નવા ઘરમાં શિફ્ટિંગ સમયે સાથે જ રાખી લો આ 10 ચીજો, ગમે ત્યારે પડશે જરૂર

દરેકને માટે નવું ઘર ખાસ હોય છે. તમે પ્રવેશ કરો છો ત્યારે દસ્તાવેજની સાથે અનેક સપનાં પણ સાથે લઇને જાવ છો. તમે તમારો સામાન પેક કરી લીધો છે પણ તમે એ ચીજોનું લિસ્ટ બનાવ્યું છે જેની તમને પહેલાં જ જરૂર પડી શકે છે. આ સમયે તમારી મદદ માટે અમે કેટલીક ખાસ ચીજોનું લિસ્ટ લાવ્યા છીએ, જે તમને શરૂઆતમાં મદદ કરી શકે છે. આ સસ્તી ચીજો કોઇપણ દુકાને મળી રહે છે. તમે તેને તમારી સાથે રાખશો તો તમારા અનેક કામ સરળ બનશે.

1 रसोई से जुडी चीज़ें:
image source

જાણો નવા ઘરમાં શિફ્ટ થતી સમયે કઇ ચીજો સાથે રાખશો તેની યાદી…

રસોઇ સાથે જોડાયેલી ચીજો

રસોઇમાં વપરાતા વાસણની સાથે એક કેન ઓપનર, અણીદાર ચપ્પૂ અને સાથે લાકડાના ચમચાને પણ રાખો. આ નાની ચીજોની જરૂર તમને ગમે ત્યારે પડી શકે છે.

સાધનો

2 औज़ार:
image source

નવા ઘરમાં જૂની ખીલીઓને કાઢવા માટે અને નવી વસ્તુઓને ટીંગાડવા માટે તમારે ડિસમિસ, હથોડી, ટેપ અને પાનાંની જરૂર પડી શકે છે. તમે આ ચીજોનો યોગ્ય ઉપયોગ કરો. બજારમાં હાલમાં કેટલાક આધુનિક સાધનો પણ મળી રહ્યા છે. તે પણ વાપરી શકો છો.

છોડ

image source

જો તમે હરિયાળી પ્રેમી છો તો તમે તમારા ઘરમાં છોડ લગાવવાનું પસંદ કરશો. ઘરમાં તેની જગ્યા પણ નક્કી કરો. તેની પસંદગી તમારા સમયને ધ્યાનમાં રાખીને કરો તે યોગ્ય છે.

બુક્સ

image source

બાળકો વાળા ઘરમાં સાહિત્યના શોખીનોને માટે ઘરમાં બુક્સ હોવી જરૂરી છે. બુક્સ તમને રીફ્રેશ જ નથી કરતી પણ અનેક નાની મોટી ચીજો શીખવે છે. કેટલીક ખાસ પ્રકારની બુક્સ તમારા મહેમાનોને માટે પણ રાખવી યોગ્ય છે. તે તેમના માટે સારો ટાઇમપાસ બની શકે છે.

બેકિંગ સોડા અને વિનેગર

5 बेकिंग सोडा व विनगर:
image source

ભાડાના મકાનમાં સફાઇ જોવા મળશે એવી આશા ન રાખો, ત્યાં જ્યાં ત્યાં તમને જિદ્દી ડાઘ જોવા મળી શકે છે. બેકિંગ સોડામાં વિનેગર મિક્સ કરીને તેને સાફ કરો. રૂપિયા અન્ય ચીજોની ખરીદી માટે બચાવીને રાખો. તે તમારા કામમાં આવશે.

લાઇટો

6 रोशनी:
image source

કુદરતી હવા ઉજાસની સાથે સાથે તમારે ઇમરજન્સીના સમય માટે લાઇટ સિવાય અન્ય સોર્સ જેમકે ટોર્ચ પણ સાથે રાખવી આવશ્યક છે. તમે મોટાભાગનો સમય હોલમાં વીતાવો છો તો ચેક કરો કે ત્યાં મહત્તમ લાઇટ કઇ રીતે મેળવી શકાય છે. ઘર ઉજાસ વાળું હશે તો આવનાર લોકો પણ ખુશ થશે.

આરામદાયક ઘર

 7 आरामदायक घर:
image source

ઘરમાં એટલી જગ્યા હોવી જોઇએ કે જેમાં તમે ફર્નિચર સરળતાથી રાખી શકો. તમારું ઘર એટલું મોટું ન હોવું જોઇએ કે તમે તકેને સાફ કરતા થાકી જાવ.થાક દૂર કરવા તમે એક ઝપકી લઇ શકો છો. તે કમરને થોડો આરામ આપવા માટે પૂરતું છે.

એકસટેન્શન કોર્ડ

image source

પોતાના બનાવેલા ઘરમાં તમારે આની જરૂર ઓછી પડે છે. પણ જો તમે ભાડાનું ઘર ખરીદી રહ્યા છો તો અને ત્યાં વધારે સ્વીચબોર્ડ નથી તો તમને તેની જરૂર પડી શકે છે. લાઇટ વારેઘડી જતી હોય તો ચાર્જિંગ માટે તમારે વધારે પ્લગની જરૂર રહે છે.

બોક્સ કટર અને બ્લેડ

image source

સામાન ખોલવામાં આવતી મુશ્કેલીથી છૂટકારો મેળવવા માટે એક બોક્સ કટર અને બ્લેડ સાથે રાખો. આના કારણે તમારે કાતર કે ચપ્પુ શોધવાની જરૂર રહેશે નહીં. તે એટલું નાનું હોય છે કે તમે તેને પર્સમાં પણ રાખી શકો છો. સેફ્ટી માટે તેને સાથે રાખીને ચાલવું એ આવશ્યક છે.

રૂપિયા

image source

રૂપિયાની જરૂર ગમે ત્યારે પડી શકે છે. આ માટે તમારી પાસે કેટલીક કેશ રાખો. નવા ઘરની કોઇ ચીજ કામ ન કરે કે તમારી કોઇ ચીજ તૂટી જાય તો એવી સ્થિતિમાં કામ ચલાવવા તમારે અન્ય વિકલ્પ ખરીદવાની આવશ્યકતા રહે છે. શિફ્ટિંગને કારણે તમે ખાવાનું ન બનાવી શકો તો તમારે બહારથી ફૂડ પેકેટ મંગાવવા રૂપિયાની જરૂર પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!