આમાંથી કોઈ પણ રીતે કરો પાર્ટનરને પ્રપોઝ, કમાલના છે આ આઈડિયા, બની જશો ખાસ

આવતીકાલથી વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ રહી છે. આ સમયે જો તમે તમારા પાર્ટનરને પ્રપોઝ કરવાની કોઈ ખાસ રીત હજુ સુધી વિચારી નથી તો અમે તમારા માટે કેટલાક ખાસ આઈડિયા લાવ્યા છીએ. જેની મદદથી તમે તેમને માટે અને સાથે તમારા માટે પણ આ દિવસને યાદગાર બનાવી શકો છો. શક્ય છે તમારા પાર્ટનર આ વીકમાં તમારી પાસે કોઈ આકર્ષક ગિફ્ટની આશા રાખી રહ્યા હોય. તો તેમને ખુશ કરવા તમે તેમને માટે આમાંથી કોઈ પણ એક પ્લાન અજમાવી શકો છો. અથવા તો મલ્ટીપલ પ્લાન પણ તમે વીકમાં ગમે ત્યારે ટ્રાય કરી શકો છો. એક પરફેક્ટ પાર્ટનર જ્યારે તમારી નજરની સામે હોય અને જેની સાથે તમે રિલેશનશિપમાં જોડાવા માગતા હોય તેવા સ્પેશિયલ વ્યક્તિ માટે સ્પેશિયલ પ્લેસ શોધવું ક્યારેક ખરેખર અઘરું બની જતું હોય છે. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીં તમારાં બ્યૂટીફુલ પાર્ટનર માટે પર્ફેક્ટ પ્લેસ અને યુનિક પ્રપોઝલ આઇડિયાઝ આપવામાં આવ્યા છે. જેનો તમે ‘વેલેન્ટાઇન્સ ડે’ પર ચોક્કસથી અમલ કરી શકો છો.

ફર્સ્ટ મિટિંગ પ્લેસ પર જાઓ

image source

જો તમને તમારી ફર્સ્ટ મીટિંગ વિશે ખ્યાલ હોય અને તે સ્થળ પણ યાદ હોય તો તમારાં માટે આ સ્થળ બેસ્ટ ઓપ્શન બની રહેશે, જ્યારે તમારાં પાર્ટનરને તમારા ફર્સ્ટ મીટિંગ પ્લેસ ઉપર લઇ જઇને પ્રપોઝ કરશો તો તેને એ વાત જાણીને ખુશી થશે કે તમને આજે પણ તમારું ફર્સ્ટ મીટિંગ સ્પોટ યાદ છે એટલું જ નહીં, આ સ્થળ તમારા રિલેશનશિપ માટે કમ્પલિટ સર્કલ બની રહેશે. અહીં તમે તમારા પ્લાન અનુસાર તમારા પાર્ટનરને પ્રપોઝ કરીને તેને યાદગાર બનાવી શકો છો.

યુવતીઓને ગમે રોમેન્ટિક વોક

image source

તમારી આસપાસ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં બેસવા માટે પાર્ક્સ અને બેન્ચ હશે. ખાસ કરીને યુવતીઓને હંમેશા રોમેન્ટિક વોક ગમતી હોય છે, તમે તમારા લોકલ પાર્કના ઇન્ચાર્જનો કોન્ટેક કરો અને તેની સાથે મળીને તમારી રોમેન્ટિક વોકને સ્પેશિયલ બનાવવાની અરેન્જમેન્ટ કરી શકો છો. આ પછી તમે નક્કી કરેલી જગ્યાએ તમારી ગર્લફ્રેન્ડને કહી દો કે, વીલ યુ બી માય વેલેન્ટાઇન!

થિયેટરમાં રજૂ કરો પ્રપોઝલ વીડિયો

image source

જો તમને અને તમારા પાર્ટનરને મૂવી જોવી ગમતી હોય તો આ આઇડિયા તમારા માટે બેસ્ટ સાબિત થશે. મોટાભાગના મૂવી થિયેટરમાં પ્રિવ્યૂ અને એડવર્ટાઇઝમેન્ટ સ્પેસ હોય છે, આ સ્પેસનો ઉપયોગ કરો અને તમારો પ્રપોઝલ વીડિયો તેમાં મૂકીને તમારા પાર્ટનરને આખા થિયેટરની સામે જ પ્રપોઝ કરો.

લવ રેસિપી

image source

જો તમે કૂકિંગના શોખીન હોવ અને પાર્ટનર પણ તમારી રસોઈના વખાણ કરે છે તો તમે વેલેન્ટાઇન ડે ઉપર તમારા હાથેથી પાર્ટનર માટે જમવાનું બનાવો, તમારા પાર્ટનરની એન્ટ્રી થાય ત્યારબાદ તૈયાર થવા માટે થોડો સમય માગો. ફરીથી તેની સામે આવતી વખતે કોઇ રોમેન્ટિક લાઇટ સાથે તેને ડિનર ટેબલ પર જ પ્રપોઝ કરો.

રેસ્ટોરાંમાં પકાઓ લવ ખીચડી

image source

તમારા પાર્ટનરની ફેવરિટ રેસ્ટોરાં વિશે તમને ચોક્કસથી જાણ હશે. આ રેસ્ટોરાંના મેનેજર સાથે એક દિવસ પહેલાં જ મીટિંગ કરો અને તેના હાથમાં તમે જાતે પ્રિન્ટ કરેલું મેનુ આપો. આ મેનુમાં તમે ૧૦ કારણો લખો જેમાં તમે તેને શા માટે પ્રેમ કરો છો તેવું દર્શાવેલું હોય. આ મેનુના અંતમાં જ્યારે તે પેજ ટર્ન કરશે ત્યારે તેમાં આકર્ષક અક્ષરો સાથે, ‘વીલ યુ મેરી મી!’ એવું લખીને તેને પ્રપોઝ કરી શકો છો.

ધિઝ આઇડિયા ઓલ્વેઝ વર્ક્સ

image source

તમારા પાર્ટનરને એક ઘૂંટણિયે બેસીને રેડ રોઝ આપો જેની વચ્ચે રેડ રિબિનમાં મુકેલું એક બોક્સ રાખો જેમાં તમારા પાર્ટનર માટે રિંગ હોય.

સિમ્પલ અને સ્વીટ આઇડિયા

image source

વહેલી સવારે તમારા પાર્ટનરના ઘરે પહોંચી જાવ. ધ્યાન રાખો કે તમારો પાર્ટનર સૂઇ રહ્યો હોય. આ સમયે જ તમે તેના હાથમાં રિંગ પહેરાવી દો અને ત્યારબાદ તેને જગાડીને કોફી અને બ્રેકફાસ્ટ આપો. પહેલા તો તમારા પાર્ટનરને આ એક રુટિન લાગશે પણ જ્યારે કોફી પીતાં તેનું ધ્યાન અચાનક રિંગ સામે જશે ત્યારે તેની ખુશી બમણી થઇ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત