દરરોજ સંધ્યા સમયે જરૂર કરો આ એક કામ, માં લક્ષ્મીની કૃપા હંમેશા રહેશે તમારી સાથે

માતા લક્ષ્મી ધન અને ઐશ્વર્યની દેવી છે. જેમની ઉપર માતા લક્ષ્મીની કૃપા રહે છે એમને કોઈપણ પ્રકારનો અભાવ નથી રહેતો. માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધન સંપદાની ક્યારેય કોઈ કમી નથી રહેતી અને એટલે જ દરેક વ્યક્તિ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગે છે. ધન સમૃદ્ધિની પ્રાપ્તિ માટે સૌથી વધુ આવશ્યક હોય છે કે વ્યક્તિ મહેનત કરે, મહેનતના જોરે બધું જ મેળવી શકાય છે.

image source

મહેનતુ લોકો પર માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે. પણ ઘણા લોકો એવા પણ હોય છે જે ખૂબ જ મહેનત કરે છે તેમ છતાં પણ એમને ધન, સુખ- સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ નથી થતી. જો ખૂબ જ મહેનત કર્યા પછી પણ તમારા ઘરમાં ધનની તાણ રહેતી હોય તો તમે આ એક કાર્ય રોજ કરશો તો માતા લક્ષ્મીની અસીમ કૃપા તમને પ્રાપ્ત થાય છે . તો ચાલો જાણી લઈએ કે એવું કયું કામ છે જેને કરવાથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે.

image source

હિન્દૂ ધર્મમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બંને સમય ઈશ્વર વંદનાનો સમય માનવામાં આવે છે. એટલે આ સમયે કરવામાં આવેલા પૂજા પાઠ ખૂબ જ ઝડપથી ફળ આપનાર બને છે. જો તમારી ઉપર આર્થિક તકલીફો હોય તો તમે પણ સંધ્યાના સમયે આ એક કામ કરી શકો છો.

image source

હિન્દૂ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને એટલે જ એને હરિવલ્લભા કહેવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિ અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હોય છે અને રોજ એની પૂજા અને અર્ધ્ય આપવામાં આવતું હોય તો ત્યાં માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. એટલે પહેલાના સમયમાં આંગણાની વચ્ચો વચ્ચ તુલસીનો છોડ અવશ્ય રાખવામાં આવે છે.

ચાલો જાણી લઈએ સાંજના સમયે શુ કરશો.

image source

રોજ સાંજના સમયે તુલસીના છોડ પાસે ગાયના શુદ્ધ ઘીનો દીવો કરવો જોઈએ. તુલસીની પરિક્રમા કરીને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી જોઈએ. આવું કરવાથી માતા લક્ષમીની કૃપા જળવાઈ રહે છે. તમારા ઘરમાં કોઈપણ પ્રકારની ધન ધાન્યની કમી નથી રહેતી.

આ વાતોનું રાખો ધ્યાન.

સૂર્યાસ્ત પછી તુલસીને સ્પર્શ ન કરો.

દીવો પ્રગટાવ્યા પછી એમ જ ન મુકો. તુલસીમાં હંમેશા ચોખા મૂકીને એની ઉપર જ દીવો મુકવો જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ