શું તમે ખરેખર લગ્ન કરવા તૈયાર છો? અહિંયા આપેલા બધા જ પ્રશ્નો પૂછીને પછી જ કરજો લગ્ન, નહિં તો પાછળથી રોવાનો વારો આવશે

લગ્નને આજે પણ આપણા સમાજની સૌથી મહત્વની પરંપરા માનવામાં આવે છે. એવામાં લોકોને લાગે છે કે બસ લગ્નની ઉંમર થઈ ગઈ છે તો લગ્ન કરી લેવા જોઈએ.. એવામાં કોઈના પણ મનમાં એ વાત નથી આવતી કે શું એ ખરેખર લગ્ન માટે તૈયાર છે? હા, લગ્ન કરતા પહેલા તમારે માનસિક અને શારીરિક રૂપથી સંપૂર્ણપણે તૈયાર રહેવું જોઈએ તો જ તમે આ સંબંધને સારી રીતે સમજી શકશો અને નિભાવી શકશો, એટલે લગ્ન કરવા જઈ રહ્યા હોય તો એકવાર પોતાની જાતને ચોક્કસ પૂછી લો કે શું તમે ખરેખર તૈયાર છો?

image source

– તમે લગ્ન કેમ કરવા માંગો છો? કારણ કે ઘરવાળા કહી રહ્યા છે, અન્ય મિત્રોના લગ્ન થઈ ચૂક્યા છે કે પછી તમે જ એક
લાઈફપાર્ટનર ઈચ્છો છો? ઘણીવાર લોકો ઘરવાળા કે સગાસંબંધીઓના દબાણમાં આવીને લગ્ન માટે હા પાડી દે છે કે પછી મિત્રોને જોતા હોય છે કે બધાના લગ્ન થઈ ગયા તો મારે પણ લગ્ન કરી લેવા જોઈએ પણ પછી એવું લાગવા લાગે છે કે ખોટો નિર્ણય લઈ લીધો. જ્યારે તમને જાતે એવું લાગે કે હવે મારે પાર્ટનરની જરૂર છે ત્યારે જ લગ્નનો નિર્ણય લો.

– લગ્ન આખી જિંદગીની જવાબદારી છે અને એ બંધન પણ છે. એમાં સમર્પણ અને સમાનતા બંને રાખવી પડે છે તો શું તમે આ બંધન અને જવાબદારી માટે તૈયાર છો? જો હા તો જ લગ્નનો નિર્ણય લો.

image source

–ઘણીવાર છોકરાઓ એ વિચારીને લગ્ન કરી લે છે કે એમનું ધ્યાન રાખવવાળી કોઈ આવી જશે તો સારું છે અને છોકરીઓ પોતાની સામાજિક અને આર્થિક સિક્યોરિટી માટે આ નિર્ણય લે છે. પણ છોકરાઓ એ સમજી લે કે તમે કોઈ દૂધ પીતા બાળક નથી તો તમને બેબી સીટીંગ કરવાવાળી જોઈએ. એ તમારી પાર્ટનર હશે,ન કે આયા. બીજી બાજુ છોકરીઓએ પણ એ સમજવું જોઈએ કે તમારો પતિ તમારું બેન્ક બેલેન્સ નથી પણ તમારો સાથી છે. તમારે એના સુખ દુઃખમાં એની સાથે રહેવાનું છે, ફક્ત પોતાની સિક્યુરિટી વિશે વિચારીને લગ્ન ન કરો.

– ઘણીવાર અમુક છોકરીઓ પોતાના ઘરના મહોલથી એટલી કંટાળી જાય છે કે એમને લગ્ન જ શ્રેષ્ઠ વિકલ્પ લાગે છે. એ વિચારે છે કે એ બહાને પોતાના ઘરના રિસ્ટ્રીકશનથી એમને છુટકારો મળશે, લગ્ન પછી જિંદગી સરળ થઈ જશે. પણ આ વિચાર સાથે કરેલા લગ્ન તમને સુખ નહિ આપે.

image source

– લગ્ન પછી ઘણું બધું બદલાઈ જાય છે, તમારી બેચરલ લાઈફ કરતા તદ્દન જુદું જ હોય છે લગ્ન જીવન..એ વાતનો વિચાર કરીને જ લગ્ન કરવાનો નિર્ણય લો.

–તમે બંને અલગ અલગ વ્યક્તિત્વના લોકો એ સાથે રહેશો, તમારા વિચારો અલગ હોઇ શકે છે અને તમારા વિચારોથી લઈને રહેણીકરણી બધું જ અલગ હોય શકે છે, એવામાં શુ તમે સામેવાળી વ્યક્તિને અપનાવવા માટે તૈયાર છો કે પછી તમે એવું વિચારીને ચાલી રહ્યા છો કે હું એને બદલી નાખીશ? લગ્નનો અર્થ અપનાવવું છે, એકબીજાને બદલવું નહિ.

– લગ્ન પછી તમારે ઘણીવાર કોમ્પરોમાઇસ કરવું પડે છે. પોતાનો ઈગો છોડવો પડે છે., ખોટા ન હોવા છતાં સોરી બોલવું પડી શકે છે. .આ બધી વાતોને ધ્યાનમાં રાખીને જ આગળ વધો.

– જો તમે બહુ જ ચંચળ છો તો લગ્ન પછી આ નહિ ચાલે. પોતાના મનની ચંચળતા અને ફ્લરટિંગ નેચરને શુ તમે બદલવા માટે તૈયાર છો?.

– જો તમે કોઈ ફિલ્મો કલ્પનાથી પોતાના લગ્નનું ભવિષ્ય જોતા હોય તો ઠોકર જ ખાશો. લગ્ન હકીકત છે અને એ ફિલ્મી લગ્નો કરતા ઘણી અલગ હોય છે. એકદમ ગંભીરતા અને જવાબદારી સાથે આ વિશે વિચાર કરો.

– છોકરીઓ પણ જો એ વિચારતી હોય કે લગ્ન પછી પોતાના પતિ સાથે મજા કરશે, એમની સેલેરી પર એમનો જ હક હશે, તો આ વિચારસરણી તમારા સંબંધ માટે હાનિકારક થશે. તમારે પણ મનથી પતિના પરિવારને અપનાવવો પડશે, એમના પ્રત્યેની તમારી જવાબદારી સમજવી પડશે.

image source

–માનસિક રૂપે તૈયાર થવા સિવાય તમારે હેલ્થ અને શારીરિક રીતે પણ તૈયાર થવા વિશે વિચારવું પડશે. તમારું સ્વાસ્થ્ય જ તમારા સંબંધની તંદુરસ્તી જાળવી રાખશે. જો તમે કોઈપણ પ્રકારના શારીરિક કષ્ટ કે માનસિક બીમારીનો શિકાર છો તો એમાંથી નિકડવામાટે તમારે સમય જોઈએ, તો એ સમય જરૂર લો.

– ઘણીવાર લોકો વિચારે છે કે ડિપ્રેશન છે તો કદાચ લગ્ન પછી મન હળવું થઈ જશે. ખાસ કરીને પરિવારવાળાની આ વિચારસરણી હોય છે પણ આનાથી ફક્ત સામેવાળા સાથે જ નહીં તમારી સાથે પણ અન્યાય થશે. લગ્ન માટે સંપૂર્ણપણે મન અને મગજ તૈયાર હોવું જોઈએ.

– અફેર હોય અને પરિવારના લોકો એને છોડાવવા માટે કોઈ બીજા સાથે લગ્ન કરાવી રહ્યા છે તો તમે જાતે જ વિચારો શુ એ યોગ્ય છે?

– લગ્ન ટીનએજ રોમાન્સ નથી, ના કોઈ પરીકથા છે..એ પરિપક્વતાનું જ બીજું નામ છે. તમારે નવા સંબંધોને અપનાવવાના હોય છે અને નવી રીતે તમારી વિચારસરણી રાખવાની હોય છે. શુ તમે એના માટે તૈયાર છો?

–શુ તમે ફાઇનાન્સિયલી સિક્યોર છો કે તમે લગ્નની જવાબદારી ઉઠાવી શકો? એનો પણ વિચાર કરો. જો તમે સાસરીમાંથી મળતા દહેજની લાલચમાં લગ્ન કરશો તો બહુ મોટી ભૂલ કરશો.

– એ બરાબર જાણી લો કે જો તમારી પત્ની પણ વર્કિંગ છે તો તમારે પણ ઘરના કામમાં એની મદદ કરવી પડશે.

– એ માની લો કે તમારે પણ બાળકની એટલી જ જવાબદારી લેવી પડશે.

–એ માની લો કે તમારે પણ સસરિપક્ષના દુઃખમાં હંમેશા એમની સાથે રહેવું પડશે

image source

. –એ માની લો કે પત્નીને બરાબરનો જ દરજ્જો આપવો પડશે. એ બીમાર હોય તો તમારે એની સેવાચાકરી કરવી પડશે. . જો આ બધી તમે આ બધી વાતોને ગંભીરતાથી સમજતા હોય તો બેશક તમે લગ્ન માટે તૈયાર છો , નહિ તો ફરી એકવાર વિચાર કરી જુઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત