ભારતમાં આવેલી આ જગ્યાઓની એકવાર મુલાકાત ચોક્કસ લો, ધરતી પર થશે સ્વર્ગનો અહેસાસ

લગભગ દરેક વ્યક્તિને હરવા ફરવાનો શોખ હોય છે, કોઈક ને વધુ તો કોઈક ને ઓછો. એમાંય જો કુદરતના ખોળે જવાનો મોકો મળે તો તો માણસનું મન પ્રફુલ્લિત થઈ ઉઠે છે. રોજબરોજની જિંદગીમાંથી થોડો સમય બ્રેક લઈ ક્યાંક ફરી આવવું એ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. પણ કોરોના મહામારીના કારણે લગભગ એક વર્ષ સુધી આખી દુનિયામાં આવેલા બધા જ પર્યટક સ્થળો બંધ રહ્યા હતા, પણ હવે ધીમે ધીમે પરિસ્થિતિ પહેલા જેવી થઈ રહી છે. જેથી દેશની આર્થિક વ્યવસ્થાને ફરીથી પાટા પર લાવી શકાય. તો ચાલો જાણી લઈએ ભારતમાં આવેલી એવી અમુક ખાસ જગ્યાઓ વિશે જ્યાં ગયા પછી તમને ધરતી પર જ સ્વર્ગનો અહેસાસ થવા લાગશે. તો જાણી લો આ જગ્યાઓ વિશે અને તરત જ પ્લાન કરી દો ત્યાં ફરવા જવાનો.

તીર્થન વેલી, હિમાચલ પ્રદેશ.

image source

તીર્થન વેલીને હિમાચલ પ્રદેશની સુંદર ઘાટીઓમાંથી એક માનવામાં આવે છે. એની પ્રાકૃતિક સુંદરતા ફક્ત ભારતમાં જ નહીં આખી દુનિયામાં જાણીતી છે. જો તમે પણ શહેરથી દૂર થોડી શાંતિની પળો માણવા માંગતા હોય તો એકવાર તીર્થન વેલી ચોક્કસ ફરી આવજો.

જેસલમેર, રાજસ્થાન.

image source

જેસલમેરને રાજસ્થાનનું ગોલ્ડન સીટી કહેવામાં આવે છે. અહીંયા તમે ઐતિહાસિક શાહી હવેલીઓ જોઈ શકો છો અને ઉંટની સવારીની પણ મજા માણી શકો છો. તમે અહીંયા કેમ્પઇંગ પણ કરી શકો છો જે ખૂબ જ સરસ હોય છે. રણની મુલાકાત લઈ તમે કુદરતની થોડી વધુ નજીક પણ જઈ શકો છો.

અલિબાગ, મહારાષ્ટ્ર.

image source

અલિબાગ મહારાષ્ટ્રના પશ્ચિમી તટ પર અરબ સાગરના કિનારે વસેલું એક નાનકડું શહેર છે. અહીંયા ઘણા બધા ખૂબ જ સુંદર તટ છે જે એકદમ નિર્મળ છે.

image source

અહીંયાના વાતાવરણની તો વાત જ શુ કરવી, વાતવરણ એકદમ ખુશનુમા હોય છે એટલું જ નહિ અહિયાની હવા પણ પ્રદુષણરહિત અને તાજી છે. ફરવાની દ્રષ્ટિએ આ જગ્યા ખૂબ જ શાનદાર છે.

મહાબળેશ્વર, મહારાષ્ટ્ર.

image source

મહાબળેશ્વર એ એક જાણીતું હિલ સ્ટેશન છે જે પોતાની હરિયાળી, પ્રાકૃતિક સુંદરતા અને સ્ટ્રોબેરીની ખેતી માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીંયા મોટી સંખ્યામાં લોકો રજાઓ ગાળવા આવે છે. ગરમીના દિવસોમાં તો અહીંયા લોકોની ભારે ભીડ જોવા મળે છે. કહેવાય છે કે જો તમે મહાબળેશ્વર ગયા હોવ અને તમે સ્ટ્રોબેરી તોડતો ફોટો ન પડાવ્યો હોય તો ત્યાં જવું જ બેકાર છે. તો તમે પણ યાદ રાખજો મહાબળેશ્વર જાવ તો આવો ફોટો અચૂક પડાવી લેજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!