Site icon News Gujarat

જો તમે પણ કરશો નિયમિત આ ફૂડસનુ સેવન તો શરીરમા રહેશે ભરપૂર ઉર્જા, નહિ લાગે થાક…

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા વ્યસ્તતા ભરેલા જીવનમા આપણે મોટાભાગે આપણા સ્વાસ્થ્યનુ યોગ્ય રીતે ધ્યાન રાખી શકતા નથી. ઘણીવાર તો લોકો વહેલી સવારે ઉઠતાની સાથે જ સુસ્તીનો અનુભવ કરવા લાગે છે અને તેમનો આખો દિવસ આળસથી ભરપૂર રહે છે.

image source

આવી પરિસ્થિતિમા આપણે આપણા રોજીંદા કાર્યો કેવી રીતે પૂર્ણ કરી શકીએ? શું તમે ક્યારેય વિચાર્યુ છે કે, તમારી સાથે એવુ કેમ થાય છે? અને એવુ તો આપણે આપણા રોજીંદા જીવનમા શું કરીએ કે, આખો દિવસ સ્ફૂર્તિ રહે અને થાક ના લાગે. એવામા આજે આ લેખમા અમે તમારા માટે અમુક એવી વસ્તુઓ છે કે, જેને પોતાના ડાયેટમા સામેલ કરીને તમે તમારા શરીરમા એનર્જી લાવી શકો છો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ એવા ફૂડ્સ વિશે કે, જેને ખાવાથી તમારી સુસ્તીની સમસ્યા સરળતાથી હલ થઇ જશે.

કેળા :

image source

સામાન્ય રીતે એવુ જોવામા આવ્યુ છે કે, શરીરમા ગ્લૂકોઝની ઊણપ થવાથી પણ નબળાઇનો અનુભવ થાય છે. એવામા આ વસ્તુનુ સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ ફળમા પ્રાકૃતિક ગ્લૂકોઝ અને સુગર સમાવિષ્ટ હોય છે એટલા માટે તેનુ સેવન કર્યા બાદ તમને તુરંત ઉર્જા મળે છે.

દૂધ અને મેવા :

image source

જો તમને તમારા શરીરમા નબળાઇનો અનુભવ થાય છે તો તમારે દૂધનુ સેવન અવશ્યપણે કરવુ. તેમા તમારા શરીર માટે ઉપયોગી દરેક પ્રકારના વિટામિન, મિનરલ્સ અને અન્ય ડાઇટરી સપ્લીમેન્ટ્સ સમાવિષ્ટ હોય છે. જો તમારા શરીરમા મેગ્નેશિયમની ઉણપ હોય તો પણ તમને શરીરમા નબળાઈ જેવુ લાગે છે. એવામા તમારા માટે સુકા મેવાનુ સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

વરિયાળી :

image source

આ વસ્તુમા મળી આવતા કેલ્શિયમ, સોડિયમ, લોહતત્વ અને પોટેશિયમ શરીરમા ઉત્પન્ન થતા અમુક નકામા હોર્મોન્સને ખત્મ કરી નાખે છે એટલા માટે વરિયાળી ચાવીને તેનુ સેવન કરવુ જોઈએ, જેથી તમને તાજગીનો એહસાસ થશે.

ગાજર :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા વિટામિન અને મિનરલ્સના ગુણ મળી આવે છે. એવામા તેનુ સેવન આપણને સ્વાસ્થ્યવર્ધક બનાવી રાખવામા સહાયરૂપ સાબિત થાય છે. આ સાથે જ શરીરમા ઉર્જા વધારવા માટે પણ તે લાભદાયી સાબિત થાય છે.

ચૉકલેટ :

image source

મોટાભાગના લોકોની આ પસંદીદા વસ્તુ છે. આ વસ્તુમા રહેલ કોકો શરીરની માંસપેશીઓને તણાવમુક્ત બનાવવામા સહાયરૂપ સાબિત થાય છે. આ જ કારણ છે કે, આ વસ્તુનુ સેવન કર્યા બાદ તમને તાજગીનો અનુભવ થાય છે. આ સિવાય ભરપૂર ઊંઘ લેવી અને પર્યાપ્ત માત્રામા પાણીનુ સેવન પણ કરવુ જોઇએ. તેનાથી સ્વાસ્થ્યવર્ધક રહેવામા મદદ મળી રહે છે અને શરીરમા પણ ભારૂર માત્રામા એનર્જી મળી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version