બીજે ક્યાંય જાવો કે ના જાવો, પણ એક વાર જરૂર જજો ભારતની આ 5 જગ્યાઓ પર

સામાન્ય રીતે પ્રવાસ કરવાની વાત આવે તો ઘણા ખરા લોકો સૌથી પહેલા ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડ જેવા સસ્તા દેશો પર પોતાની પસંદગી ઉતારે છે. કારણ કે ત્યાં પ્રાકૃતિક સુંદરતા ધરાવતા અનેક પર્યટન ક્ષેત્રો આવેલા છે. જો કે હરવા ફરવાની દ્રષ્ટિએ આપણા ભારત દેશમાં પણ એવા અનેક સ્થાનો આવેલા છે. ભારતમાં ફક્ત પ્રાચીન અને ઐતિહાસિક ઇમારતો જ પર્યટકોને આકર્ષિત નથી કરતા પરંતુ એવા સ્થાનો પણ છે જ્યાંની સુંદરતા માણવાલાયક છે અને ત્યાં તમે રજાના દિવસો વિતાવી શકો છો. ત્યારે આજના આ ટ્રાવેલ સંબંધિત આર્ટિકલમાં આપણે આવા જ અમુક પ્રખ્યાત સ્થાનો વિશે જાણીશું.

દાર્જિલિંગ

image source

પશ્ચિમ બંગાળનું આ ખુબસુરત શહેર પહાડની ટોચ પર આવેલું છે. આ શહેરનું એક નામ પહાડોની રાણી પણ છે અને એ સિવાય પણ દાર્જિલિંગ શહેર વિશ્વ વિખ્યાત ચા ના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. અહીં આવીને તમને પ્રકૃતિના મનોરમ સુંદરતા ધરાવતા દ્રશ્યો જોવા અને માણવા મળશે. આ જગ્યા એટલી ખુબસુરત છે કે જો તમે અહીંના થોડા ઘણા ફોટા જોઈ લો તો પણ તમને અહીં આવવાનું મન થઇ જશે. ખાસ કરીને અહીંની ટાઇગર હિલ જોવા લાયક છે.

ઉટી

image source

કર્ણાટક અને તમિલનાડુની સરહદ પર વસેલું આ શહેર મુખ્ય રૂપે એક હિલ સ્ટેશન તરીકે જ ઓળખાય છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ જગ્યાNઇ યાત્રા એક યાદગાર પ્રવાસ બની રહે તેવી છે. શિયાળા સિવાય પણ અહીં વર્ષભર વાતાવરણ અનુકૂળ આવે તેવું જ હોય છે. આ જ કારણ છે કે આ જગ્યાએ મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. અહીં તમે ઉટી તળાવ, કાલહટ્ટી જળધોધ, અને કોટાગિરી હિલ જેવા લાજવાબ સ્થાનોએ ફરી શકો છો.

નૈનિતાલ

image source

ઉત્તરાખંડમાં આવેલું નૈનિતાલ ભારતનું એક પ્રખ્યાત પર્યટન સ્થાન અને શહેર છે. નૈનિતાલને ભારતનું લેક ડિસ્ટ્રીકટ એટલે કે તળાવોનો જીલ્લો પણ કહેવામાં આવે છે. અને તેનું કારણ એ છે કે આ શહેર ચારેબાજુએ તળાવોથી ઘેરાયેલુ છે. અહીં નૈનિતાલ તળાવ સિવાય જીમ કારબેટ નેશનલ પાર્ક, સાતતાલ અને નૈના પિક જેવા પ્રખ્યાત સ્થળો પણ છે.

કુલુ મનાલી

image source

આ જગ્યા વિશે તો મોટાભાગના વાંચકો જાણતા જ હશે. હિમાચલના પહાડી વિસ્તારોમાં આવેલું આ એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. અહીં આવીને તમે સ્કીઇંગ, હાઈકિંગ (લાંબી પગપાળા યાત્રા), પર્વતારોહણ, પેરગલાઈડિંગ, રાફટિંગ, ટ્રેકિંગ, કાયાકિંગ અને માઉન્ટન બાઇકિંગનો આનંદ માણી શકો છો. અહીં સોલંગ વેલી, રોહતાંગ દર્રા, ભૃગુ લેક જેવા જોવાલાયક સ્થાનો પણ છે.

ગુલમર્ગ

image source

આ જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનું એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. તેની સુંદરતા એવી છે કે તે અહીં આવનાર પર્યટક માટે યાદગાર અનુભવ બની જાય છે. આ સ્થાન ફૂલોના પ્રદેશ તરીકે પણ પ્રખ્યાત છે. દેશના ટોચના પર્યટન ક્ષેત્રો પૈકી એક એવા ગુલમર્ગની સમુદ્રતટથી ઊંચાઈ 2,730 મીટર છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં અહીં પર્યટકોની ભારે ભીડ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!