જો તમે સપનામાં ચંદ્ર જુઓ છો તો તમારા પર થઈ શકે છે આવી અસરો, જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર

આપણે સૌ સપનામાં અનેક ચીજો જોતા હોઈએ છીએ. આ સમયે તેને જોયા બાદ આપણા મનમાં કેટલાક વિચારો પણ ચાલતા રહે છે. અનેક વાર આપણે રાતે જોયેલા સપનાનો મતલબ પણ શોધતા હોઈએ છીએ, પરંતુ ક્યારેક આપણે તેને સમજી શકતા નથી. સ્વપ્ન શાસ્ત્ર પણ ખાસ વિજ્ઞાન છે. તેને સમજવું પણ સરળ છે. આદે આપણે વાત કરીશું સપનાંઓની.

image source

સપનાં એ એક માનવીય અનુભવ છે. જ્યારે માણસ ગાઢ નિંદ્રામાં હોય છે ત્યારે તે અનેક સપના જુએ છે. દરેક સપનાના અલગ અલગ અર્થ હોય છે. સૂતા બા તમે સપનામાં ચંદ્ર જુઓ છો તો તેનો મતલબ શું હોઈ શકે અને તે તમારા પર કેવી અસર કરશે તેની વાત આજે આપણે કરી રહ્યા થીએ.

image source

સ્વપ્ન શાસ્ત્રમાં કહેવાયં છે કે ચંદ્રમા માનવ સ્વભાવમાં ભાવનાત્મક પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે સ્ત્રી પક્ષમાં માનવ અંતર્જ્ઞાન અને પ્રેમ અને મનોવિજ્ઞાન સામેલ છે. લટકતા કે ઝૂલતા ચંદ્ર તમારા વ્યક્તિત્વમાં નકારાત્મક શક્તિઓ, અંઘારું અને નિરાશા તથા વિકટ પરિસ્થિતિના સંકેત આપે છે. આ સિવાય ચંદ્રમા માતૃત્વ કે સ્ત્રીત્વનું પણ પ્રતીક છે, પ્રેમીઓમાં ચંદ્રમાનું મહત્વ ઘણું વઘારે રહે છે. જો તમે સપનામાં જુઓ છો કે તમે ઘરની છત પર છો અને એકદમ સુહાના વાતાવરણમાં ચંદ્રને માણી રહ્યા છો તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આ સપનું તમને તમારા આવનારા દિવસોમાં મહેનત અને ઈમાનદારીના ઘનની પ્રાપ્તિ કરાવી શકે છે. આ સિવાય તમે સપનામાં વધારે ચમકતો ચંદ્ર કે માથા ઉપરથી પસાર થતો ચંદ્ર જુઓ છો તો તેનો આશય છે કે તમે માન અને સમ્માનમાં વધારો મેળવી શકો છો.

image source

સપનામાં જો તમે ઓછો થતો ચંદ્ર જુઓ છો તો તમારા વ્યક્તિત્વના અંધારા અથવા ભ્રમિત થતો પક્ષ જોવા મળે છે. કેટલાક લોકોના કેસમાં ચંદ્ર માતૃત્વ સાથેનો સંબંધ ધરાવે છે. આ તમારી માની સાથે તમારા ગહન અને મધુર સંબંધોને દર્શાવે છે. આ સપનું તમને તમારી માતા સાથેના ખાસ બોન્ડિંગને પણ રજૂ કરે છે.

image source

ચંદ્રમાને જોઈને તમે સ્વયંના રહસ્યમય તત્વ, અંતજ્ઞાન, બદલાતા મૂડ અને સાથે સામાન્ય રૂપથી ભઆવનાત્મક સ્થિતિનું પ્રતિનિધિત્વ કરી શકો છો. જ્યાં સુધી પુરુષોની વાત છે તો તેમાના દ્વારા સપનામાં ચંદ્રમાને જોવો એ મહિલાઓ અથવા મહિલાઓ દ્વારા ઉભા કરાયેલા ભયને ખતમ કરવાનો સંકેત હોઈ શકે છે. જો મહિલાઓ સપનામાં ચંદ્રને જુએ છે તો તેનો આશય અન્ય મહિલાઓની સાથે સારા સંબંધ બનાવી રાખવાનું પ્રતીક છે. આધ્યાત્મિક રીતે ચંદ્રમાને દેવીનું પ્રતિનિધ માનવામાં આવે છે. જે તમારા અંધારા અને અજ્ઞાત પક્ષને ઉજાગર કરે છે. આ તમારા અપ્રાપ્ત લક્ષ્યોનું પ્રતીક પણ હોઈ શકે છે.

image source

જો તમે સપનામાં ચમકતા તારાઓની વચ્ચે ચંદ્રને જુઓ છો તો તે એ વાતો સંકેત આપે છે કે તમે જે ઈચ્છો છો, જેવું ઈચ્છો છો તે અવશ્ય થશે. જો તમે સપનામાં તારા વિનાના ચંદ્રને જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પ્રેમ સંબંધમાં દૂરી આવી શકે છે. આ સિવાય જો તમે વાદળોની વચ્ચે ચંદ્રને જુઓ છો તો તે તમારા સંબંધો બગડવાનો સંકેત આપી રહ્યું છે. એટલે કે સપનામાં ચંદ્રને લઈને અનેક અટકળો કરાઈ રહી છે.આ સમગ્ર વાતનો આધાર તેની પર રહે છે કે તમે સપનામાં શું જુઓ છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ