Site icon News Gujarat

આ ફૂલને રોજના 9 કરોડથી વધારે ભારતીયો જોઈ રહ્યા છે અને કરી રહ્યા છે લાઈક, આ પાછળનું કારણ છે ચોંકાવનારું

ટીકટોક બેન થઈ ગયા પછી ભારત દેશ માંથી આ એસ્ટર ફૂલને રોજ ૯ લાખ કરતા વધારે ભારતીયો દ્વારા જોવામાં આવી રહ્યું છે અને લાઈક પણ કરવામાં આવી રહ્યા છે.

image source

-Aster ફૂલના આ ફોટોને મળી રહ્યા છે અઢળક લાઈક્સ.

-રોજ ૯ કરોડ કરતા પણ વધારે ભારતીયો કરી રહ્યા છે લાઈક.

-Tiktok એપ બેન થઈ ગયા પછી ભારતમાં આ બનાવ બન્યો.

image source

સોશિયલ મીડિયા પ્લેટફોર્મની દુનિયામાં ક્યારે કઈ વસ્તુ વાયરલ થઈ જાય તેના વિષે કઈ જ કહી શકાય નહી. હાલમાં કેટલાક દિવસોથી એક ફૂલ છે જેને ભારતીય નાગરિકો દ્વારા ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફૂલ એસ્ટર નામથી લોકપ્રિય થયું છે. આ એસ્ટર ફૂલને રોજ ૯ કરોડ વ્યક્તિઓ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, આ બનાવ ભારતમાં Tiktok એપને બેન કરી દીધાના આદેશ આપ્યા પછીથી થઈ રહ્યું છે.

આ છે સમગ્ર ઘટના.

૯ કરોડ વ્યક્તિઓની પસંદ બની ગયું છે એસ્ટર ફૂલ.

image source

અચાનક જ એક ફૂલના ફોટોને રોજના અંદાજીત ૯ કરોડ વ્યક્તિઓ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે, આ ફોટો પર મળતા લાઈક્સ ભારત દેશ તરફથી કરવામાં આવી રહ્યા છે. પર્પલ કલરના એસ્ટર ફૂલ સામાન્ય રીતે અમેરિકા દેશના ઉત્તર- પૂર્વ ક્ષેત્રમાં જોવા મળે છે. એસ્ટર ફૂલની વિકિપીડિયા પર આવેલ ફોટોને અચાનક ભારત દેશમાં હીટ થઈ ગઈ છે અને આ બાબતને Tiktok એપને બેન કરી દેવામાં આવી છે તેની સંબંધિત હોવાનું જણાવી રહ્યા છે.

 

ઘણો વિચિત્ર છે આ કેસ.

વિકિપીડિયાના મશીન લર્નિંગ વિભાગ તરફથી પ્રાપ્ત થયેલ માહિતી પ્રમાણે એકાએક લાઈક્સમાં વધારો થવા પાછળનું કારણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. તેમણે આ એસ્ટર ફૂલના ફોટોને શેર કરતા લખે છે કે, આ ઘણો અજીબ કેસ છે એટલું જ નહી, આની સાથે કોઈ રહસ્ય કરતા ઓછું નથી. તેમણે નવાઈ સાથે કહ્યું છે કે, તેમના ડેટા સેન્ટર પર આવતી રીક્વેસ્ટ માંથી ૨૦% જેટલી રીક્વેસ્ટ આ એસ્ટર ફૂલ માટે જ હોય છે.

એકાએક ફોટોને લાઈક કરવાનો ટ્રેંડ શરુ થયો.

image source

કોઈ એક ફોટો પર અચાનક વધી રહેલા ગ્રાફ નવાઈ પમાડે છે તેની પર આવતા ટ્રાફિકને સ્ટડી કરવામાં આવ્યો છે. આ ફોટો પર આવતા લાઈક્સના આઈપી એડ્રેસ તો જુદા જુદા છે પરંતુ ટ્રાફિક પેટર્ન એકસરખી છે. એવું શક્ય છે કે, ભારતમાં ઉપયોગમાં લેવામાં આવતી કોઈ એપની મદદથી આવું કરવામાં આવ્યું હોય.

Tiktok બેન થઈ ગયા પછી વધી ગયો ગ્રાફ.

image source

એસ્ટર ફૂલના આ ફોટોના ગ્રાફને સ્ટડી કર્યા પછી કેટલીક રસપ્રદ વાતો સામે આવી છે તા. ૮ જુન, ૨૦૨૦ પહેલા આ એસ્ટર ફૂલના ફોટો પર રોજ અંદાજીત ૧૦૦ જેટલો ટ્રાફિક જોવા મળતો હતો. પરંતુ તા. ૯ જુન, ૨૦૨૦ના દિવસથી રોજ આ ફોટોની સંખ્યામાં ૨૧૫૪ સુધી પહોચી જાય છે. જે તા. ૩૦ જુન, ૨૦૨૦ના રોજ ૧.૫ કરોડ વ્યક્તિઓ દ્વારા લાઈક કરવામાં આવી છે. નોંધનીય વાત છે કે, ભારત સરકાર દ્વારા ટીકટોક સહિત અન્ય ચાઈના એપને તા. ૨૯ જુન, ૨૦૨૦ના રોજ બેન કરી દેવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version