ભારતના આ 5 ગામ સુંદતાની દ્રષ્ટિએ ભલભલા દેશને પાડે છે પાછળ, એક વાર જશો તો વારંવાર ત્યાં જઇને રોકાવાનું થશે મન

જ્યારે પણ કંઈક હરવા ફરવાની વાત આવે તો હંમેશા મગજમાં વિદેશની અમુક સુંદર જગ્યાઓના નામ યાદ આવી જાય છે. લોકો પ્રકૃતિની સુંદરતા જોવા માટે પોતાના દેશથી દૂર જાય છે પણ આવા લોકોને કદાચ એ નથી ખબર કે ભારતમાં પણ એવી ઘણી સુંદર જગ્યા છે જે વિદેશની સુંદર જગ્યાઓ કરતા જરાય ઓછી નથી. ભારતમાં એવા ઘણા ગામ પણ છે જ્યાંની પ્રાકૃતિક સુંદરતા લોકોનું મન મોહી લે છે. તો ચાલો જાણી લઈએ એવા જ કેટલાક ગામ વુશે જે ખૂબ જ સુંદર છે અને વિદેશ જતા પહેલા આ જગ્યાઓ પર એકવાર જરૂર જવું જોઈએ.

કોસાની ગામ.

image source

ઉત્તરાખંડમાં બાગેશ્વર જિલ્લામાં આવેલું આ ગામ ભારતના સુંદર પર્વતીય પર્યટક સ્થળોમાંથી એક છે. પિંગનાથ ચોટી પર વસેલું આ ગામ હિમાલયની સુંદરતાના દર્શન કરાવે છે. બરફથી ઢંકાયેલા નંદા દેવી પર્વતની ચોટીનો નજારો આ ગામમાંથી ખૂબ જ ભવ્ય લાગે છે. આ જ કારણ છે કે આ ગામને ભારતનું સ્વિત્ઝરલેન્ડ પણ કહેવામાં આવે છે. હિયાના સુંદર પ્રાકૃતિક નઝારા અને પર્યટક સ્થળ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

તકદાહ ગામ.

image source

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં આવેલું આ એક નાનકડું ગામ છે પણ આ દેશની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. અહિયા કુદરતના એકથી એક ચડિયાતા નઝારા જોવા મળે છે. આ ગામમાંથી હિમાલયની ઊંચી પર્વતમાળાનો નજારો ખૂબ જ સુંદર લાગે છે. એ સિવાય અહીંયા ચાના સુંદર બગીચાઓ પણ પર્યટકોને ખૂબ જ મોહક લાગે છે. તમારે પણ એકવાર આ ગામની મુલાકાત અચૂક લેવી જોઈએ.

ખીમસર ગામ.

image source

રાજસ્થાનમાં આવેલું આ નાનકડા ગામને રાજસ્થાનની ધડકન પણ કહેવામાં આવે છે. આ ગામ ચારેબાજુથી થાર મરુસ્થળથી ઘેરાયેલું છે, જે એને વધુ સુંદર બનાવે છે. તમે અહીંયા ઊંટની સવારીની મજા પણ માણી શકો છો. એ સિવાય તમે રાત્રે અહીંયા કેમ્પઇંગ પણ કરી શકો છો.

માવલ્યાનાંગ ગામ.

image source

મેઘલયની પૂર્વમાં ખાસી હિલ્સ જિલ્લામાં આવેલું આ ગામન3 એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. જોવાં ખૂબ જ સુંદર લાગતા આ ગામની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંયા બેકાર સામાનને ગમે ત્યાં ફેંકવામાં નથી આવતા પણ  એને વાંસના બનેલા કચરાના પાત્રમાં નાખવામાં આવે છે અને પછી એને એક ખાડામાં નાખીને ખાતર તૈયાર કરવામાં આવે છે.

image source

ખોનોમાં ગામ.
નાગાલેન્ડની રાજધાની કોહીમાંથી 20 કિલોમીટર દૂર આવેલા આ ગામને એશિયાનું સૌથી હરિયાળું ગામ કહેવામાં આવે છે. ઉપરથી જોતા આ ગામનો નજારો એવો લાગે છે જાણે તમે સ્વર્ગ જોઈ રહ્યા હોય. અહીંયા મોટી સંખ્યામાં પર્યટકો આવે છે અને ગામની સુંદરતાની મજા માણે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!