Site icon News Gujarat

જો તમે પણ ગરમીમાં તરબુચ ખાવ છો તો સાવધાન, જાણી લો આ 7 નુકશાન

ઉનાળો આવતાની સાથે બજારમાં તરબૂચની આવક ખૂબ વધી જાય છે. ઉનાળાની ઋતુમાં તરબૂચ સૌથી વધુ ખાવામાં આવે છે. તે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. તેમાં લગભગ 92% પાણીની માત્રા જોવા મળે છે. જોકે ઉનાળામાં તરબૂચનું સેવન કોઈ વરદાનથી ઓછું નથી, પરંતુ શું તમે જાણો છો કે મોટા પ્રમાણમાં તડબૂચ ખાવાથી શરીરને નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ આનાથી થતી સમસ્યાઓ વિશે.

image source

તડબૂચ એક મિઠુ ફળ છે. તેમાં ઘણી બધી નેચરલ સુગર હોય છે. ડાયાબિટીઝના દર્દીઓએ તડબૂચનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તડબૂચ બ્લડ સુગર લેવલ વધારવાનું કામ કરે છે. જોકે તરબૂચ શરીર માટે ફાયદાકારક છે, તેમાં ઉચ ગ્લાઈસેકેમિક ઇન્ડેક્સ (72) હોય છે. તેથી, ડાયાબિટીઝના દર્દીઓએ તરબૂચ ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

image source

તરબૂચને પોટેશિયમનો સમૃદ્ધ સ્રોત માનવામાં આવે છે જે શરીરને ઘણી રીતે સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે ઇલેક્ટ્રોલાઇટ ફંક્શનને જાળવવામાં મદદ કરે છે. હૃદયને સ્વસ્થ રાખવાની સાથે તે હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. જો કે, વધારા પ્રમાણમાં પોટેશિયમ હૃદયની સમસ્યાઓ જેમ કે અનિયમિત ધબકારા, વિક પલ્સ રેટ વગેરે સમસ્યા ઉદભવી શકે છે. તેથી, તરબૂચ સંતુલિત માત્રામાં ખાવા જોઈએ.

image source

તરબૂચમાં પુષ્કળ પાણી અને ડાઈટરી ફાઇબર જોવા મળે છે. પરંતુ તેને વધારે પડતું ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. તરબૂચમાં સોર્બીટોલ નામનો સુગર કમ્પાઉન્ડ હોય છે, જે ડાયેરીયા, પેટનું ફૂલવું, ગેસ જેવી પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે.

નિયમિત રીતે આલ્કોહોલ પીતા વ્યક્તિઓએ તરબૂચનું મોટા પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ. તરબૂચમાં વધુ પ્રમાણમાં લાઇકોપીન હોય છે જે આલ્કોહોલ સાથે પ્રતિક્રિયા આપી શકે છે. આનાથી લીવરમાં સોજો આવવાનું જોખમ રહે છે.

image source

ઓવર ડાઈડ્રેશન એક એવી સ્થિતિ છે જ્યારે તમારા શરીરમાં પાણીની માત્રા વધી જાય છે. આનાથી સોડિયમનું સ્તર ઘટી જાય છે. તરબૂચનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી શરીરમાં પાણીનું સ્તર વધી શકે છે. જો શરીરમાંથી વધારાનું પાણી નીકળતું નથી તો તે લોહીની માત્રામાં વધારોનું કારણ બની શકે છે. આનાથી પગમાં સોજો, થાક, નબળી કિડની અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

image source

ન્યુટ્રિશનિસ્ટ મુજબ, 100 ગ્રામ તરબૂચમાં લગભગ 30 કેલરી હોય છે. પાણીની માત્રા વધારે હોવાને કારણે, તે ખાવામાં હલકુ હોય છે અને તમે પેટ ભરેલુ નહીં અનુભવો. નિષ્ણાતોના મતે, પુખ્ત વયના લોકોએ એક દિવસમાં 300 ગ્રામ તરબૂચનું સેવન કરવું જોઈએ.

image source

ક્યારે તરબૂચ નુકસાન કરશે- તરબૂચ ખાવાનું શરીર માટે હાનિકારક નથી, પરંતુ કોઈપણ ચીજનું વધુ પ્રમાણ નુકસાનકારક હોઈ શકે છે. તેથી તરબૂચ મર્યાદિત માત્રામાં ખાઓ જેથી તમે સ્વસ્થ અને હાઇડ્રેટેડ રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version