે સાથે પ્રવાસ કરનારા અન્ય લોકોને પણ વિના કારણે હેરાન થવું પડે છે. જો કે નાની સ્વાસ્થ સંબંધી ફરિયાદ હોય તો તમે યાત્રા રદ્દ કરવા કે અન્ય સાથી પ્રવાસીને તકલીફમાં મૂકવાને બદલે થોડી સાવચેતી રાખો તો તમે પણ આરામથી યાત્રા કરી શકો છો. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને આવા જ અમુક સાવચેતીના પગલાં વિશે જણાવીશું.

વધારાની દવાઓ સાથે લેવી

image source

જો તમારી તબિયત નાજુક છે તો સૌથી પહેલા યાત્રાએ જતા પહેલા એક વખત ડોક્ટરને મળી તપાસ કરાવી લેવી. ડોકટર જે પણ દવા લખી દે તે દવાઓનું ડિસ્ક્રીપશન તો તમે તમારી સાથે યાત્રાએ લઇ જ જાવ. પરંતુ સાથે જ જે દવા લો તે થોડી વધારે પણ લો. દાખલા તરીકે જો કોઈ દવા દિવસમાં બે વખત લેવાની હોય તો તમે એ દવા ચાર સમય ચાલે તેટલી સંખ્યામાં લઈ લો. જેથી કરીને જો તમારે અન્ય શહેરમાં જવાનું થયું અને ત્યાં એ દવા ન મળે તો તેવી પરિસ્થિતિમાં તમારે હેરાન થવાનું ન રહે.

સાથી મિત્રોને પોતાની તબિયત વિશે સ્પષ્ટ જણાવો

image source

તમે જે લોકો સાથે મુસાફરી કરી રહ્યા છો તે સાથી સભ્યોને એક વખત તમારી તબિયત વિશે સ્પષ્ટ રીતે વાત કરી લો જેથી તમારી સાથે તેઓનો વ્યવહાર અનુકૂળ રીતે રહે. વળી, જો લાંબા અંતરનો પ્રવાસ હોય તો તેઓ તમારે માટે જે પરિસ્થિતિ અને વ્યવસ્થા અનુકૂળ હોય તે મુજબ આયોજન કરી શકે કારણ કે તે એવી વ્યવસ્થા હોય છે જેના વિશે પહેલાથી આયોજન કરવું જરૂરી છે.

ખાવા પીવાની બાબતે રાખો વિશેષ ધ્યાન

image source

જો તમે અસ્વસ્થ છો તો એક વાત તરફ તમારું ખાસ ધ્યાન હોવું જોઈએ. અને તે બાબત તમારા ખાવાપીવાની છે. તમારે પ્રવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું જોઈએ એ વિશે ચોક્કસ રહો. જો તમે પણ તમારા સાથી પ્રવાસી મિત્રો ખાઈ રહ્યા હોય તેવો મસાલેદાર અને ભારે ખોરાક ખાશો તો સ્પષ્ટ છે કે તમારી તબિયત વધુ બગડશે. એટલા માટે સ્વાદની દ્રષ્ટિએ નહીં પણ તમારા સ્વાસ્થ્ય મુજબ જે યોગ્ય ખોરાક હોય તે જ આરોગવો.

ઓનલાઇન માહિતી સાથે રહો અપડેટ

image source

આજકાલ તો ટેકનોલોજી દ્વારા આપણા માટે ઘણી બધી બાબતો સરળ બની ગઈ છે. આથી તમે જે જગ્યાએ ફરવા માટે જઈ રહ્યા છો ત્યાં તમારી સમસ્યા અને રોગ માટેના ડોકટર કોણ છે ? તેના સરનામાં અને સંપર્ક સહિતની વિગતો ઓનલાઇન ચકાસી લેવી અને નોંધી પણ લેવી. જેથી કરીને જો તમારી તબિયત વધુ ખરાબ થાય તો મુશ્કેલ પરિસ્થિતિમાં તે માહિતી ઉપયોગી થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત