Site icon News Gujarat

જો તમે વારંવાર ટ્રાફિકના નિયમો તોડશો તો મુકાવું પડશે શરમમાં, આ લિસ્ટમાં સરકાર નાખી દેશે તમારું નામ

સડકો પર બેફામ રીતે વાહન ચલાવતા લોકોને તો તમે જોયા જ હશે, આવા લોકો પોતાના જીવની સાથે સાથે સડક પર ચાલતા અન્ય લોકોના જીવ ઓન જોખમમાં મુક્ત હોય છે. સડકો પર ચાલનાર પોતાની આદતથી મજબુર આવા બેફામ ચાલકો માટે સરકાર હવે કંઈક એવું કરવા જઈ રહી છે જેનાથી એમને બધાની સામે શરમમાં મુકાવું પડશે. હા, વારંવાર ટ્રાફિકના નિયમો તોડનાર હવે પોતાની આદત સુધારે એ માટે સરકાર ન્યુ મોટર વહીકલ્સ એક્ટ હેઠળ અમુક નવા પગલાં ભરવા જઇ રહી છે જે હેઠળ એવા લોકોનું નામ બદનામોના લિસ્ટમાં નાખવામાં આવશે, જેનાથી એમને બધાની સામે શરમમાં મુકાવું પડશે કારણ કે આવા ચાલકોના નામને સાર્વજનિક કરવામાં આવશે. બીજા લોકો પણ એમાંથી સબક લેશે.

બદનામોના લિસ્ટમાં આવી જશે નામ.

image source

ન્યુ મોટર વહીકલ્સ એક્ટ અનુસાર રાજ્યના પરિવહન વિભાગ પોતાના પોર્ટલ પર એવા વ્યક્તિઓનું લિસ્ટ મુકશે જે ટ્રાફિક રુલ વારંવાર તોડવાના અપરાધી છે.

image source

જેમ કે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, હાઈ સ્પીડ, રેસિંગ, ખતરનાક ડ્રાઇવિંગ અને એટલે સુધી કે હેલમેટ ન પહેરનાર આમાં સામેલ છે. એક રિપોર્ટ અનુસાર જવાબદાર ડ્રાઇવિંગને પ્રોત્સાહન આપવા માટે નેમ અને શેમને વારંવાર પુનરાવર્તિત કરનાર ચાલકો વિરુદ્ધ આવા પગલાં ભરવામાં આવશે. આવા લોકોનું નામ સાર્વજનિક થશે જે પોતાની જિંદગી સિવાય સડક પર ચાલનાર બીજા લોકો માટે પણ જોખમ પેદા કરે છે.

વાહન માલિકોને બધાની સામે મુકાવું પડશે શરમમાં.

image source

સંશોધિત મોટર વાહન એક્ટ હેઠળ આવા નિયમો વારંવાર તોડનારની બધી ડિટેલ્સ સરકાર પોતાના પોર્ટલ પર સાર્વજનિક કરશે. તો આવા કેસમાં દંડ સાથે જેલમાં પણ મોકલવામાં આવી શકે છે, સાથે જ ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ થશે એ અલગ. એ સિવાય જો અપરાધી ડ્રાઇવિંગ લાયસન્સ રાખવા માટે અયોગ્ય હોય તો એક મહિનાની અંદર અપીલ માટે નહીં જાય

આખી સિસ્ટમ બનશે ઓનલાઇન.

image source

પરિવહન વિભાગ પોતાના પોર્ટલમાં અધિનિયમની કલમ 19(1A) હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલના નામે એક અલગ અનુભાગ બનાવશે. તો નિયમોમાં નવા પરિવર્તનથી લોકોને પરિવહન સંબંધિત સેવાઓનો લાભ લેવામાં સરળતા રહેશે કારણ કે આખી સિસ્ટમ ઓનલાઇન હશે. મેડિકલ સર્ટિફિકેટ આપવું, ડ્રાઇવિંગ લાયસન્સ સરેન્ડર અને નવું બનાવવા માટે આવેદનકર્તાને દોડભાગ નહિ કરવી પડે. એ સિવાય સંશોધિત નિયમો અનુસાર નવા વાહનનું રજિસ્ટ્રેશન સંપૂર્ણપણે ડિલરોનું કામ હશે. એનો અર્થ છે કે આરટીઆ રજિસ્ટ્રેશન માટે પોતાનું વાહન લઈ જવાની જરૂરત નહિ પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version