જો પહેલીવાર શિમલા જઇ રહ્યા હોવ તો આ જગ્યાઓએ અચૂક જજો ફરવા, થઇ જશે પૈસા વસુલ

ભારતમાં એવી અનેક જગ્યાઓ છે જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે પહોંચે છે. ઘણા ખરા લોકો પોતાના પરિવારના સભ્યો સાથે ફરવા જવાનું પસંદ કરે છે તો ઘણા લોકો પોતાના મિત્ર મંડળ સાથે ફરવા જવાનું પસંદ કરતાં હોય છે. જો કે છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીને લઈને લગાવવામાં આવેલા નિયંત્રણો અને લોકડાઉનને કારણે લોકો ફરવા જઈ શક્યા નહોતા.

image source

ત્યારબાદ કોરોનાના કેસો ધીમે ધીમે ઘટવા લાગતા મોટાભાગના વિસ્તારોમાં અનલોક શરૂ થઈ ગયું છે. ત્યારે લોકો પણ ફરીથી ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ઘણા લોકો હિમાચલ પ્રદેશમા આવેલા શિમલા ખાતે ફરવા જવાની ઈચ્છા ધરાવતા હોય છે કારણ કે શિમલા એક ખુબસુરત જગ્યા છે અને હાલની સ્થિતિએ અહીંનું વાતાવરણ ઠંડુ અને મનમોહક છે.

જો તમે પણ શિમલા ખાતે ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો અમે તમને શિમલાની અમુક એવી જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે ફરવા માટે જઈ શકો છો.

કૂફરી

image source

જો તમે શિમલા ફરવા માટે ગયા બોય તો તમારે કૂફરી અચૂક જવું જોઈએ. શિમલાથી કૂફરી જવા માટે અંદાજે 15 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. લગભગ એક કલાકમાં તમે શિમલાથી કૂફરી પહોંચી શકો છો. અહીં તમે ઘોડેસવારી, જીપની સવારી માણી શકો છો અને સફરજનના બગીચાઓ જોઈ શકો છો. એ સિવાય તમે અનેક પ્રકારના એડવેન્ચર પણ માણી શકો છો. આ જગ્યા ફોટોગ્રાફી કરવા માટે પણ સારો પોઇન્ટ છે. એ ઉપરાંત શિયાળામાં અહીં બરફવર્ષાનો આનંદ પણ લઇ શકાય છે. સ્વાદની દ્રષ્ટિએ અહીં ખાણી પીણીની અનેક દુકાનો છે.

નારકંડા

image source

શિમલાથી નારકંડાનું અંતર લગભગ 60 કિલોમીટર છે જેને તમે અંદાજે 2 કલાક સુધીની યાત્રા કરીને પહોંચી શકો છો. એવું એટલા માટે કે આ જગ્યા ઘણી ઊંચાઈએ સ્થિત છે અને ચડતો ઢાળ હોવાથી અહીં વાહન ધીમે ચાલે છે. નારકંડામાં તમે બરફવર્ષાનો આનંદ લઈ શકો છો અને અહીં અનેક પ્રકારના એડવેન્ચર પણ કરાવવામાં આવે છે. આ એડવેન્ચરમાં સ્કેટિંગ, જીપ લાઈન વગેરેનો સમાવેશ થાય છે. એ સિવાય તમે અહીં કેમ્પિંગ પણ કરી શકો છો અને અહીંથી થોડા અંતરે આવીને તમે હોમ સ્ટેનો લાભ પણ લઈ શકો છો.

અન્ય લોકલ ફરવાલાયક જગ્યાઓ

image source

શિમલામાં તમે મોલ રોડ ખાતે આંટો મારવા જઈ શકો છો. અહીં વિસ્તૃત માર્કેટ છે જ્યાંથી તમે પસંદગીની ચીજવસ્તુઓ ખરીદી કરી શકો છો. મોલ રોડ પર આગળ જતા તમે અદભુત પ્રાકૃતિક દ્રશ્યો પણ જોવા મળી શકે છે જ્યાં તમે યાદગાર રહી જાય તેવા ફોટાઓ પણ લઈ શકો છો. એ ઉપરાંત તમે અહીંના ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સડ સ્ટડી એટલે કે શિમલા.સમજોતા વાળી જગ્યાએ પણ જઈ શકો છો. જો કે ત્યાં તમારે ટિકિટ લેવી પડે છે. એ સિવાય તમે અહીંના પક્ષીઘર અને આર્મી કેમ્પ ખાતે પણ જઈ શકો છો.