બરફની મસ્તી, સાથે રોમેન્ટિક મુડ: ભારતની આ જગ્યાઓ પર મારી લો એક લટાર

હરવા ફરવાનો શોખ લગભગ દરેક વયના લોકોને હોય છે. હરવા ફરવાથી ફક્ત માણસને આનંદ જ નથી આવતો પણ તેના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે. હવા ફેર થવાથી માણસના વિચારો પણ પ્રફુલ્લિત થઈ જાય છે. વળી, અલગ અલગ ઋતુમાં અલગ અલગ જગ્યાઓએ ફરવા જવાની પણ એક અલગ જ મજા છે. ખાસ કરીને શિયાળા અને ઉનાળાની ઋતુમાં.

image source

ઉનાળાની ઋતુમાં ફરવા જઈ શકાય તેવા અનેક ટ્રાવેલ ડેસ્ટિનેશન પ્લેસ આપણા ભારત દેશમાં આવેલા છે અને ભારે સંખ્યામાં ત્યાં પર્યટકો ઉનાળામાં ફરવાનું પસંદ પણ કરે છે. ખાસ કરીને સ્કૂલમાં ભણતા નાના બાળકો ઉનાળુ વેકેશનની વર્ષ ભરથી રાહ જોતા હોય છે.

image source

હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ભારતના કેટલાય ભાગોમાં ફેબ્રુઆરી મહિનાથી ઠંડી ઘટવા લાગે છે. પરંતુ ભારતના અમુક ભાગો એવા પણ છે જ્યાં તમે ફેબ્રુઆરીમાં પણ બરફવર્ષાનો આનંદ લઇ શકો છો. જો તમે ફેબ્રુઆરીમાં બર્ફીલા માહોલમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો ભારતના અમુક ખાસ જગ્યાઓએ ફરવા જઈ શકો છો જ્યાં ફેબ્રુઆરીમાં પણ બરફવર્ષા અને ઠંડીની મોજ માણી શકાય છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને ભારતના આવા જ અમુક સ્થાનો વિશે માહિતી આપવાના છીએ.

સોનમર્ગ

image source

સોનમર્ગ કાશ્મીરમાં સ્થિત છે. સોનમર્ગમાં તમને ફેબ્રુઆરી જ નહીં પણ એપ્રિલ મહિના સુધી બરફવર્ષાનો આનંદ મળે છે. સોનમર્ગના પ્રાકૃતિક સૌંદર્યના અદભુત નજારાઓ જોઈ તમારું મન પ્રફુલ્લિત થઈ જશે. ફેબ્રુઆરી મહિનામાં જો તમે અહીં જવા ઇચ્છો તો તમારા પૈસા વસુલ થઈ જશે.

ગુલમર્ગ

image source

સોનમર્ગની જેમ ગુલમર્ગ પણ કાશ્મીરમાં સ્થિત છે. ગુલમર્ગમાં તમને માર્ચ મહિના સુધી બરફવર્ષાનો આનંદ મળે છે. ગુલમર્ગ આખું વર્ષ સહેલાણીઓથી ભરેલું હોય છે. ફેબ્રુઆરી મહિનાના ડેસ્ટિનેશન પ્લેસમાં તમે ગુલમર્ગનો સમાવેશ પણ કરી શકો છો.

મનાલી

image source

મનાલી હિમાચલમાં સ્થિત એક રમણીય અને સુંદર હિલ સ્ટેશન છે. મનાલીમાં પ્રવાસીઓને જાન્યુઆરીથી લઈને માર્ચ મહિના સુધી બરફવર્ષા અને ઠંડી માણવા મળે છે. મનાલીનાં અનેક આકર્ષક અને મનમોહક દ્રશ્યો તમારા માટે યાદગાર બની રહેશે.

ઔલી

image source

ઔલી ભારતના સુંદર ફરવાલાયક સ્થળો પૈકી એક છે. ઔલી ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું છર. ઔલીમાં ફેબ્રુઆરી મહિનામાં બરફવર્ષાનો આનંદ લઈ શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત