સ્ટ્રેસથી પરેશાન રહો છો તો કરી લો આ આયુર્વેદિક ઉપાયો, મળશે જલ્દી રાહત

તણાવ અને ચિંતાના કારણે તમે થાક અનુભવો છો અને કોઈ પણ કામ સારી રીતે કરી શકતા નથી. એવામાં તમે તણાવ ઓછો કરવા માટે આયુર્વેદિક ટિપ્સ અપનાવી શકો છો.

image source

તણાવ અને ચિંતા આજકાલ આપણા જીવનના ખાસ અંગ બની ચૂક્યા છે. કોઈ પણ સમયે પોતાને તણાવ મુક્ત રાખવાનું જરૂરી છે. તેની અસર તમારા માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય પર પડવા લાગે છે. જો તમે લાઈફ સ્ટાઈલમાં કેટલાક ફેરફાર કરો છો તો તમે રાહત મેળવી શકો છો. જો તમે સકારાત્મક ઉપાય કરવા ઈચ્છો છો તો તમે રોજ વ્યાયામ કરો, યોગ્ય ખોરાક ખાઓ અને સાથે જ ખુશ રહેવાની કોશિશ કરો. આયુર્વેદની મદદથી પણ તણાવ અને ચિંતાને કંટ્રોલ કરીને રાહત મેળવી શકાય છે. તો જાણો કેટલાક ખાસ ઉપાયો.

માલિશ કરો

image source

આયુર્વેદ અનુસાર તમે સ્ટ્રેસમાં રહો છો તો માલિશ કરવાની આદત રાખો. તેનાથી તમારો સ્ટ્રેસ દૂર થે અને સાથે તેમાં તલનું તેલ તમારી વધારે મદદ કરશો. તે ફાયદો કરે છે. આ સિવાય તમે બદામનું તેલ, આમળાનું તેલ લઈને પણ બોડી મસાજ કે હેડ મસાજ કરી શકો છો. તણાવ કે સ્ટ્રેસને દૂર કરવામાં તે તમારી મદદ કરી શકે છે. આ સિવાય તમે રાતે સૂતા પહેલા પગ પર પણ માલિશ કરો છો તો ફાયદો થાય છે.

પ્રાણાયામ કરો

image source

પ્રાણાયામની સાથે તમે દિવસની શરૂઆત કરી શકો છો. જો તમે એવું ન કરી શકો તેમ હોય તો તમે બ્રીધિંગ એક્સરસાઈઝ પણ કરી શકો છો. તેની મદદથી બ્રેનમાં ઓક્સીજન પહોંચે છે અને દિમાગને રિલેક્સ કરે છે.

કફ વધારનારી ચીજોથી દૂર રહો

image source

ચિંતા અને તણાવ આપણા શરીરમાં વાત દોષથી પણ વધે છે. એવામાં ફ્રાઈ ચીજો, જંક અને ફાસ્ટ ફૂડથી બતો તે જરૂરી છે. ચા અને કોફી પણ શરીરમાં વાત વધારે છે. તેનાથી દૂરી પણ શક્ય હોય ત્યાં સુધી બનાવીને રાખો.

ભોજનમાં સામેલ કરો આ ચીજો

સ્ટ્રેસમાંથી બહાર ન આવી શકો તો આમળાનો મુરબ્બો, અશ્વગંઘા, બ્રાહ્મી ભોજનમાં સામેલ કરો. રાતભર બદામ પાણીમાં પલાળી રાખો અને સવારે દૂધની સાથે સેવન કરો. તેનાથી મન શાંત રહે છે અને તમને રિલેક્સ કરે છે.

ભરપૂર ઊંઘ લો

image source

આયુર્વેદમાં રાતની ઊંઘનું મહત્વ છે. તમે માનસિક, ઈમોશનલ અને ફિઝિકલ ફીલિંગને રિલેક્સ કરવા ઈચ્છો છો તો ઊંઘ લો. બપોરની ઊંઘથી બચો તે જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત