Site icon News Gujarat

જો તમે પણ ચોથના દિવસે ભૂલથી ચાંદ જોઇ લો તરત જ કરો આ ઉપાય અને બોલો આ મંત્ર, થઇ જશે બધુ માફ

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે, ભગવાન શ્રી ગણેશ એ પ્રથમ પૂજ્ય દેવ છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત તેમની પૂજા તથા તેમના આગમન વિના શક્ય જ નથી. જો તમે તમારા કાર્યક્ષેત્રે અથવા તો વ્યવસાય ક્ષેત્રે સફળતા મેળવવા ઈચ્છતા હોવ તો તેના માટે પ્રભુ શ્રી ગણેશની નિયમિત વિધિવત પૂજા અત્યંત આવશ્યક છે. આજે આપણે આ લેખમા પ્રભુ શ્રી ગણેશ સાથે સંકળાયેલી એક પૌરાણિક માન્યતા વિશે માહિતી મેળવીશુ. ચાલો જાણીએ.

image source

અમુક પૌરાણિક માન્યતાઓ મુજબ ચતુર્થીના દિવસે લોકોએ ચાંદ જોવો જોઈએ નહિ. એવુ કહેવામા આવે છે કે, જો કોઈ આ દિવસે ચાંદના દર્શન કરી લે છે તો તેમના પર જુઠા કલંક કે આરોપનો ભય બની રહે છે તથા તેમના પર કોઈ કલંક લાગી પણ શકે છે. હવે આવુ શા માટે થાય છે? અને કેમ આ દિવસે ચાંદ જોવા પર પ્રતિબંધ લાગેલો છે તે અંગે એક રસપ્રદ વાર્તા છે, જેના વિશે આજે આપણે અહી માહિતી મેળવીશુ.

image source

આ દિવસે લોકો પર જે ચોરી કે કલંકનો આરોપ લાગે છે ને તેની પાછળની રસપ્રદ કથા કઈક એવી છે કે, ભગવાન શ્રીકૃષ્ણ પર જ્યારે સ્યમંતક મણિ ચોરાવવાનો આરોપ લાગ્યો હતો ત્યારે નારદજીએ એવુ કહ્યુ હતુ કે, ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થીના ચાંદના દર્શન કરવાથી તેમના પર આ મિથ્યા આરોપ લાગ્યા છે અને આરોપ લાગાવા પાછળનુ વાસ્તવિક કારણ ભગવાન શ્રી ગણેશ દ્વારા ચંદ્રમાને આપવામા આવેલો શ્રાપ હતો.

image source

જ્યારે પ્રભુ શ્રીકૃષ્ણએ નારદજીને આ શ્રાપ વિશે પૂછ્યુ ત્યારે તેમણે જણાવ્યુ કે, ચન્દ્રમાને પોતાના સ્વરૂપનુ ખૂબ જ વધારે પડતુ અભિમાન હતુ. ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર ભગવાન ગણેશના ગજમુખ અને લંબોદર રૂપને જોઈ ચન્દ્રમા હંસી પડ્યા અને આ કારણોસર ગણેશજી તેમના પર ક્રોધિત થઈ ગયા અને ચન્દ્રમાને શ્રાપ આપી દીધો કે, આજથી જે કોઈપણ ચતુર્થીના દિવસે ચંદ્રમાને જોશે તેના માથે ખોટું કલંક લાગશે.

image source

જો આ દિવસે તમારાથી અથવા તો તમારા ઘરના કોઈ સદસ્યથી ભૂલથી પણ ચાંદ જોવાઈ જાય તો તુરંત આ ઉપાય અજમાવો. આ દિવસે આખો દિવસ ઉપવાસ કરવો અને પ્રભુ ગણેશની ભક્તિમાં લીન રહેવુ. જો ચાંદ જોવાઈ જાય તો ત્રણ પથ્થર ચાંદ સામે ફેંકવાથી આ દોષમાંથી મુક્તિ મળે છે.

image source

આ ગણેશ ચોથને આ કારણોસર “પથ્થર ચોથ” પણ કહે છે. પથ્થર ફેંકતા સમયે એ વાતની વિશેષ કાળજી રાખવી કે, તેનાથી અન્ય કોઈને નુકશાન ના પહોંચે. આ સિવાય જો ચંદ્રદર્શન થઈ જાય તો તમારા ખિસ્સામા મૂકેલા સિક્કા ખખડાવવા. આ સિવાય આ દિવ્ય મંત્ર “સિંહ પ્રસેન મણ્વધીત્સિંહો જામ્બવતા હત: સુકુમાર મા રોદીસ્ત્વ હ્યોષ સ્યમંતક:” નો મંત્રોચ્ચાર કરવાથી પણ તમે આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version