Site icon News Gujarat

ઓછી હાઈટથી પરેશાન છો? તો સૂતા પહેલા હૂંફાળા પાણીમાં ભેળવીને પીઓ આ વસ્તુ, પછી જુઓ કમાલ

મિત્રો અને સજ્જનો આજના વર્તમાન સમયમાં મોટાભાગના લોકો માટે સુંદર ચહેરો અને આકર્ષક શરીરની ઈચ્છા
ધરાવતા હોય છે કારણકે, જો વ્યક્તિની લંબાઈ સારી હોય તો તેની સુંદરતા આપમેળે વધી જાય છે અને લોકો આપણને
પંસદ કરે છે અને આપણી પ્રશંસા પણ થાય છે.

image source

આજના સમયમા ઘણા લોકો એવા હોય છે કે, જે સુંદર તો હોય છે પરંતુ, તે લોકોની હાઈટ ખુબ જ નાની હોય છે અને
તેના કારણે તેમને અનેકવાર નિરાશાનો અનુભવ થતો હોય છે અને ઘણીવાર આ ટૂંકી હાઈટ ના કારણે શર્મસાર પણ થવુ પડે છે. જે લોકોની હાઈટ ટૂંકી હોય છે તે હમેંશા પોતાની હાઈટ ને લઈને પરેશાન અને ચિંતિત રહેતા હોય છે અને હમેંશા તેમના મનમા પોતાની હાઈટ વધારવા માટેના વિચાર ચાલ્યા રાખતા હોય છે.

image source

મોટાભાગના લોકો પોતાની લંબાઈ વધારવા માટે બજારમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારની દવાઓનુ સેવન કરતા હોય છે પરંતુ, તે દવાઓ ખાધા પછી પણ તે લોકોને કોઈ ફાયદો થતો નથી અને શરીરમા પણ કોઈ જ પ્રકારનો ફરક જોવા મળતો નથી. તેથી આજે હુ તમને આવી જ એક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છુ , જેની મદદથી તમે તમારી લંબાઈ ખૂબ જ સરળતાથી વધારી શકો છો.

image source

જો તમે તમારી લંબાઈ વધારવા ઈચ્છતા હોવ તો સૌથી પહેલા તો તમે કેવો આહાર ગ્રહણ કરો છો તે સૌથી મહત્વપૂર્ણ છે. તમે ખોરાકમા શું લઈ રહ્યા છો? તે તમારા શરીર ની વૃદ્ધિ માટે જાણવુ અત્યંત આવશ્યક છે. તમારે તમારી લંબાઈ વધારવી હોય તો તમારે વિટામિન્સ, કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ નુ પ્રમાણ વધારે માત્રામાં હોય તેવા ખોરાકનું સેવન કરવું જોઈએ.

image source

જેમકે, દુધ ને સંપૂર્ણ આહાર તરીકે ઓળખવામા આવે છે, તેમા તમને બધા જ પોષકતત્વો મળી રહેશે. તમારે નિયમિત એક ગ્લાસ દૂધ વહેલી સવારે અને રાતે સુતી વખતે એક કલાક પહેલા પીવુ જોઈએ. તે તમારી લંબાઈ વધારવામા ખુબ જ સહાયરૂપ સાબિત થશે. તમારે એ વાતનુ વિશેષ ધ્યાન રાખવુ પડશે કે, આ સમયે વધુ પડતા સુગરવાળા ભોજન નો ત્યાગ કરવો.

image source

તમે નિયમિત યોગ , કસરત અને વ્યાયામ દ્વારા તમારી લંબાઈ વધારી શકો. નિયમિત વ્યાયામ અને યોગ કરવાથી તમારુ શરીર તંદુરસ્ત રહે છે અને સાથે-સાથે તમારી લંબાઈમા પણ વૃદ્ધિ થાય છે. લંબાઈ વધારવા માટે ઉચાં કુદકા નો વ્યાયામ પણ ખુબ જ લાભદાયી સાબિત થશે. આ ઉપરાંત જો તમે નિયમિત એક કલાક માટે બાસ્કેટ બોલ , ઉચીકુદ અને લાંબીકુદ જેવી રમતો રમો છો તો તે પણ તમારી લંબાઈ વધારવા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

તમારુ આરોગ્ય સારુ રાખવા માટે પૂરતી ઊંઘ પણ અત્યંત આવશ્યક છે. સારી જીવનશૈલી જીવવા માટે સારી ઊંઘ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે પરંતુ, તે સાચું છે કે જો તમે નિયમિત યોગ્ય ઊંઘ લો છો તો તમારી શરીરની પેશીઓનુ ઉત્સર્જન થાય છે, જે તમારી લંબાઈ વધારવામાં મદદ કરે છે. તેથી, દરેક વ્યક્તિએ ૭-૮ કલાકની નિયમિત ઊંઘ લેવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version