કોઈ સોર્સ વગર જો તમે ઘરમાં આટલા રોકડા રાખ્યા છે તો સીધો 137% દંડ ફટકારી દેશે, નવા નિયમો જાણવા ખુબ જરૂરી

ધીરે ધીરે બધાં કામ ડિજિટલ માધ્યમ દ્વારા થવા લાગ્યાં છે. હવે ડિજિટલ કેન્દ્ર તરફ સરકાર વધારે ધ્યાન આપી રહી છે. દેશની ડિજિટલ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન કરવાં માટે અલગ અલગ યોજનાઓ પણ બહાર પાડવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર આ અંગે સતત પગલા લઈ રહી છે. તેથી જ રોકડ વ્યવહાર સાથે સંબંધિત નિયમો વધુ કડક બની રહ્યા છે. આજે અહીં અમે તમને રોકડમાં નાણાંના વ્યવહારથી સંબંધિત તમામ નિયમો વિશે માહિતી આપી રહ્યા છીએ. એક મહત્વની આ સાથે સંકળાયેલી બાબત તમને જણાવી દઈએ કે ઘરમાં રોકડ રાખવાની આમ તો કોઈ પણ મર્યાદા નક્કી નથી. પરંતુ ઘરે રાખેલી રોકડ રકમના સ્રોત વિશેની જાણકારી આપવી મહત્વની છે.

image source

આ વિશે ટેક્સ નિષ્ણાતો કહે છે કે માર્ચ 2020માં કેશ ઇન સર્ક્યુલેશન (વ્યવહારમાં) આશરે 24-25 લાખ કરોડ રૂપિયા હતું. આ પછી જાન્યુઆરી 2021માં તે વધીને રૂ .27 લાખ કરોડની નજીક પહોંચ્યું હતું. આ આંકડાઓ પરથી સીધો મતલબ એ જ છે કે આવકવેરાનાં નિયમો કડક કરવામાં આવ્યા છે. આ સાથે જાણવાં મળી રહ્યું છે કે અનેક પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે. જેના વિશે અહીં સમજાવવામાં આવ્યું છે.

image source

(1) જો તમે 10 હજાર રૂપિયાથી ઉપરના વ્યવસાય માટે રોકડમાં ખર્ચ કરો છો, તો રકમ તમારા નફાની રકમમાં ઉમેરવામાં આવશે.

(2) 2000 રૂપિયાથી વધુનું દાન કે ફાળો આપી શકાતો નથી.

(3) 5000 રૂપિયાથી વધુની રોકડમાં તબીબી ખર્ચ પર કોઈ કર મુક્તિ નથી.

(4) 50 હજાર રૂપિયાથી ઉપરની રકમ વિદેશી વિનિમયમાં જઈને લઈ શકાતી નથી.

(5) 20 હજાર રૂપિયાથી વધુની રોકડ લોન નહીં લઈ શકાય અને જો આ નિયમ ભંગ કરવામાં આવે છે તો તે બદલ દંડ ભરવા પડશે.

(6) 2 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમથી કઈ ખરીદી કરી શકાતી નથી.

(7) બેંકમાંથી 2 કરોડ વધુ રોકડ ઉપાડવા પર ટીડીએસ લાગૂ કરવામાં આવશે.

image source

આ નિયમો પછી લોકોને સવાલ થઈ રહ્યાં છે કે હવે આખરે ઘરમાં કેટલી રોકડ રકમ રાખવાની છુટ છે. આ અંગે ટેક્સ નિષ્ણાંતો દ્વારા મળતી માહિતી મુજબ ઘરમાં રોકડ રાખવા માટે હજી સુધી કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. જો કે એ વાત કહેવામાં આવી રહી છે કે ઘરમાં રાખેલી રોકડ રકમનો સ્રોત શું છે તે કહેવું હવે મહત્વનું બની ગયું છે. આ સાથે જાણવા મળી રહ્યું છે કે જો કોઈ વ્યક્તિ તેના વિશે માહિતી આપી શકતું નથી તો તેણે 137% દંડ ભરવો પડશે.

image source

આ સાથે વાત કરવામાં આવે જો બચત ખાતા વિશે તો તેમાં બચત ખાતાને લગતા કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જો તમે એક સમયે 2 લાખ રૂપિયા કે તેથી વધુ રકમ જમા કરી છે અથવા બચત ખાતામાં 50,000 રૂપિયાથી વધુની રોકડ જમા કરાવતા હોવ તો તમારે પાનકાર્ડ નંબર આપવો જરૂરી છે. જો તમે પે ઓર્ડર અથવા રોકડમાં ડ્રાફ્ટ માંગણી કરી રહ્યા છો તો પે ઓર્ડર-DDના કિસ્સામાં પણ પાન નંબર આપવો હવે ફરજીયાત કરી દેવામાં આવ્યો છે.

image source

નિષ્ણાતો દ્વારા મળતી માહિતી મુજબ આવકવેરા ભરનારાઓએ કર વ્યવહાર ( ટેક્સ ટ્રાંજેક્શન ) કરવાનું ટાળવું જોઈએ. આ પાછળનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે હાલમાં ટ્રાંજેક્શન માટે ઘણા વિકલ્પો આવી ગયા છે જેનો ઉપયોગ થઈ રહ્યો છે. આથી આવી પરિસ્થતિ માં પણ કડક કાર્યવાહી વચ્ચે કોઈ નિયમો તૂટી જાય છે તો તમારે તેનાં માટે ભારે દંડ ભરવાનો રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *