રસોઈની આ ચીજોથી કરી લો બળેલા વાસણને સાફ, ઝડપથી મળશે કામથી રાહત

તમારી રસોઇમાં જો વાસણો ચમકતા હોય તો તમને ગમે છે. પણ જો ખાવાનું બનાવતા આ વાસણો બળી જાય છે તો તેને સાફ કરવાનું કામ તમારા માટે ઘણું મુશ્કેલ હોય છે. તમે તેને ઘસીને થાકી જાવ છો. આ સમયે અમે આપને માટે એવી કેટલીક ટિપ્સ લાવ્યા છીએ જે તમારી મદદ કરી શકે, આ ચીજો તમને તમારી રસોઇમાં સરળતાથી મળી રહે છે. તો રાહ કોની જુઓ છો, લાગી જાઓ ફટાફટ તમારા બળેલા વાસણોને સાફ કરવા.

image source

જાણો કઇ એવી ચીજો છે જેની મદદથી તમે ચપટીમાં તમારા બળેલા વાસણને સાફ કરી શકો છો.

ડુંગળી

image source

એક ડુંગળી લો અને ડુંગળીના નાના ટુકડા કરી તેને કાપીને બળેલા વાસણમાં નાંખો. તેમાં પાણી નાંખીને ગરમ કરો. થોડીવારમાં વાસણ પરથી બળેલી ચીજો ઉખડવા લાગશે અને સાથે જ પાણી પર તરવા લાગશે.

બેકિંગ સોડા

image source

બળેલા વાસણમાં 1 ચમચી બેકિંગ સોડા, 2 ચમચી લીંબુનો રસ અને 2 કપ ગરમ પાણી નાંખો. હવે આ વાસણને તારના કુચડાથી સાફ કરી લો. તે જલ્દી ચમકશે અને તમારી મહેનત પણ ઓછી થશે.

લીંબુનો રસ

नींबू का रस
image source

એક કાચું લીંબુ લો અને વાસણના ડાઘ પર ઘસો. તેમાં 3 કપ ગરમ પાણી નાંખો અને બ્રશથી બળેલા ડાઘ સાફ કરી લો. તે તરત જ સાફ થઈ જશે અને સાથે લીંબુ વાસણની ચિકાશ પણ દૂર કરશે.

મીઠું

नमक
image source

બળેલા વાસણમાં મીઠું અને પાણી નાંખી 5 મિનિટ ઉકાળો. તેને તારના બ્રશથી સાફ કરી લો. તે ચમકશે.

ટામેટાનો રસ

ટામેટાનો રસ અને પાણીને મિક્સ કરીને બળેલા વાસણમાં નાંખો અને તેને ગરમ કરો. આ પાણીને ઉકળવા દો અને તેને બ્રશથી સાફ કરી લો. તેની ચમક પાછી આવી જશે.

આમલીનો રસ

image source

દરેક ઘરની રસોઈમાં આમલી તો મળી જ રહે છે. ચટણી બનાવવા સિવાય બળેલા વાસણને સાફ કરવામાં આમલીનો રસ ઘણી મદદ કરે છે. તે ટામેટાના રસની જેમ કામ કરે છે. તેની ખટાશથી ચિકાશ પણ દૂર થાય છે.

મીઠું

જો તમારા ઘરમાં માટીના વાસણ વાપરવાનો ક્રેઝ છે તો શક્ય છે કે ક્યારેક તેની પર તેલના ડાઘ પડી જાય છે. આ સાથે તેને ડાઘ લાગે તો મીઠું લગાવેલા ભીના કપડાંથી સાફ કરી લેવાથી તે ચમકી જાય છે.

ગેસ સાફ કરવા

ગેસ યૂઝ કરતી સમયે અનેક વાર ચીજો ઉભરાઈ જાય છે કે ઢોળાઈ જાય છે અને તેને સાફ કરવાનું મુશ્કેલ બને છે. આ સમયે તમે તેની પર લીંબુ લગાવીને થોડી વાર રહેવા જો. પછી તેને સાફ કરો. દુર્ગંઘ તો દૂર થશે પણ સાથે જ ગેસ પણ ચમકી જશે અને કોઈ ચિકાશ હશે તો તે પણ ઓછી મહેનતે દૂર થઈ જશે.

આંબલી કે લીંબુના ફૂલ

image source

જો તમારા ઘરમાં એલ્યુમિનિયમના વાસણ વધારે છે અને તેનો ઉપયોગ થાય છે તો શક્ય છે કે એલ્યુમિનિયમના વાસણમાં પીળા ડાઘ કે બળી ગયેલા ડાઘ હોય. આ સમયે તમે તે વાસણમાં પાણી નાંખીને ગરમ કરો, તેમાં આંબલી કે લીંબુના ફૂલ નાંખી, તે પાણીને ગરમ થવા દો. તેનાથી ડાઘ દૂર થશે અને વાસણ ચમકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!